અમદાવાદ : ચલ તને બિસ્કિટ અપાવું કહી પાડોશી સગીરાને ઘરે લઈ ગયો, ખાટલામાં સુવડાવી ચુંબનો કર્યા

અમદાવાદ : ચલ તને બિસ્કિટ અપાવું કહી પાડોશી સગીરાને ઘરે લઈ ગયો, ખાટલામાં સુવડાવી ચુંબનો કર્યા
પ્રતિકાત્મક તસવીર

10 વર્ષની પુત્રીને ઘર નજીક દૂધ લેવા મોકલી હતી. તે દૂધ લેવા ગઈ હતી. બાદમાં દૂધ લઈને પરત આવતી હતી ત્યારે તેને રસ્તામાં ત્યાં જ રહેતો ઉમેશ મળ્યો હતો

  • Share this:
અમદાવાદ: શહેરમાં દિવસે ને દિવસે મહિલાઓ કે સગીરા પર થતા અત્યાચાર ના (Woman Molestation case) કિસ્સા માં વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતો વચ્ચે શહેરના કાગડાપીઠ વિસ્તારમાં (Kagadapith Ahmedabad) એક એવો બનાવ બન્યો જે સાંભળીને રૂવાટા ઉભા થઇ જાય. એક 10 વર્ષની (10 years old Girl) સગીરા દૂધ લેવા ગઈ ત્યારે હેવાન પાડોશીએ સગીરાને બિસ્કિટની લાલચ આપીને ઘરે લઈ ગયો હતો. ત્યાં ખાટલામાં સુવાડી (Girl Molested) તેને ચુંબનો કર્યા હતા. આસપાસના લોકો દોડી આવતા જ આરોપી નાસી છૂટ્યો હતો. અમદાવાદમાં (Ahmedabad crime) દિનપ્રતિદિન ગુનાના જુદા જુદા કિસ્સાઓ સંભળાતા હોય છે, તેવામાં આ એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો હતો. જોકે, મામલો પોલીસ મથકે (Ahmedabad Police) પહોંચતા હવે તપાસના આધારે તથ્યો જાણવા મળે તેવી શક્યતા છે.

બનાવની વિગત એવી છે કે જૂના અમદાવાદના  રાયપુર દરવાજા પાસે એક ચાલીમાં 30 વર્ષીય મહિલા રહે છે. તેના પરિવારમાં બે દીકરી એક દીકરો અને પતિ તથા સાસુ છે. તેમની 10 વર્ષની એક પુત્રી ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આજે સવારે આ મહિલાએ તેની 10 વર્ષની પુત્રીને ઘર નજીક દૂધ લેવા મોકલી હતી. તે દૂધ લેવા ગઈ હતી. બાદમાં દૂધ લઈને પરત આવતી હતી ત્યારે તેને રસ્તામાં ત્યાં જ રહેતો ઉમેશ મળ્યો હતો. આ ઉમેશે સગીરાને બિસ્કિટ અપાવવાની લાલચ આપી તેના ઘરે લઈ ગયો હતો.આ પણ વાંચો : અમદાવાદ : એક એવી પત્નીને પોલીસે પકડી જેણે ત્રણવાર પ્રેમના ખેલ ખેલ્યા, ફિલ્મને ટક્કર મારે એવી કહાણી

ઘરે લઈ ગયા બાદ આ સગીરાને તેને ખાટલામાં સુવાડી અને બાદમાં તેને ચુંબન કરવા લાગ્યો હતો. સગીરા પાડોશીના આ વર્તનથી ગભરાઈ ગઈ અને ત્યાંથી નાસી છૂટી હતી. બાદમાં રડતા રડતા સગીરા ઘરે પહોંચી અને તેની માતાને આ ઘટનાની જાણ કરી હતી. સગીરાની માતા એ તેમના પતિ અને અન્ય પરિવારજનો ને જાણ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : માસ્ક મામલે પોલીસ અને યુવક વચ્ચે માથૂકટ, ઘર્ષણના ફિલ્મી દૃશ્યો સોશિયલ મીડિયામાં Viral

આસપાસના લોકો ત્યાં ઉમેશના ઘરે પહોંચ્યા તો તે ઘર બન્ધ કરીને ફરાર થઈ ગયો હતો. આખરે આ મામલે કાગડાપીઠ પોલીસને જાણ કરતા પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જે પાડોશી સગીરાને કાયમ ખરાબ નજરથી જોતો હશે તેણે એક દિવસ પોત પ્રકાશ્યું હતું. આવી કેટલીય દીકરીઓ નરાધમોની મેલી મુરાદનો ભોગ બનતી હોય છે ત્યારે પોલીસ આવા શખ્સોને ઝડપીને તેનમને પાઠ ભણાવે તે જ હિતાવહ છે.
Published by:Jay Mishra
First published:September 26, 2020, 06:52 am