lockdownમાં બાવળાના 11 લોકોને વોલીબોલ રમવું ભારે પડ્યું, ડ્રોન કેમેરામાં ઝડપાતા થઈ ફરિયાદ


Updated: April 3, 2020, 7:47 PM IST
lockdownમાં બાવળાના 11 લોકોને વોલીબોલ રમવું ભારે પડ્યું, ડ્રોન કેમેરામાં ઝડપાતા થઈ ફરિયાદ
ડ્રોન કેમેરાની તસવીર

પોલીસ ડ્રોન કેમેરા મારફતે બાવળા વિસ્તારમાં નજર નાખી રહી હતી ત્યારે કેટલાક શખ્સો સોસાયટીમાં વોલીબોલ રમતાં પણ દેખાયા આમ તો જાહેરમાં 4k વધુ વ્યક્તિઓ ભેગા થવું તે જાહેરનામાનો ભંગ થાય છે. જેને પગલે ડ્રોનની મદદથી પોલીસે આ 11 શખ્સોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Share this:
અમદાવાદ: દેશની પ્રવર્તમાન સ્થિતિને લઇ વૈશ્વિક મહામારીના (coronavirus pandemic) પગલે 21 દિવસનું લોકડાઉન (lockdown) જાહેર કરવામાં આવ્યું છે. અને ઘરે રહી સુરક્ષિત રહેવા માટે પ્રધાનમંત્રીએ (PM modi) દરેક રાજ્યના નાગરિકોને અપીલ કરી કડકપણે નિયમોનું પાલન કરવા આદેશ કર્યો હતો

તેમ છતાં પણ અનેક લોકો આ મહામારીને અનદેખી કરી બિન્દાસ વેકેશનની મજા માણી રહ્યા હોય તેમ જાહેરનામાનો ભંગ કરી ધાબે અથવા તો અન્ય જગ્યાએ પર એકઠા થતા હોવાનું સામે આવ્યુ છે. જેને પગલે પોલીસે હવે કાયદેસર કાર્યવાહી શરૂ કરી અને ડ્રોન કે પેટ્રોલીગની મદદથી કાયદાનું પાલન નહિ કરનારાઓ સામે કાયદેસર પગલાં ભરી રહી છે.

અમદાવાદ જિલ્લાના બાવળા ગામમાં પણ કેટલાક શખ્સો જાહેરનામાનો ભંગ કરતા હોવાનું સામે આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને 11 લોકો વિરુદ્ધ એપેડેમીક અને જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચોઃ-'મને આંખે ઓછું દેખાય છે', અમદાવાદમાં Lockdown સમયે વજનમાં ગોલમાલ કરતા વેપારીની ધરપકડ

પોલીસ ડ્રોન કેમેરા મારફતે બાવળા વિસ્તારમાં નજર નાખી રહી હતી ત્યારે કેટલાક શખ્સો સોસાયટીમાં વોલીબોલ રમતાં પણ દેખાયા આમ તો જાહેરમાં 4k વધુ વ્યક્તિઓ ભેગા થવું તે જાહેરનામાનો ભંગ થાય છે. જેને પગલે ડ્રોનની મદદથી પોલીસે આ 11 શખ્સોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-lockdownનું ઉલ્લંઘન કરતા પિતા સામે પુત્રની ફરિયાદ, પોલીસે નોંધી FIRમહત્વની છે કે અમદાવાદમાં અનેક એવા લોકો છે નિયમનું ભંગ કરી રહયા છે અને જે લોકો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે..ગુજરાત માં આવા અનેક લોકો ની પોલીસે અલગ અલગ કલમ હેઠળ ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ-lockdown: રસ્તા ઉપર જ પ્રસૂતિ પીડાથી તડપતી હતી મહિલા, કોન્સ્ટેબલ બન્યો 'ભગવાન'

ઉલ્લેખનીય છે કે ગઈકાલ (તા.2/04/2020)થી આજ સુધી જાહેરનામાનો ભંગના ગુના 950, ક્વોરેન્ટાઈન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ગુના 364,
અન્ય ગુનાઓમાં 93 રાયોટિંગ/ ડિઝાસ્ટરમેનેજમેન્ટ એક્ટ નોંધાયા છે જ્યારે 2218 આરોપીઓની અટકાય કરવામાં આવી છે જ્યારે 4786 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
First published: April 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading