અમદાવાદ : સુરા જમાતના 1095 લોકો ગુજરાત આવ્યા, 1 હજારના રિપોર્ટ નેગેટિવ


Updated: April 10, 2020, 10:08 PM IST
અમદાવાદ : સુરા જમાતના 1095 લોકો ગુજરાત આવ્યા, 1 હજારના રિપોર્ટ નેગેટિવ
પ્રતિકાત્મક તસવીર

દિલ્હી અને મુંબઈમાં તબલીગી જમાતના મરકઝ ખાતે જઈને ગુજરાત આવેલા તમામ લોકોની તપાસ પોલીસ કરી રહી છે

  • Share this:
અમદાવાદ : દિલ્હી અને મુંબઈમાં તબલીગી જમાતના મરકઝ ખાતે જઈને ગુજરાત આવેલા તમામ લોકોની તપાસ પોલીસ કરી રહી છે. ગુજરાતમાં સંખ્યા નહીંવત છે તેવા ઈમારતી અને સાદ જૂથના 130 લોકોની તપાસ પૂર્ણ થઈ છે. આ જૂથના 130માંથી 14 કોરોનાગ્રસ્ત જણાયાં છે અને એકનું મોત થયું છે જ્યારે સુરા જમાતના કુલ 1095 લોકો ગુજરાત આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં 1000 સ્વસ્થ જણાયાં છે. અમદાવાદમાં છ અને ભરૂચમાં 4 કોરોનાગ્રસ્ત મળ્યાં છે. હજુ 85ની વિશેષ તબીબી તપાસણી ચાલી રહી છે.

ગુજરાત ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમો સાથે આરોગ્ય વિભાગની ટીમો જુદા જુદા રાજ્યોમાંથી આવેલાં પ્રચારકોની તબીબી તપાસણી કરી રહી છે. તબલીગી જમાતના તમામ ફીરકાના ગુજરાત આવેલા ધર્મપ્રચારકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, 10મી એપ્રિલના રોજ તબલીગી જમાતના બીજા 53 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે, તેમને હજ હાઉસ ખાતે લઇ જવાયા છે. અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએથી 196 લોકો કોરોન્ટાઇન કરાયા હતાં. જેમાંથી 44ના રિપોર્ટ અગાઉ 8 એપ્રિલે આવ્યાં હતા અને તે 44 રિપોર્ટ નેગેટિવ હતાં. બાકીના રિપોર્ટ જેમ-જેમ આવશે તે પછી તેમને પણ હજ હાઉસ, કાલુપુર ખાતે લાવવામાં આવશે.

આ પણ વાંચો - જીતુ વાઘાણીએ સમગ્ર રાજ્યના વહીવટી તંત્રનો આભાર માની ધન્યવાદ પત્ર એનાયત કર્યા

દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા 127 લોકો પકડાયા હતા. તેમાં આજે અન્ય ત્રણને ઓળખી કઢાયા છે. ત્રણેય વ્યક્તિ ભાવનગરના છે. ત્રણમાંથી એકનો કેસ પોઝિટિવ આવ્યો છે. આ 130 વ્યક્તિને કોરોન્ટાઈન સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દેશમાંથી 1095 લોકો ગુજરાત સુરા જમાતમાં અલગ-અલગ સ્થળે આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કર્ણાટકથી 25 અને તામિલનાડુથી 19 પ્રચારકો આવ્યાં છે. તે પૈકી મૂળ તમિલનાડુના ચારના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે, જે ભરૂચમાં છે. સુરા જમાતના મરક્ઝથી આવેલા અન્ય વ્યક્તિના ટ્રેસિંગની કાર્યવાહી ચાલુ છે. સુરા જમાતમાં ગુજરાત આવેલા વ્યક્તિના ડેટા મેળવી જમાતમાં કોરોનાનો વ્યાપ વધતો અટકાવવા પોલીસ કાર્યરત છે.
First published: April 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading