અમદાવાદમાં Corona રિયાલિટી ભયાવહ: મિનિટોમાં આવતી 108 હવે 5-6 કલાકે મળશે! રોજ 25000 Call

અમદાવાદમાં Corona રિયાલિટી ભયાવહ: મિનિટોમાં આવતી 108 હવે 5-6 કલાકે મળશે! રોજ 25000 Call
પ્રતિકાત્મક તસવીર

108 પર કોઇ વ્યક્તિ એક વાર નોંધ કરાવ્યા બાદ પણ સતત કોલ કર્યા કરે છે. જેથી અન્ય સ્થળે આવતા કોલને રીસીવ નથી કરી શકાતા.

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા કોરોના કેસોને લઇને રાજ્યમાં આરોગ્યને લગતી સેવાઓ અને સાધનો ખુટી પડ્યા છે. તેવા સમયમાં 108ની સેવા પર સખત ભારણ વધી ગયુ છે. 108ના ચીફ ઓપરેટીંગ ઓફિસર જસંવત પ્રજાપતિના જણાવ્યા મુજબ કોરોના સિવાયના સામાન્ય દિવસોમાં સરેરાશ આઠ હજાર કોલ આવતા હતા. પરંતુ બાદમાં કોરોના સંક્રમણ વધતા હાલ તે સરેરાશ 14000 કોલ સુધી પહોંચ્યા છે . ત્યારે હવે તબક્કા વાર 108 પર આવતા ઇમરજન્સી કોલની સંખ્યા વધીને 25000 સુધી પહોંચી છે. જેથી આ સ્થિતિને પહોંચી વળવા માટે વઘારાનો સ્ટાફ પણ રોકવામાં આવ્યો છે.

અમદાવાદની વાત કરીએ તો, પહેલા 50 જેટલી એબ્યુલન્સ કાર્યરત હતી. તે વધારીને 150 જેટલી કરવામાં આવી છે. કારણ કે, એક કોલ આવ્યા બાદ દર્દીને હોસ્પિટલ પહોંચાડવા સુધીમાં સરેરાશ એક કલાકનો સમય જાય છે, જેથી એબ્યુલન્સ વધારવામાં આવી રહી છે.તેમણે એમ પણ જણાવ્યુ છે કે, 108 પર કોઇ વ્યક્તિ એક વાર નોંધ કરાવ્યા બાદ પણ સતત કોલ કર્યા કરે છે. જેથી અન્ય સ્થળે આવતા કોલને રીસીવ નથી કરી શકાતા. માટે એકવાર 108 માં નોંધ કરાવ્યા બાદ કોલ ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચોગાંધીનગર: Coronaમાં લાપરવાહી મોંઘી પડશે, બાળકોને કેવી દવા કરવી તબીબો ચિંતિત, ત્રીજી લહેરમાં ડબલ ડોક્ટરો જોઈશે

ઉલ્લેખનીય છે કે 108નો સ્ટાફ રાત દિવસ જોયા વિના સતત કોવિડના દર્દીઓ માટે સેવા કરી રહ્યો છે અને તેમાં તેમનું જાનનું જોખમ પણ રહેલું હોય છે . ત્યારે હજુ આવનારા દિવસોમાં 108માં આવી જ કપરી સ્થિતિ રહે તેવી શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી હતી.

સી આર પાટીલનું આહવાન, ભાજપના દરેક સંસદ સભ્યો-ધારાસભ્યોએ 100 બેડની covid કેર સેન્ટર શરૂ કરે

બીજીબાજુ આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જીની અધ્યક્ષતામાં પ્રદેશ પદાધિકારી, સેલ મોરચાના પ્રમુખ, કારોબારી સભ્યો, જિલ્લા મહાનગરના પ્રમુખ મહાઓ, પંચાયતના પ્રમુખઓ ,સંસદ સભ્ય ઓ, ધારાસભ્ય,અને આઠ મહાનગરના મુખ્ય પદાધિકારીઓ, સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી.

આ પણ વાંચો - રાજકોટમાં શરમજનક ઘટના: Coronaથી વૃદ્ધાનું મોત થતા મૃતદેહ છોડી પરિવાર રફૂચક્કર, અંતિમવિધી અટકી

આ બેઠકમાં સી આર પાટીલે મારું પેજ કોરોના મુક્ત"* વિચાર ઉપર ભાર મૂક્યો હતો તેમજ ધારાસભ્યઓ, જિલ્લા મહાનગરના પદાધિકારીઓને અપીલ કરી હતી કે ચૂંટાયેલી પાંખની જવાબદારી છે કે પોતાના વિસ્તારના પેજ સમિતિના સભ્યો અને એમના પરિવારની કાળજી લેવી સાથે સાથે એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને covid કેર સેન્ટર વધુમાં વધુ શરૂ કરવા. તેમણે કહ્યું કે, તમામ ધારાસભ્ય,સાંસદો 100 બેડ ના આઇસોલેશન કોવિડ કેર સેન્ટર નિર્માણ કરવી જોઈએ.
Published by:kiran mehta
First published:April 18, 2021, 23:24 pm

ટૉપ ન્યૂઝ