દલિતોના ગરીબ પરિવારોને મરણોત્તર ૧ કરોડ ૩૦ લાખની સહાય ચુકવાઇ

News18 Gujarati
Updated: July 13, 2019, 10:43 PM IST
દલિતોના ગરીબ પરિવારોને મરણોત્તર ૧ કરોડ ૩૦ લાખની સહાય ચુકવાઇ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ જિલ્લામાં રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના અંતર્ગત લાભાર્થિઓને ૧ કરોડ ૩૦ લાખની સહાય ચુકવાઇ

  • Share this:
અનુસૂચિત જાતિના ગરીબ પરિવારો અને આર્થિક નબળા કુટુંબની વ્યક્તિના મરણ પ્રસંગે અંત્યેષ્ઠિ સહાય યોજના રાજ્ય સરકારનું સંવેદનશીલ પગલું છે. આ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના અંતર્ગત લાભાર્થિઓને ૧ કરોડ ૩૦ લાખની સહાય ચુકવાઇ હોવાનું સામે આવ્યું છે.

રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના અંતર્ગત અરજદાર લાભાર્થીએ તેના કુટુંબની વ્યક્તિના મરણ પ્રસંગે મરણ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા વાર્ષિક રૂપિયા ૪૭ હજાર અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂપિયા ૬૮ હજાર છે. કુટુંબના સભ્યના મૃત્યુ બાદ ૬ માસ સુધી અરજી કરી શકાય છે.

વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન પ્રસ્તુત માહિતી મુજબ અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ ૨૬૦૭ લાભાર્થીઓને આર્થિક સહાય ચુકવવામાં આવી છે જેની કુલ રકમ રૂ. ૧,૩૦,૩૫,૦૦૦/- છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉક્ત યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના કુટુંબની વ્યક્તિના મરણ પ્રસંગે ખર્ચમાં સહાયરૂપ થવા કફન-કાઠિ માટે રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવે છે.
First published: July 13, 2019, 10:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading