Home /News /madhya-gujarat /

દારૂબંધીની ઐસીતૈસી: અ'વાદનાં 10 પોલીસકર્મીઓ દારૂની 51 બોટલ સાથે ઝડપાયા

દારૂબંધીની ઐસીતૈસી: અ'વાદનાં 10 પોલીસકર્મીઓ દારૂની 51 બોટલ સાથે ઝડપાયા

આ દસેય પોલીસ કર્મી પર આરોપ છે કે તેઓ બીજા રાજ્યોમાંથી દારૂ લઇને આવતા હતાં અને પછી શહેરમાં તેનો ધંધો કરતા હતાં.

આ દસેય પોલીસ કર્મી પર આરોપ છે કે તેઓ બીજા રાજ્યોમાંથી દારૂ લઇને આવતા હતાં અને પછી શહેરમાં તેનો ધંધો કરતા હતાં.

    અમદાવાદ: કહેવત છે ને 'જ્યાં વાડ જ ચીભડા ગણતી હોય..' તેવા ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધીના નિયમનું પાલન થાય તેવા કોઇ જ અણસાર લાગતા નથી.  સતત દારુનાં અડ્ડા અને બુટલેગરનાં ગુનાઓ ગુજરાત પોલીસ કમિશ્નરની ડાઇરીમાં  અવ્વલ નંબર પર છે. છેલ્લાં ઘણાં સમયથી બુટલેગર કે સ્થાનિકો પાસેથી દારુ ઝડપાયો હોવાનાં કેસીસ સામે આવતા હતા પણ આ વખતે તો હદ જ થઇ ગઇ ગુજરાત પોલીસનાં 10 કર્મચારીઓ દારૂની 51 બોટલ સાથે ઝડપાયા છે. આ ઘટનાથી હાલમાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગયો છે.

    શહેરનાં ઓઢવ વિસ્તારમાંથી 51 બોટલ દારૂ સાથે 10 પોલીસકર્મીઓ ઝડપાયા છે. આ તમામ પોલીસ કર્મીઓ ઓઢવ વિસ્તારમાં હેડક્વાટર અને SRPFનાં જવાનો હોવાનું સામે આવ્યું છે. આ દસેય પોલીસ કર્મી પર આરોપ છે કે તેઓ બીજા રાજ્યોમાંથી દારૂ લઇને આવતા હતાં અને પછી શહેરમાં તેનો ધંધો કરતા હતાં.

    તમામ 10 પોલીસ કર્મીની ધરપકડ
    આ તમામની હાલમાં ધરપકડ કરી લેવામાં આવી છે આ કેસમાં તેમની સખત પુછપરછ કરવામાં આવશે. કાયદા મુજબ દસેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

    ગત બે વર્ષમાં ગુજરાતમાં વધ્યા છે દારૂનાં અડ્ડા

    રાજ્યભરમાં છેલ્લા 2 વર્ષમાં બુટલેગર અને દારૂના અડ્ડાઓ વધ્યા હોવાનું વિધાનસભાનાં પ્રશ્નોતરીકાળમાં ચર્ચા થઇ હતી. રાજ્યભરમાં બે વર્ષમાં કૂલ 7612 દારૂ પકડાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં દારૂ ઝડપાયાની ફરિયાદ નોંધાઇ છે. અમદાવાદમાં સૌથી વધુ 2239 દારૂના અડ્ડાઓની ફરિયાદ નોધવામાં આવી છે. જ્યારે વલસાડમાં 1491, સુરતમાં 622, મહેસાણામાં 491, બનાસકાંઠામાં 277, અને રાજકોટમાં 65 દારૂના અડ્ડાઓ ઝડપાયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

    ચાલુ ફરજે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો પોલીસ

    થોડા દિવસો પહેલાં જ ઈસનપુર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ચાલુ ફરજમાં દા રૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. આ પોલીસ કોન્સ્ટેબલ એલ.જી હોસ્પિટલમાં પોલીસ ટેબલ પર ફરજ બજાવતો હતો કોન્સ્ટેબલ હોસ્પિટલમાં દારૂ પીને ગાળાગાળી કરી રહ્યો હોવાની ઘટના હતી. જેની જાણ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી.  જે બાદ તે કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.

    દારૂબંધીનું પાલન ન થવાથી કોંગ્રેસે કર્યુ હતું વોકઆઉટ

    રાજ્યમાં દારુબંધીનો કડકપણે અમલ ન થવાનાં આરોપ સાથે વિપક્ષે  ગત વર્ષે  વિધાનસભાના પ્રશ્નોતરી સમયકાળમાં વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઇ ખરાડીએ પ્રશ્નોતરીમાં બનાસકાંઠામાં દારુના પકડાયેલા જથ્થા અને નાશને લઇને સવાલ પૂછ્યો હતો જેને લઇને કોંગ્રેસે સરકારને ઘેરી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે બનાસકાંઠા જિલ્લામાં રુ. 11 કરોડથી વધુનો દારુ પકડાયો હતો જ્યારે ફક્ત રુ. 6 કરોડના દારુના જથ્થાનો નાશ કરાયો હતો. અટલે કે ફક્ત 50 ટકા દારુનો જ નાશ કરાયો હતો.

    CMનાં રાજકોટ નિવાસની નજીકમાં વેચાય છે દારૂ

    રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ સ્થિત નિવાસ સ્થાનની આસપાસ જ દારૂ કોઇ જ રોકટોક વગર વેચાવાનાં સમાચાર પણ એક સમયે વાઇરલ થયા હતાં. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો. આ તમામ ઘટનાઓ જ દર્શાવે છે કે દારૂબંધી માટે સરકાર અને પોલીસની કામગીરી કેવી પોલમપોલ છે
    Published by:Margi Pandya
    First published:

    Tags: 10 Police arrested, With 60 boxes of Liquor, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन