અમદાવાદ: પીવાના પાણીની અછત, શહેરમાં 100 તળાવ પણ બધા જ ખાલીખમ

News18 Gujarati
Updated: May 4, 2019, 9:34 AM IST
અમદાવાદ: પીવાના પાણીની અછત, શહેરમાં 100 તળાવ પણ બધા જ ખાલીખમ
ખાલીખમ પંચાતળાવ

ન્યૂઝ-18 ગુજરાતીએ અમદાવાદનાં તળાવો અંગે અહેવાલ તૈયાર કર્યો ત્યારે જે તથ્યો સામે આવ્યો તે જોઇને તમને પણ આચકો લાગશે

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ: દેશની અર્થ વ્યવસ્થામાં પાણીનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને પાણીના સંગ્રહમાં તળાવોની ખૂબ અગત્યતા હોય છે. તમને જાણીને આનંદ થશે કે અમદાવાદ શહેરમાં ૧૦૦થી વધારે તળાવો છે. તો એ જાણીને દુઃખ પણ થશે કે તમામ તળાવો ખાલીખમ છે.આટલી મોટી સંખ્યામાં તળાવો હોવા છતાં અમદાવાદને પીવા માટેનું પાણી બીજી જગ્યાએથી લાવવું પડે છે..આખરે કેમ આ તળાવો ભરાતા નથી અને હાલ તેમની સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયાસ ન્યૂઝ-18 ગુજરાતીએ કર્યો ત્યારે જે અહેવાલ સામે આવ્યો તે જોઇને તમને પણ આચકો લાગશે. 'અમદાવાદ' એક સમયે આ શહેર સાબરમતી નદીના કારણે ઓળખાતું. બારેમાસ નદી એવી વહેતી કે પાણીની સુવિધાના કારણે જ શહેર વધતું ચાલ્યું ગયું.પણ અમદાવાદ શહેર આજે ગગનચુંબી ઇમારતો સાથે કોક્રિટના જંગલ બની રહ્યા છે..શહેરનો વ્યાપ ૬૪૪ ચોરસ કિલોમીટર ફેલાયો છે. સમય જતાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતનો સમાવેશ અમદાવાદ થયો. આજે આ શહેર ભારત દેશની સાથી ઝડપી વિકાસ કરતી કોર્પોરેશનની હદમાં આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક ગામ સમાવિષ્ટ થયા. જેની સાથે ગામના તળાવ પર કોર્પોરેશની હદમાં આવ્યા. તળાવનો વિકાસ પણ જોરશોરથી કરવામાં આવ્યો છે.

કોર્પોરેશનના સત્તાધીશો હોય કે પછી ઔડા તેના સત્તાધીશોએ મત મેળવવા માટે તળાવો વિકસાવવાની વાત કરી.પરંતુ મહાનગરપાલિકાના શાસકોની અણ આવડતના કારણે આજે શહેરના તમામ તળાવનો સુકાઈ ગયા છે. જો આ તળાવનો યોગ્ય વિકાસ થયો હોત તો આજે અમદાવાદને પાણી માટે અન્ય સ્રોત પર નિર્ભર રહેવું પડ્યું નહોત. આજેય શહેરના અનેક વિસ્તારોમાં પુરતું પાણી નહીં આવવાની ફરિયાદો ઉઠતી જ રહે છે.

આ પણ વાંચો- કરોડોની કટકી! 4200નો હતો કોન્ટ્રાક્ટ બનાવ્યા માત્ર 2200 જ આવાસ

ન્યુઝ-૧૮ ગુજરાતીની ટીમ દ્વારા શહેરના તળાવમાં કેટલું પાણી છે. વર્તમાન તળાવની સ્થિતિ શું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. તમામ તળાવોની મુલાકાત લીધી તો અનેક ચોંકાવનારી માહિતી સામે આવી. શહેરના મોટા ભાગના તળાવ ખાલીખમ જોવા મળ્યા હતા. લોકોએ ચંડોળા તળાવને તો ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી દીધું છે. ક્યાંક લોકો તરફથી તળાવની આસપાસ દબાણ કરાયું હોવાનું સામે આવ્યું..વળી કેટલાક તળાવ માત્ર કાગળ પર રહી ગયા છે..તો વળી કેટલાક તળાવનો ઉપયોગ માત્ર દૂષિત પાણી છોડવા માટે કરાતો હોય તેવું લાગ્યું.

વિકાસના દાવાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બગીચાઓની સાથે કરોડોના ખર્ચે તળાવોનું નિર્માણ કરાવ્યું..આ તળાવો એક સમયે કૌભાંડને લઈને પણ ચર્ચામાં આવી ચુક્યા છે..પરંતુ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા આ તળાવો ખાલીખમ રહેતા એક રીતે પ્રજાના ટૅક્સના પૈસા પાણીમાં ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે..જે શાસકો તળાવોને સારી રીતે સાચવી શકતાં નથી તેઓ શહેરનો વહીવટ કેવો ચલાવે છે તેનો અનુભવ અવારનવાર લોકોને થતો જ રહે છે.
First published: May 4, 2019, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading