Home /News /madhya-gujarat /

અમદાવાદઃ દેવું ઉતારવા કર્યું 10 વર્ષના બાળકનું અપહરણ, પ્રતિકાર કરતા કરી હત્યા

અમદાવાદઃ દેવું ઉતારવા કર્યું 10 વર્ષના બાળકનું અપહરણ, પ્રતિકાર કરતા કરી હત્યા

10 વર્ષના રૂદ્રની હત્યા પાડોશી યુવકે જ કરી હતી

પ્લાન મુજબ તેણે પાડોશમાં રહેતા સગીર આરોપીની મદદથી 10 વર્ષના રૂદ્રને શિકાર બનાવવાનું નક્કી કર્યુ હતું.

અમદાવાદઃ શહેરમાં 10 વર્ષના બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. દીપ નામના આરોપીને દરેક મોજશોખ પુરા કરવાની લત લાગી હતી. તે માટે તે ગમે તે હદે જવા તૈયાર હતો. મોજશોખ પુરા કરવામાં તેના પર ઘણું દેવું થઈ ગયું હતું. આ માટે તેણે બાળકનું અપહરણ કરી ખંડણી માગવાનો ખતરનાક પ્લાન ઘડ્યો હતો.

પોર્નોગ્રાફી જોવાના બહાને બાળકને લઈ ગયા

પ્લાન મુજબ તેણે પાડોશમાં રહેતા સગીર આરોપીની મદદથી 10 વર્ષના રૂદ્રને શિકાર બનાવવાનું નક્કી કર્યુ હતું. તે મુજબ સગીર આરોપી રૂદ્રને પોર્નોગ્રાફી જોવાના બહાને તેને મકાનની પાછળના ભાગે આવેલા મેદાનમાં લઈ ગયો હતો અને મેદાનમાંથી સ્કૂટર પર બેસાડી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ રૂદ્રએ પ્રતિકાર કરતા અને પોતાનો પ્લાન નિષ્ફળ જવાની બીકે આરોપીએ રૂદ્રનું મોઢું દાબી દીધું હતું. રૂદ્રએ આમ છતાં પ્રતિકાર કરતા આરોપીએ રૂદ્રના ગળા પર છરીનો ઘા માગી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને તેને ત્યાં જ ફેંકી આરોપીઓ પાણીપુરી ખાવા જતા રહ્યા.

ફોન આવ્યો અને આરોપીઓ પકડાયા

હત્યા બાદ આરોપીઓ સ્કૂટર પર રૂદ્રને બેસાડીને તેના પર સ્વેટર ઢાંકીને ભાટ ટોલનાકા પાસે ફેંકી આવ્યા હતા. ત્યારબાદ તેઓ સતત રૂદ્રના પિતાની સાથે દરેક કાર્યવાહીમાં સાથે રહેતા હતા. જોકે, શુક્રવારે બપોરે અચાનક જ રૂદ્રની બહેનના મોબાઈલ પર કોલ આવ્યો અને રૂદ્રનો મૃતદેહ ભાટ ટોલનાકા પાસે પડ્યો હોવાનું કહ્યું હતું. જેથી રૂદ્રના પરિવારજનોએ સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી. પોલીસે મોબાઇલ નંબરના આધારે તપાસ કરતાં આરોપીઓનું પગેરૂ મળી આવ્યું અને ગણતરીના કલાકોમાં આરોપી દિપ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

હત્યામાં બે કિશોરની પણ સંડોવણી


એક મહિનાથી ઘડ્યો હતો પ્લાન

રૂદ્રની હત્યામાં આરોપીની સાથે હત્યા કરવામાં તેની પાડોશમાં રહેતો એક કિશોર પણ સામેલ હતો. આરોપીઓનો પ્લાન 20 લાખની ખંડણી માંગવાનો હતો. આરોપીઓ છેલ્લા એક મહિનાથી આ પ્લાન ઘડી રહ્યા હતા. રૂદ્રના મકાન પાસે રેકી પણ કરતા હતા. આ કેસમાં પણ દિલ્હીના પ્રદ્યુમન હત્યા કેસમાં સગીર આરોપીની માનસિકતાને જોઈને કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, સવાલ એ છે કે 31 ડિસેમ્બરના નામે ચેકિંગ સઘન કરવાના દાવા સાથે રૂદ્રને લઈ જતા આરોપીઓ પોલીસથી કેવી રીતે બચી ગયા? હત્યા કરાયેલી જગ્યાથી ભાટ ટોલનાકા સુધીના લાંબા અંતરમાં પોલીસને કેમ શંકા ન ગઈ?
First published:

Tags: 10 year rudra murder, Child kidnapped, Deep, Kidnapping for ransom, Neighbor kidnapped child, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन