અમદાવાદથી 10 ટ્રેનો શરૂ : પહેલાં જ દિવસે પેસેન્જરોને વ્યવસ્થાના અભાવે રઝળવાનો વારો આવ્યો

અમદાવાદથી 10 ટ્રેનો શરૂ : પહેલાં જ દિવસે પેસેન્જરોને વ્યવસ્થાના અભાવે રઝળવાનો વારો આવ્યો
પ્રવાસીઓને પ્રવેશ યોગ્ય રીતે ન અપાતા તેઓ રોડ પર અટવાઈ ગયા હતા.

પ્રવાસીઓને રેલવે સ્ટેશન પરિસરથી અંદર પ્રવેશ ન અપાતો તેઓને રીતસરનો રઝળવાનો વારો આવ્યો હતો. આવી રીતે અનલૉક થશે રેલવે એવા સવાલો ઉઠ્યા

  • Share this:
સાંજે પાંચ વાગ્યા થી નવ જેટલી ટ્રેનો એક પછી એક અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી lockdown બાદ પ્રથમવાર રવાના થવાની શરૂઆત થઇ જો કે જે તે સમયે ટ્રેન હોય તે જ પ્રવાસીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો બાકીના તમામ પ્રવાસીઓ રેલવે સ્ટેશનની બહાર રોડ ઉપર રઝળતા જોવા મળ્યા અને ટોળામાં પ્રવાસીઓ બેઠા હતા સોશિયલ distance ના પણ ધજાગરા ઉડ્યા જોવા મળ્યા જોકે રેલવે પ્રશાસને તેની કોઇ તસ્દી ન લીધી અને તેમને રેલવે પરિશર માં અંદર પણ ન લીધા, તેમના બેસવાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી.

આજ રોજ ટ્રેનસેવા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે શરૂ થતાં રેલવે ડી આર એમ દીપકકુમાર ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમને જણાવ્યું કે આજથી અમે 10 વિશેષ ટ્રેનો દોડાવી રહ્યા છે અને આગળ જતાં રેલવેને તેના sedual પ્રમાણે ચલાવવાની પૂરી કોશિશ કરવામાં આવશે અને રેલવે સ્ટેશન ખાતે આવતા પ્રવાસીઓને પણ અંદર જગ્યા મળી રહે તેવી વ્યવસ્થા કરીશું  તેવું જણાવ્યું છે.. ઉલ્લેખનીય છે કે ન્યૂઝ 18 દ્વારા પ્રવાસીઓ સાથે થઈ રહેલી કનડગત વિષે ડીઆરએમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.આ પણ વાંચો :  ગાંધીનગર : અંબાપુરના તળાવમાં મર્સિડિઝ ખાબકી, પતિ-પત્નીનો ડૂબવાનો Video વાયરલ

એક તરફ પ્રવાસીઓ એ ટ્રેન શરૂ થતાં રાહતનો શ્વાસ લીધો છે ત્યારે બીજી તરફ પ્રશાસને લોકોને પ્લેટફોર્મ પર કે રેલવે પરિસરમાં પ્રવેશ ન આપતા અને તેમના સિંટિંગ માટેની કોઈ વ્યવસ્થા ન કરતા લોકોએ કલાકો સુધી રેલવે સ્ટેશનની બહાર રોડ ઉપર  રઝળવાનો વારો આવ્યો.પરિણામે સોશિયલ distance પણ જળવાયુ ન હતું.તેથી રેલવે પ્રશાસન દ્વારા આ તરફ પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી બને છે. જેથી પ્રવાસીઓ સાથે પશુઓ જેવો વ્યવહાર ન થાય અને તેમને ટિકિટ હોવા છતાં રોડ પર રઝલવું ન પડે.
Published by:News18 Gujarati
First published:June 01, 2020, 19:15 pm