અમદાવાદઃ 4200 ગ્રેડ પે (Grade Pay) મામલો ફરી ઉછળ્યો છે. હવે 11000 શિક્ષકો ફરી એકવાર સરકાર સામે આંદોલન કરશે. 4200 ગ્રેડ પે મામલે શિક્ષકો આંદોલન (protest) પર ઉતરશે. સરકારે 4 મહાનગર પાલિકાના (Municipal Corporation) અને 13 નગરપાલિકાના શિક્ષકોને (Municipal teachers) 4200 ગ્રેડ પે નહિ આપતા હવે શિક્ષકોની ધીરજ ખૂટી છે. હવે 3 મે ના દિવસે પ્રતીક રૂપે સત્યાગ્રહ છવણીમાં (Satyagrash chhavni) શિક્ષકો આંદોલન કરશે અને જો સરકાર શિક્ષકોની વાત નહિ સાંભળે તો 9 મેથી અનિચ્છત મુદ્દતનું ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષકોને પણ પ્રથમ ઉચ્ચતર પગારધોરણ ૫૦૦૦–૮૦૦૦ ( ૪૨૦૦ ગ્રેડ પે ) મળે તે માટે વારંવાર રજૂઆત કરવા છતા તેનો નિવેડો આવ્યો નથી. સરકાર સાથેની મિટીંગો પછી પણ માત્ર રાજકોટ અને જામનગરના શિક્ષકોને જ આ લાભ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે.
રાજયની બાકી રહેતી ૪ મહાનગરપાલિકાઓ અમદાવાદ , વડોદરા , સુરત અને ભાવનગર તેમજ ૧૩ નગરપાલિકાઓના કુલ અંદાજીત ૧૧૦૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોને હજુ સુધી ઉચ્ચતર પગારધોરણનો કોઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના શિક્ષક સંઘના પ્રમુખ મનોજ પટેલ જણાવે છે કે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આગામી 3 મે મંગળવારના રોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ખાતે અંદાજિત ૧૦૦૦૦ શિક્ષકો એક દિવસના પ્રતિક ધરણા કરશે. છતાં જો આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો 9 મેથી અનિશ્ચિત મુદતના ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવશે.
જિલ્લા પંચાયતના શિક્ષકોને પગાર વધારો આપી દીધો પણ નગરપાલિકાના શિક્ષકોને વધારો મળ્યો નથી. મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે તો શું શહેરી વિસ્તારમાં શિક્ષકોને મોંઘવારી નથી નડતી. દરેક શિક્ષકો એક સરખું કામ કરે છે તો આવો ભેદભાવ કેમ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર