Home /News /madhya-gujarat /

અમદાવાદઃ 10 વર્ષના બાળકનું અપહરણ, ક્રાઇમ બ્રાંચે હેમખેમ શોધી કાઢ્યો

અમદાવાદઃ 10 વર્ષના બાળકનું અપહરણ, ક્રાઇમ બ્રાંચે હેમખેમ શોધી કાઢ્યો

તસવીર ડાબેથી (આરોપી, તેમજ અપહરણ થયું હતું તે બાળક લકી)

અમદાવાદના મેઘાણીનગરમાંથી 10 વર્ષના બાળકનું અપહરણ થયું હતું . જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શામળાજી પાસેથી હેમખેમ શોધી કાઢ્યો છે.

    હર્મેષ સુખડિયા, અમદાવાદ

    અમદાવાદના મેઘાણીનગરમાંથી 10 વર્ષના બાળકનું અપહરણ થયું હતું . જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શામળાજી પાસેથી હેમખેમ શોધી કાઢ્યો છે. અને આરોપીની ધરપકડ કરી છે. અંગત અદાવતમાં બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું પોલીસનું માનવું છે.

    મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મેઘાણીનગરમાં આવેલી પાંચ તલાવડા સોસાયટીમાં ભવરલાલ નંદલાલ શર્મા પરિવાર સાથે રહે છે. તેમના 10 વર્ષના પુત્ર આયર્ન ઉર્ફે લક્કીનું પોતાના ઘર બહારથી જ અપહરણ કરીને જતા રહ્યા હતા. આયર્ન ઘરમાં પરત ન ફરતા માતા-પિતાએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. જોકે, આ અંગે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સરદારભાઇ તેને ખેંચીને લઇ જતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે પિતાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

    આ પણ વાંચોઃ- અમદાવાદ: યુવકનું અપહરણ કરી તેની કાર અને રોકડ લઇ ગઠિયા ફરાર

    ફરિયાદના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શામળાજી પાસેથી આરોપી સરદારભાઇની ચંગુલમાંથી આયર્નને છોડાવીને હેમખેમ ઘરે પરત લાવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી સરદારભાઇને આશરે દસ મહિના પહેલા ભવરલાલે પોતાની ટ્રેડિંગની ગાડી ચલવવા માટે નોકરીએ રાખ્યો હતો. ત્યારબાદ થોડા મહિના કામ કરીને રજાઓ ઉપર ઉતરી ગયો હતો. રજાઓથી પરત ફરીને સરદારભાઇએ તેમની પાસેથી પગારના બાકી નીકળતા પૈસા માંગ્યા હતા. જોકે, તેમનાથી તાત્કાલીક પૈસા થયા ન્હોતા.

    આ પણ વાંચોઃ-સુરતના યુવકનું અપહરણ બાદ છૂટકારો, 2 મહિલા સહિત 8 લોકોની ધરપકડ

    જેને ધ્યાનમાં રાખીને સરદારભાઇને મહેશભાઇનો ફોન ઉપર તેના ભાઇ પાસેથી પૈસા કઢાવતા આવે છે એવી ધમકી આપી હતી. ત્યારબાદ સરદારભાઇ સોમવારે સાંજે અંગત અદાવતનો ખાર રાખીને ભવરલાલના પૂત્રનું અપહરણ કરવાના ઇરાદે તેમના ઘરની પાસે આવ્યો હતો. અને ઘર બહાર મોબાઇલમાં ગેમ રમતા આયર્નને કાકા બોલાવે છે તેમ કહીને હાથ પકડીને ખેંચી ગયો હતો. આમ અંગત અદાવદમાં સરદારભાઇએ 10 વર્ષના આયર્નનું અપહરણ કરીને શામળાજી પાસે લઇ ગયો હતો. જોકે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આયર્નને શોધી કાઢી હેમખેમ ઘરે લાવ્યો હતો. અને આરોપીની ધરપકડ કરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Boy kidnapped, અમદાવાદ, ક્રાઇમ બ્રાંન્ચ, ગુજરાત, પોલીસ`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन