ગુજરાત રાજ્ય સરકારના નિર્ણયથી 1200 સ્ટેમ્પ વેન્ડર થશે બેરોજગાર

News18 Gujarati
Updated: September 21, 2019, 9:03 PM IST
ગુજરાત રાજ્ય સરકારના નિર્ણયથી 1200 સ્ટેમ્પ વેન્ડર થશે બેરોજગાર
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત બાર એસોસિએશનના સભ્યોએ મહેસુલ મંત્રીને આવેદનપત્ર મોકલ્યું

  • Share this:
સંજય જોશી, અમદાવાદ : ગુજરાત બાર એસોસિયેશનના સભ્યોએ મહેસૂલ મંત્રીને એક આવેદનપત્ર મોકલ્યું છે. જેમાં કહ્યું છે કે જો 1 ઓક્ટોબરથી ઈ-સ્ટેમ્પઇંગ નો નિર્ણય અમલમા આવશે તો ગુજરાતના 1200 સ્ટેમ્પ વેન્ડર બેરોજગાર બનશે. આ સ્ટેમ્પ વેન્ડરોએ આટલા વર્ષોમાં ફકત સ્ટેમ્પ વેન્ડર તરીકે જ કામ કર્યું છે તેઓ પાસે બીજો કોઈ વ્યવસાય કરવાનો વિકલ્પ નથી. આ સ્ટેમ્પ વેન્ડરમાં મોટા ભાગના સ્ટેમ્પ વેન્ડર ૫૦ વર્ષથી ઉપરની વયના છે અને તેમને કોમ્પ્યુટરનું કોઈ જ્ઞાન નથી. જો આ સ્ટેમ્પ વેન્ડરોના ભવિષ્યનો વિચાર નહીં કરવામાં આવે અથવા તેમને વૈકલ્પિક રોજગારી આપવાનો કોઈ નિર્ણય સત્વરે નહીં લેવાય તો આ સ્ટેમ્પ વેન્ડરો અને તેમનો પરિવાર રોડ ઉપર આવી જશે.

સરકાર જો ઈ-સ્ટેમ્પિંગ નો અમલ 1 ઓક્ટોબરથી કરશે તો આ સ્ટેમ્પ વેન્ડરો પાસે જે અંદાજે રુપિયા 60 કરોડ ના ફિઝિકલ સ્ટેમ્પ પડ્યા છે તેનું શું? અંદાજે 350 કરોડ રુપિયાનાં ફિઝિકલ સ્ટેમ્પ ટ્રેઝરીમાં પડ્યા છે તેનું શું? વકીલોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. આ સાથે એ પણ પ્રશ્ન ઉઠવા પામ્યો છે કે ઈ સ્ટેમ્પિંગ માટે પૂરતા ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રો નથી તથા પૂર્તિ વ્યવસ્થા કરીને ઈ-સ્ટેમ્પિંગ તથા ફ્રેન્કિંગ સરળતાથી મળી રહે તેવી પણ કોઈ જોગવાઈ હજુ સુધી કરવામાં આવી નથી. જાહેર જનતાને ઈ-સ્ટેમ્પિંગ કેવી રીતે કરવું કે ઈ-સ્ટેમ્પિંગ કેવી રીતે મળે તેની કોઈ માહિતી નથી. પક્ષકારોએ લેનાર આપનાર વિશેની માહિતી ભરવી અને ફોર્મ ભરવું તે પક્ષકારો માટે દયનીય સ્થિતિ ઉભી કરે તેવું છે અને વકીલ તથા જાહેર જનતાને પારાવાર મુશ્કેલી ઉભી થાય તેમ છે. આ ઠરાવ જાહેર જનતા તથા વકીલો માટે બહુ મુશ્કેલી સભર ઠરાવ છે. આનાથી વકીલો તથા નોટરીઓના ધંધા ઉપર અસર થાય તેમ છે. સરકાર દ્વારા ફ્રેન્કિંગનો ઉપયોગ કરવા માટે ઠરાવેલ છે પરંતુ હાલમાં અમુક જ બૅન્કમાં આ સુવિધા ઉપલબ્ધ છે અને તે પણ ફક્ત બેન્કિંગ સમય પૂરતી જ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો - કથિત ગૌ માંસ બિરયાની કેસમાં આરોપીને સેશન્સ કોર્ટે ફટકારેલી સજા હાઈકોર્ટે સ્થગિત કરી

વકીલોની માંગ છે કે તમામ રાષ્ટ્રીયકૃત બૅન્કો, કોર્પોરેશન બૅન્કો તથા ખાનગી બૅન્કોમાં ફ્રેન્કિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવી જોઈએ જેથી જાહેર જનતા અને વકીલો ફ્રેન્કિંગનો ઉપયોગ કરી શકે. આ આવેદનમાં વિનંતી કરવામાં આવી છે કે હાલ પૂરતો ઈ-સ્ટેમ્પિંગ નો નિર્ણય મોકૂફ રાખવામાં આવે. ફિઝિકલ સ્ટેમ્પ પૂર્ણ ના થાય તથા ઈ-સ્ટેમ્પિંગ તથા ફ્રેન્કિંગ ની પૂરતી સુવિધા ઉપલબ્ધ ન થાય અને બેકાર બનતા સ્ટેમ્પ વેન્ડર વિશે યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ ઠરાવનો અમલ મોકૂફ રાખવો જોઈએ. આ પ્રકારનું આવેદનપત્ર ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો મુકેશ કામદાર, અફઝલ ખાન પઠાણ, પરેશ વાઘેલા, ગુલાબ ખાન પઠાણ તથા રણજીત સિંહ રાઠોડ દ્વારા મહેસૂલ મંત્રી કૌશિક પટેલ ને ટપાલ મારફત મોકલવામાં આવ્યું છે
First published: September 21, 2019, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading