હાર્દિકે મેડિકલ ચેકઅપનો કર્યો ઇન્કાર, નિખિલ સવાણી સહિત 51 યુવકોએ કરાવ્યું મુંડન

News18 Gujarati
Updated: September 3, 2018, 11:36 AM IST
હાર્દિકે મેડિકલ ચેકઅપનો કર્યો ઇન્કાર, નિખિલ સવાણી સહિત 51 યુવકોએ કરાવ્યું મુંડન
હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર યુવકોનું મુંડન

ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માટે પાસ કન્વીનર હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. આજે સોમવારે હાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ છે.

  • Share this:
ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માટે પાસ કન્વીનર હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. આજે સોમવારે હાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ છે. વચ્ચે ત્રણ દિવસ જળત્યાગ બાદ સંતના હાથે પાણી પીને જળત્યાગને છોડ્યો હતો. જોકે, ઉપવાસના પગલે હાર્દિક પટેલની તબિયત વધારે બગડતી જતી દેખાઇ રહી છે. ઉપવાસી હાર્દિક પટેલને મળવા માટે રાજકીય દુનિયાના દિગ્ગજ નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ સહિત સમાજના અગ્રણીઓ પણ ઉપવાસ છાવણીએ પહોંચી રહ્યા છે. આજે સોમવારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ મળવા જવાના છે.

આજે સોમવારે હાર્દિક પટેલના ઉપવાનો 10 દિવસ છે. ત્યારે હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલની ટીમ ઉપવાસ છાવયણીએ પહોંચી હતી. જોકે, હાર્દિક પટેલે આંખના ઇસારે મેડિકલ તપાસ કરવા માટે ઇન્કાર કરી દીધો હતો. જેથી ટીમ મેડિકલ તપાસ કર્યાવગર પરત ફરી હતી. રવિવારે પોલીસ દ્વારા હાર્દિક પટેલના સમર્થકો ઉપર હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં હાર્દિક પટેલે આજે મેડિકલ તપાસ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. બીજી તરફ હાર્દિક પટેલના સમર્થનમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાટીદાર યુવાનો માથુ મુંડાવી રહ્યા છે. ત્યારે આજે નિખિલ સવાણી સહિત 51થી વધારે યુવકોએ હાર્દિક પટેલના સમર્થનમાં મુંડન કરાવ્યું હતું.

આ અંગે માહિતી આપતા શક્તિસિંહ ગોહિલે રવિવારે ટ્વીટ કરી કર્યું હતું. તેમણે ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે, ઉપવાસ પર ઉતરેલા ભાઈ હાર્દિક પટેલને મળવા આવતીકાલ સોમવાર સવારે 11.30 કલાકે હું જઈશ. હાર્દિકની સારી તબિયત માટે પ્રાર્થના. આશા રાખુ છું કે BJP અહંકાર છોડશે અને હાર્દિકની સાથે મંત્રણા કરશે. અંગ્રેજો પણ ઉપવાસી સાથે સંવાદ કરતા હતા તો લોકતંત્રમાં BJP શા માટે સંવાદ ના કરે ?

ઉલ્લેખનીય છે કે, ઉપવાસના નવામાં દિવસે હાર્દિક પટેલનું રુટિન ચેકઅપ કરવા માટે સોલા સિવિલની મેડિકલ ટીમ પહોંચી હતો. પરંતુ હાર્દિકે મેડિકલ ચેકઅપ કરાવવાની મનાઇ કરી હતી. હાર્દિકે મનાઇ કરતાં ડોક્ટરોએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાર્દિકે સંપૂર્ણપણે મેડિકલ ચેકઅપ કરાવવાની મનાઇ કરી દીધી છે. આ દરમિયાન ઉપવાસ છાવણી બહાર પાસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.

કેમ કરી મનાઇ ?

ઉપવાસ છાવણી બહાર હાર્દિકને મળવા માટે મોટી સંખ્યામાં પાસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા. જો કે હાર્દિકને મળવા માટે ખાસ લોકોને જ એન્ટ્રી આપવામાં આવે છે. આથી હાર્દિકને મળવા માટે પાસના કાર્યકર્તાઓ ઉશ્કેરાય ગયા હતા. આ દરમિયાન ટોળાને વિખેરવા માટે પોલીસ હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. તો કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાસના કાર્યકર્તાઓના વાહનો ડિટેઇન કર્યા છે. ત્યારે આ વાતને લઇને નારાજ થયેલા હાર્દિક પટેલે મેડિકલ ચેકઅપ કરાવવાની મનાઇ કરી છે. હાર્દિકે કહ્યું કે પોલીસ લાઠીચાર્જ કરવાનું અને પોતાની જોહુકમી બંધ કરે, ત્યારબાદ જ હું મેડિકલ ચેકઅપ કરાવીશ.હાર્દિકની તબીયત નાદુરુસ્ત

ઉપવાસનાં 9માં દિવસે પણ હાર્દિક પટેલનો આમરણ ઉપવાસ યથાવત છે. જોકે 9 દિવસના ઉપવાસની અસર તેનાં પર વર્તાઇ રહી છે આજે સવારે તે બેભાન થઇ ગયો હતો. શરિરમાં દુખાવો અને અશક્તિ આવી ગઇ છે. હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે ડોક્ટર સોલંકીનાં જણાવ્યાં મુજબ હાર્દિક પટેલે ફરિયાદ કરી છે કે તેને આખો દિવસ ચક્કર આવે છે અને ઉબકા આવે છે. જે બાદ ડોક્ટરે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી છે પણ હાર્દિક તે માટે ના પાડે છે.
First published: September 3, 2018, 8:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading