રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1056 નવા કેસ, 1138 દર્દી સાજા થયા, 20નાં મોત

રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1056 નવા કેસ, 1138 દર્દી સાજા થયા, 20નાં મોત
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કુલ કેસનો આંકડો 72,000 હજારને પાર, જાણો ક્યા જિલ્લામાં નોંધાયા કેટલા કેસ

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં 10મી ઑગસ્ટે કોરોના વાયરસના 1056 નવા કેસ પોઝિટિવ (10 august Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1138 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 20 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 72,120ને પાર પહોંચી ગયો છે.

  રાજ્યમાં સુરતમાં (Surat corona cases) 24 કલાકમાં 236, અમદાવાદમાં (ahmedabad corona cases) 144, વડોદરામાં 106, રાજકોટમાં 96, અમરેલીમાં 42, કચ્છમાં 32, ભાવનગરમાં 50, જામનગરમાં 30. ગીર સોમનાથમાં 29, મોરબીમાં 25, પોરબંદરમાં 25, ભરૂચમાં 20, સુરેન્દ્રનગરમાં 20, મહેસાણામાં 19, ગાંધીનગરમાં 26, પંચમહાલમાં 18, વલસાડમાં 18, જૂનાગઢમાં 18, ખેડામાં 15, દાહોદમાં 14, પાટણમાં 13, નર્મદામાં 11, મહીસાગર, નવસારીમાં 9-9, બનાસકાઠામાં અને સાબરકાંઠામાં 8-8, દેવભૂમિ દ્વારકામાં 5 બોટાદમાં 3, આણંદ, છોટાઉદેપુરમાં 2-2, અરવલ્લીમાં, તાપી, જામનગર જિલ્લામાં1-1 મળીને કુલ 1056 નવા કેસ નોંધાયા છે.


  આ પણ વાંચો :  મોરબી : 'તારા પટ્ટા-ટોપી ઉતારવી દઈશું, તું ખુરશી પર કેમ બેસે છે એ જોઈ લઈશું', મહિલા PSIને ધમકી

  દરમિયાન રાજ્યમાં અમદાદાવદ શહેરમાં 4, સુરતમાં 8, વડોદરામાં 2. અમરેલીમાં 1, ભાવનગર, મહેસાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 દર્દીનાં નિધન થયા છે. 24 કલાકમાં કુલ 20 દર્દીનાં નિધન થયા છે. જ્યારે અત્યારસુધીમાં રાજ્યમાં 2674 દર્દીનાં નિધન થયા છે.

  રાજ્યમાં 10મી ઑગસ્ટે સાંજે 6.00 વાગ્યાની સ્થિતિ મુજબ 14,170 એક્ટિવ કેસ ચે, 76 દર્દીઓ આ પૈકીના વેન્ટીલેટર પર છે, જ્યારે 1409 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 55276 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 76.64  (Gujarat corona recovery rate)ટકાએ પહોંચ્યો છે.

    આ પણ વાંચો :  અમદાવાદ : ધોળકામાં 2 મહિલા, બાળકીની ઘાતકી હત્યા કરનાર આરોપી ઝડપાયો, ખૂની ખેલનું ખુલ્યું રહસ્ય

  રાજ્યમાં આજે કુલ 290604 ટેસ્ટ (gujarat covid per day test) કરવામાં આવ્યા હતા. આમ હાલમાં ગુજરાતમાં પ્રતિદિન પ્રતિમિલિયન 455.44 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
  Published by:Jay Mishra
  First published:August 10, 2020, 19:34 pm