અમદાવાદ: દર્દીને દૂરની હોસ્પિટલ (Hospital) પર લઈ જવા માટે ઉપરી અધિકારીને જાણ કરવાનું કહેવાનું 108ના ડ્રાઇવરને (ambulance driver) ભારે પડ્યું છે. દર્દીએ ઉશ્કેરાઈને ફરિયાદીને બીભત્સ ગાળો બોલી ત્રણ લાફા મારી દેતા પોલીસ ફરિયાદ (patient beats driver) દાખલ કરવામાં આવી છે.
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા મેહુલ ડામોર 108 ઇમરજન્સી એમ્બ્યુલસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. શનિવાર સાંજના સમયે તેઓને ઓટો અસાઈન મારફતે એક કેસ મળ્યો હતો. જે મુકેશભાઈ અને તેમની સાથે ઇમરજન્સી મેડિકલ ટેકનીશિયન સાથે સરસપુર ઇન્ડિયા બુલ્સના ગેટ નંબર 1 પાસે દર્દી સાજીદના ઘરે પહોંચ્યા હતા.
દર્દીને પેટમાં દુઃખાવો થતો હોવાથી તેને મુકેશભાઈએ એમ્બ્યુલસમાં બેસાડયો હતો. આ દરમ્યાન દર્દી સાજીદે મુકેશને કહ્યું કે, વસ્ત્રાલની સ્વયંભુ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા કહ્યું હતુ. જેથી મુકેશે દર્દીને કહ્યું કે, અમારી ગાડીને નજીકની કોઈપણ હોસ્પિટલમાં દર્દીને પહોંચાડવાની જવાબદારી હોય છે.
પરંતુ તમારે એટલું બધું દૂર વસ્ત્રાલ જવું હોય તો મારે અમારા ઉપરી અધિકારીને જાણ કરવી પડે. જેથી દર્દી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સ્ટાફ ને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. ફરિયાદી એ તેને ગાળો બોલવાની ના પાડતાં જ તેમને ત્રણ લાફા ઝીંકી દીધા હતા.
બાદમાં દર્દીએ મુકેશને ધમકી આપી કે, તું મને હોસ્પિટલ નથી લઈ જતો ને હું તને સાજો થઈને આવ્યે પછી જાનથી મારી નાખીશ. મુકેશે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરતા તાત્કાલિક પોલીસ દોડી આવી હતી.
આ અંગે મુકેશે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સાજીદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ માં પોલીસ એ આ અંગે ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર