રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 12 જેટલા રોડ-રસ્તા બંધ

News18 Gujarati
Updated: September 27, 2019, 3:27 PM IST
રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે 12 જેટલા રોડ-રસ્તા બંધ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં સીઝનનો કુલ 129 ટકા વરસાદ ખાબક્યો, હજુ વધુ વરસાદ પડે તો છોટાઉદેપુર અને ભરૂચમાં ખેતીના પાકોને નુકસાનની સંભાવના.

  • Share this:
ગીતા મહેતા,ગાંધીનગર : રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે વર્તમાન સ્થિતિએ કુલ 12 રોડ-રસ્તા બંધ હાલતમાં છે. ગઈકાલે આઠ રોડ-રસ્તા બંધ હતા જે પૈકી આજે માત્ર એક રસ્તો શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે બંધ થયેલા વધારાના પાંચ રસ્તા પાણી ઓસરતા શરૂ કરી દેવામાં આવશે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી જાણવા મળતી માહિતી મુજબ સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યમાં વર્તમાન સ્થિતિએ કુલ 12 રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે વરસાદની માહિતી જોઈએ તો સમગ્ર રાજ્યમાં કુલ સરેરાશ 129 ટકા વરસાદ ખાબક્યો છે. આ વર્ષે સૌથી ઓછો વરસાદ બનાસકાંઠામાં 91% પડ્યો છે. સૌથી વધુ વરસાદ રાજ્યના બે જિલ્લાઓમાં પડ્યો છે, જેમાં છોટાઉદેપુરમાં 167 ટકા અને ભરૂચ 165 ટકા નોંધાયો છે.

આ પણ વાંચો :  દ. ગુજરાત ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, અડધી નવરાત્રી વરસાદમાં ધોવાશે!

ઉલ્લેખનીય છે કે 100 ટકાથી ઓછા વરસાદવાળા જિલ્લાઓમાં ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે અંદાજિત 92 ટકા, અમદાવાદ જિલ્લામાં 91 અને બનાસકાંઠામાં 91% વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ વરસાદ પડશે તો આ ત્રણ જિલ્લાઓમાં 100 ટકા વરસાદ નોંધાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પડેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં નોંધાયો છે. આ જિલ્લાઓમાં અતિશય વરસાદના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ભરૂચ અને છોટેઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટી વચ્ચે ખેતીને નુકશાન થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
First published: September 27, 2019
વધુ વાંચો
अगली ख़बर