રાજ્યમાં 24 કલાકમાં Corona ના 675 કેસ નોંધાયા, 21 દર્દીનાં મોત

News18 Gujarati
Updated: July 1, 2020, 8:47 PM IST
રાજ્યમાં 24 કલાકમાં Corona ના 675 કેસ નોંધાયા, 21 દર્દીનાં મોત
પ્રતિકાત્મક તસવીર

સુરત અને અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ, જાણો અન્ય જિલ્લાઓમાં પણ કેમ વધી રહ્યુ છે સંક્રમણ ?

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 675 નવા કેસ નોંધાયા છે જ્યારે 21 દર્દીનાં મોત થયા છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં સૌથી ગંભીર સ્થિતિ અમદાવાદ અને સુરતની છે. આજે અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને 215 કેસ નોંધાયા છે જ્યારે સુરતના 201 કેસ નોંધાયા છે. અત્યારસુધીમાં કુલ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ એક્ટિવ કેસ 7411 છે.

રાજ્યમાં અમદાવાદમાં 215, સુરતમાં 201, વડોદરામાં 58, નવસારીમાં 24, જામગનર શહેરમાં 15, ભરૂચમાં 15, વલસાડમાં 15, બનાસકાંઠામાં 12, સુરેન્દ્રનગરમાં 12, મહેસાણામાં 10, રાજકોટ શહેરમાં 9, કેડામાં 9, ગાંધીનગરમાં 8, આણંદમાં 8, જૂનાગઢ શહેરમાં 7, રાજકોટ જિલ્લામાં 6, પંચમહાલમાં 5, સાબરકાંઠામાં 5, મોરબીમાં 4, ભાવનગરમાં 3,અરવ્લીમાં , કચ્છ, ભાવનગર જિલ્લો, અમરેલી, જામગનર જિલ્લામાં 3-36 કેસ નોંધાયા છે. જ્યારે પાટણ, મહીસાગર, બોટાદ, દાહોદ , છોટાઉદેપુરમાં 2-2 અને નર્મદામાં અને ગીરસોમનાથમાં 1-1 મળી કુલ 675 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં રેકોર્ડબ્રેક 220 કેસ Corona પોઝિટિવ, 7નાં મોત,જાણો ક્યાં વધુ ચેપ ફેલાયો


રાજ્યમાં કોરોના વાયરસના કારણે 24 કલાકમાં 20 દર્દીનાં મોત થયા છે જેમાં અમદાવાદમાં 8, સુરતમાં 4, રાજકોટમાં 1, સુરતમાં 1, ભરૂચમાં 1. અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, અમરેલી, દાહોદ, દેવભૂમિ દ્વારકામાં 1 એમ કુલ 20 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં 7411 એક્ટિવ કેસ છે, જે પૈકીના 63 વેન્ટીલેટર પર છે.

અમદાવાદમાં સતત કેસમાં ઘટાડોદરમિયાન રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં કેસની સંખ્યા ઘટી રહી છે. અમદાવાદમાં સતત 9માં દિવસે કેસમાં ઘટાડો નોંધાયો છે. સતત 9મા દિવસે 250થી ઓછા કેસઃ નવા 215 કેસ સાથે કુલ પોઝિટિવ 21,128 કેસ, 8ના મોત થતા મૃત્યુઆંક 1449 થયો છે. જોકે, તેની સામે સુરતમાં સતત 200 કે તેથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે જેના કારણે અમદાવાદ બચાવવા જતા સુરત ગુમાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
First published: July 1, 2020, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading