Home /News /madhya-gujarat /

રાજ્યમાં આજે મેલેરિયા 120 અને ડેન્ગ્યૂના 28 કેસ નોંધાયા

રાજ્યમાં આજે મેલેરિયા 120 અને ડેન્ગ્યૂના 28 કેસ નોંધાયા

પ્રતિકાત્મક તસવીર

સમગ્ર રાજ્યમાં આજ રોજ તાવના સર્વેલન્સ હેઠળ ૬1140 લોહીના નમૂના લઈને જાહેર થયેલ મેલેરિયાના 120 કેસોને સારવાર પૂરી પાડેલી છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ ચોમાસાની સિઝન એટલે રોગચાળાની સિઝન. ગુજરાતમાં ડેન્ગ્યુ, ચિકુનગુનિયા, મલેરિયા જેવા રોગોએ માથું ઉંચક્યું છે. આજે બુધવારે મેલેરિયાના 120 કેસ, ફાલ્સીપેરમના 9 કેસ અને ડેન્ગ્યુના 28 કેસ નોંધાયા છે.

    વધુ મળતી માહિતી પ્રમાણે સમગ્ર રાજ્યમાં આજ રોજ તાવના સર્વેલન્સ હેઠળ ૬1140 લોહીના નમૂના લઈને જાહેર થયેલ મેલેરિયાના 120 કેસોને સારવાર પૂરી પાડેલી છે. મચ્છર ઉત્પતિ અટકાવવા માટે પોરાભક્ષક માછલીઓ મુકવાની કામગીરી અંતર્ગત વધુ 1789 સ્થળોમાં માછલીઓ મુકાતા કુલ આવરેલ સ્થળો 25142 છે. આ કામગીરીમાં સમગ્ર રાજ્યમાં ખુબ સારો પ્રતિસાદ પ્રાપ્ત મળ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, નર્મદા, ગીરસોમનાથ, પાટણ, છોટાઉદેપુર, ભરૂચ, કચ્છ, મોરબી, ભાવનગર અને સાબરકાંઠા જિલ્લામાં કુલ 19432 સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે.

    રાજ્યનાં વડોદરા શહેરમાં એક મહિલાનો લેપ્ટોસ્પાઈરોસીસ રીપોર્ટ પોઝીટીવ આવેલો છે. આ દર્દી હાલમાં સ્વસ્થ હોઈ તેને રજા આપેલી છે. સામાન્ય રીતે વર્ષાઋતુમાં પાણી ભરાઈ રહ્યા બાદ આ રોગ ફેલાતો હોય છે. હાલમાં વડોદરામાં આ પ્રકારનો અન્ય કોઈ કેસ નથી.

    આ પણ વાંચોઃ-ગુજરાતમાં સરેરાશ 100% વરસાદ, પાંચ દિવસ 27 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    મોરબીનાં હળવદ ખાતેના કોન્ગો ફીવરના નજીકના અન્ય બે કોન્ટેકટના સેમ્પલનો રીપોર્ટ પણ નેગેટીવ આવેલા છે. આમ હળવદ ખાતેની આસ્થા ફેકટરીમાં કોન્ગો ફીવરનો અન્ય કેસ મળેલ નથી. આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા રોગ અટકાયત અને નિયંત્રણ અંગેનાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ કોન્ટેક્ટનું સવાર સાંજ સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

    આજ રોજ કોન્ગો ફીવરનો કોઈ રીપોર્ટ પોઝીટીવ આવેલ નથી. આમ છેલ્લા પખવાડીયામાં રાજ્યમાં કોન્ગો ફીવરના કુલ 08 કેસ નોધાયેલા છે, જે પૈકી 04 દર્દી સારવાર હેઠળ છે અને 03 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. સુરેન્દ્રનગર ખાતેનાં ઝામડી બોરણા ગામના દર્દીને સારું થઇ જતા રજા આપેલી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Dengue, Malaria, Registered, અમદાવાદ, ગાંધીનગર`, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन