અમદાવાદઃ coronaથી હજી ચેતજો! 108 ઇમરજન્સીમાં Diwaliના ત્રણ દિવમસાં આવ્યા 1300થી વધારે કોલ

અમદાવાદઃ coronaથી હજી ચેતજો! 108 ઇમરજન્સીમાં Diwaliના ત્રણ દિવમસાં આવ્યા 1300થી વધારે કોલ
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા ત્રણ દિવસમાં 11079 જેટલા અન્ય ઇમર્જેન્સી પણ નોંધાઈ. જે સામાન્ય દિવસો કરતા 30.49 ટકા વધુ છે.

  • Share this:
અમદાવાદઃ દિવાળી (Diwali) બેસતું વર્ષ (New Year) અને ભાઈબીજ (bhai dooj) ત્રણ દિવસમાં 1300થી વધુ કોલ માત્રને માત્ર કોરોનાની ફરિયાદને લઈને 108 ઇમરજન્સી સર્વિસને મળ્યા છે.. કહી શકાય કે કોરોનાનો (coronavirus) કહેર એકવાર ફરી શહેરમાં જોવા મળી રહ્યો છે.. એટલે લોકોએ ચેતી જવાની જરૂર છે. 108 ઇમરજન્સીના COO જસવંત પ્રજાપતિ જણાવે છે કે લોકો કોરોનાને હળવાશથી લઇ રહ્યા છે તેમણે કોરોના guidelinesનું પૂરતું પાલન કરવું જરૂરી બને છે. માસ્ક પહેરવા અને સોશિયલ distance જાળવવું ખૂબ જરૂરી છે.

15 તારીખ દિવાળીના રોજ 450 અને 16 તારીખ બેસતા વર્ષના રોજ 429 કોવિડ ને લગતી ફરિયાદના કોલ 108 ઈમરજન્સી સેવાને મળ્યા છે... તો 17 તારીખના રોજ પણ 400 થી વધુ કોવિડ માટેની ફરિયાદના કોલ્સ 108 ને મળ્યા છે.. જેના પરથી સાબિત થાય છે કે હજુ પણ કોરોના સંક્રમણ યથાવત છે અને લોકોએ બચીને રહેવાની તાતી જરૂર છે.



સાથે સાથે રાજ્યભરની અન્ય ઈમરજન્સીમાં પણ વિશેષ વધારો નોંધાયો છે.. છેલ્લા ત્રણ દિવસમાં 11079 જેટલા અન્ય ઇમર્જેન્સી પણ નોંધાઈ. જે સામાન્ય દિવસો કરતા 30.49 ટકા વધુ છે.. તો બીજી તરફ રોડ અકસ્માતના કેસોમાં પણ નોંધપાત્ર 151 ટકા નો વધારો નોંધાયો છે.. દિવાળીના દિવસોમાં રાજ્યમાં 841 રોડ અકસ્માત કેસ નોંધાયા જે સામાન્ય દિવસોમાં એવરેઝ 335 હોય છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ડોક્ટર પતિને બેડરૂમમાં બંધ કરીને નર્સ પત્નીએ 7મા માળેથી લગાવી મોતની છલાંગ, 39 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

સામાન્ય કેસની સંખ્યા એવરેજ.     નોંધાયેલ કેસ.         નોંધાયેલ વધારો
14 તારીખ.       2830.                        3521                       24.42%
15 તારીખ.       2830.                        3658.                         29.26%
16 તારીખ.       2830.                       3900.                         37.81%
ટોટલ. એવરેજ  2830.                        3693                        30.49%

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ જામખંભાળિયાના દાંતા ગામમાં દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ, Video viral

આ પણ વાંચોઃ-અમાદાવાદના સોલાના પૈસાદાર ઘરનો શરમજનક કિસ્સોઃ 'તું તો ગામડાની અભણ કહેવાય, અમારા ઘરે તું શોભે નહી'

રાજ્યમાં 17મી નવેમ્બર 2020ના કોરોના વાયરસના (17 November gujarat coronavirus case) કુલ 1125 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાંથી 1116 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે આજે રાજ્યમાં જુદા જુદા શહેરમાં 7 દર્દીનાં દુખદ નિધન થયા છે. કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે રાજ્યમાં આજે 47,328 દર્દીઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1,90,361 કેસ નોંધાયા છે. રાજયમાં તહેવારોની વચ્ચે કોરોના કેસમાં વધારો થયો છે.



રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર હોવાનો મત અમદાવાદાના સિવિલના સુપરીટેન્ડન્ટ પ્રભાકરે આપ્યો હતો. આજે અમદાવાદ જિલ્લામાં 234 કેસ નોંધાયા, જ્યારે સુરતમાં 180, રાજકોટમાં 92, વડોદરામાં 133, મહેસાણામાં 60, બનાસકાંઠામાં 52, સુરેન્દ્રનગરમાં 45, ગાંધીનગરમાં 58, પાટણાં 34, મહીસાગરમાં 25, ક્ચછણાં 23, આણંદમાં 17, જામનગરમાં 22, દાહોદમાં 18 કેસ નોંધાયા છે.
Published by:ankit patel
First published:November 17, 2020, 23:26 pm