રૂ. 1, 2, 5,10નાં સિક્કાઓ વેપારી અને બેન્કોએ સ્વીકારવા જ પડશે

News18 Gujarati
Updated: June 27, 2019, 8:17 AM IST
રૂ. 1, 2, 5,10નાં સિક્કાઓ વેપારી અને બેન્કોએ સ્વીકારવા જ પડશે
પ્રતિકાત્મક તસવીર

રૂપિયા 1, 2, 5, 10 અને 50 પૈસાનાં સિક્કાઓ વેપારીઓએ અને બેન્કોએ બધાએ સ્વીકારવા જોઈએ.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : જો હવે ગ્રાહક હોય કે વેપારી બધાએ 5, 10 રૂપિયાનાં અને 50 પૈસાનાં સિક્કાઓ સ્વીકારવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રૂપિયા 1, 2, 5, 10 અને 50 પૈસાનાં સિક્કાઓ વેપારીઓએ અને બેન્કોએ બધાંએ સ્વીકારવા જોઈએ. દરેક પ્રકારનાં સિક્કાઓ માન્ય અને ચલણમાં માન્ય અને કાયદેસર ચલણ માટે ચાલુ જ રહેશે.

આરબીઆઈમાંથી વ્યક્તિગત મોબાઇલ પર મેસેજ પણ આવી રહ્યાં છે જેમાં પણ 10 રૂપિયાનાં સિક્કાઓ સ્વીકારવાનું કહેવામાં આવ્યું છે. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, '10 રૂપિયાનાં સિક્કાની 10 અને15 ઊભી રેખાઓ સાથે એમ બે ડિઝાઇન છે. બંન્ને વૈદ્ય છે. તેમનો બેઘડક સ્વીકાર કરો.'

આ પણ વાંચો : ટુંક સમયમાં જતી રહેશે ભ્રષ્ટ સરકારી કર્મચારીઓની નોકરી

ઘણી જગ્યાઓ 5,10 રૂપિયાનાં અને 50 પૈસાનાં સિક્કાઓનો સ્વીકાર કરવામાં નથી આવતો. ઘણાં લોકોને આશંકા છે કે આ સિક્કાઓ ચલણમાં નથી. આરબીઆઈ આવા સિક્કાઓ માન્ય ગણશે નહીં. આ અફવાઓથી દૂર રહીને તમામ સિક્કાઓ સ્વીકારવા માટે રિઝર્વ બેંકે એક પરિપત્રનાં માધ્યમથી જણાવ્યું છે. બેન્કોએ પણ આ સિક્કાઓ સ્વીકારવાની ના પાડવી જોઇએ નહીં.
First published: June 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading