અમદાવાદઃ સાઉથ બોપલમાં સટ્ટો રમતા 10 યુવકો પકડાયા, ફટાફટ વાંચો નામ


Updated: December 14, 2019, 9:34 PM IST
અમદાવાદઃ સાઉથ બોપલમાં સટ્ટો રમતા 10 યુવકો પકડાયા, ફટાફટ વાંચો નામ
પકડાયેલા આરોપીઓની તસવીર

આરોપીઓ બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમાડતા હતા. ઝડપાયેલા આરોપીઓનું ઇન્ટરનેશનલ બુકીઓ સાથે કનેક્શન જોવાની શક્યતા જણાઇ રહી છે.

  • Share this:
અમદાવાદના (Ahmedabad)સાઉથ બોપલ (south bopal) વિસ્તારમાં આવેલા ઓર્ચિડ એલિગન્સ નામના ફ્લેટમાં ચાલતા ક્રિકેટ સટ્ટાના (Cricket betting) રેકેટનો બોપલ પોલીસે (bopal police) પર્દાફાશ કર્યો છે. પોલીસ 10 બુકીઓની ધરપકડ કરી 88 મોબાઇલ, 5 લેપટોપ, 2 એલસીટી ટીવી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓ બાંગ્લાદેશ પ્રિમિયર લીગની (Bangladesh Premier League) મેચ પર સટ્ટો રમાડતા હતા. ઝડપાયેલા આરોપીઓનું ઇન્ટરનેશનલ બુકીઓ સાથે કનેક્શન જોવાની શક્યતા જણાઇ રહી છે. આરોપીઓએ ઇન્ડિયા-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની 20-20 મેચ પર પણ સટ્ટો રમાડ્યો હતો.

આ પણ વાંચોઃ-જો તમે સ્માર્ટફોન પાસે રાખીને ઊંઘો છો? તો આ સમાચાર જરૂર વાંચો

બોપલ પોલીસ સ્ટેશનના પી.આઈ એ.એમ. બ્રહ્મભટ્ટને બાતમી મળી હતી કે, ઓર્ચિડ એલિગન્સમાં ઇ-બ્લોકના એક ફ્લેટમાં કેટલાક શખ્સો ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ ચલાવી રહ્યા છે. જેના આધારે પોલીસે મોડી રાત્રે ફ્લેટમાં દરોડો પાડી બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમાડતા 10 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા.

આ પણ વાંચોઃ-સુરત પોલીસે મહિલાને પકડી, નોકરાણી બનીને કર્યું હતું આવું કારસ્તાન

પોલીસે ફ્લેટમાં જોતા આખુ ક્રિકેટ સટ્ટો રમાડવાનું નેટવર્ક ઉભુ કરેલું જોવા મળ્યું હતુ. પોલીસને 57 જેટલા બોબડી લાઇનના ફોન, 31 સ્માર્ટ ફોન મળી 88 ફોન કબ્જે કર્યા હતા. જ્યારે 5 લેપટોપ, એલસીટી ટીવીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓએ થોડા દિવસ પહેલા જ ઇન્ડિયા-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલતી 20-20 મેચ પર સટ્ટો રમાડ્યો હતો. ત્યારબાદ તેઓ હાલમાં ચાલતી બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમાડી રહ્યા હતા. આરોપી ધવલ ઠક્કર આ સટ્ટા રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.આ પણ વાંચોઃ-બહેનના લગ્નમાં ત્રણ લાખ રૂપિયા માટે કેમ જીદે ભરાઈ હતી સાનિયા મિર્ઝા?

આરોપીઓના નામ
રાહુલ ઠક્કર
ધવલ ઠક્કર
ધિમંત સિલુ
મિહિર ઠક્કર
અનમોલ ઠક્કર
કૃણાલ ઠક્કર
કલ્પેશ ઠક્કર
નરસંગ બ્રાહ્મણ
ધિરેન ઠક્કર
કિશોર ગંગવાણી
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर