108 ઍમ્બ્યુલન્સ સેવાની મોબાઇલ એપનું વિજય રૂપાણીના હાથે લોકાર્પણ

News18 Gujarati
Updated: May 23, 2018, 12:06 PM IST
108 ઍમ્બ્યુલન્સ સેવાની મોબાઇલ એપનું વિજય રૂપાણીના હાથે લોકાર્પણ
વિજય રૂપાણી (ફાઈલ તસવીર)

  • Share this:
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 108 મોબાઈલ એપનું લોકાર્પણ કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન GVK ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નીતિન પટેલ, આરોગ્યમંત્રી કિશોર કાનાણી સહિતના કેટલાક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સેવાઓનું લોકાર્પણ કર્યું હતું. આમ આ ટેકનોલોજીના માધ્યમથી ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કર્યો હતો.

મહત્વનું છે કે આ સેવાઓને 108 મોબાઈલ એપ્લિકેશનથી જોડીને નાગરિકોને ઝડપી, સમયસર અને ત્વરિત સેવાઓ મળી રહેશે. આ મોબાઈલ એપના ઉપયોગથી 108ને કોલ કરનારી વ્યકિતનું ચોક્કસ સ્થળ ગૂગલ મેપના લેટ લોન્ગ સાથે મળી રહેશે. કોલ કરનારી વ્યક્તિને પણ 108 તેના સુધી કેટલા સમયમાં પહોંચશે, નજીકમાં કઈ ખાનગી કે સરકારી હોસ્પિટલ છે તે અંગેની તમામ જાણકારી આ એપના માધ્મયથી મળી જશે. આ સાથે જ ઇજાગ્રસ્ત વ્યક્તિને ક્યાં સ્થળે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે. તે અંગેની પણ માહિતી મળી રહેશે. જેથી ઇજાગ્રસ્તના સંબંધીઓને પણ ત્યાં પહોંચવામાં સરળતા રહેશે.

આ સાથે જ મુખ્યમંત્રીએ રાજ્યના 1600 કીલોમીટરના દરિયા કિનારે વસતા સાગરખેડૂઓ માટે પ્રથમ 108 ઈમરજન્સી બોટ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત 108 સેવા કાફલામાં નવી 10 એમ્બ્યુલન્સ ઉમેરી છે. મહત્વનું છે કે રાજ્યમાં 585 એમ્બ્યુલન્સ કાર્યરત છે. ત્યારે આ વર્ષ નવી 125 એમ્બ્યુલન્સ સેવાને ઉમેરીને 650 એમ્બ્યુલન્સ થઈ જશે. જે નાગરિકોની સેવામાં કાર્યરત રહેશે.
First published: May 23, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading