સરકારે ત્રણ વર્ષમાં ખેતપેદાશોની રૂ.9700 કરોડની ટેકાના ભાવે ખરીદી કરી : રૂપાણી

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ખાતેથી રાજયવ્યાપી કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

News18 Gujarati
Updated: June 16, 2019, 4:21 PM IST
સરકારે ત્રણ વર્ષમાં ખેતપેદાશોની રૂ.9700 કરોડની ટેકાના ભાવે ખરીદી કરી : રૂપાણી
મોરવા હડફ ખાતેથી મુખ્ય મંત્રીએ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
News18 Gujarati
Updated: June 16, 2019, 4:21 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : મુંખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોને પરંપરાગત ખેતીને બદલે આધૂનિક અને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે મહત્તમ પાક ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બનવા જણાવ્યું છે. મુંખ્યમંત્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા ગુજરાત હંમેશા અગ્રેસર રહી વડાપ્રધાનના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પબધ્ધ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકાના ખાનપુર ખાતેથી રાજયવ્યાપી ખરીફ કૃષિ મહોત્સવ-2019 નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે યોજાયેલ કૃષિલક્ષી પ્રદર્શનને ખુલ્લું મુકી પ્રદર્શનના વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિનાં પ્રતિક એવી ગૌ-માતાનું પૂજન કર્યું હતું. આ મહોત્સવના ઉદ્ઘઘાટન સમારંભમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોને અનુલક્ષીને શરૂ કરેલી ટેકાના ભાવની ખરીદી અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં 9700 કરોડ રૂપિયાની ખરીદી કરી અને ચૂકવણી કરી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પ્રગતિશીલ ખેડૂતોનું સરદાર પટેલ પુરસ્કાર, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું શાલ, રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માન કરવા સહિત ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના સહિત કુલ 16 લાભાર્થીઓને રૂ. 8.45 લાખના ચેકોનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ૧૨૧ જેટલા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાાથા રજૂ કરતા પુસ્તકનું વિમોચન કર્યું હતું. મુંખ્યમંત્રીએ રાજયમાં ગીર અને કાંકરેજ નસલની ગાયોના જતન અને સંવર્ધન માટે સરકાર પ્રતિબધ્ધ છે. તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે ખેડૂતોને કૃષિ અને પશુપાલનનો વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થવાનો અનુરોધ કરી ખેડૂતો અને યુવાનોને આધૂનિક ટેક્નોલોજી અને નવીન ખેત પધ્ધતિઓ દ્ધારા કૃષિ વ્યવસાયમાં જોતરાવવા જણાવ્યું હતું. ખેડૂત અને ખેતી સમૃધ્ધ હશે તો જ ગામડાઓ સમૃધ્ધ બનશે. છેવાડા ખેડૂતોની પણ ખેતી સમૃધ્ધ બને દિશામાં સરકાર આગળ વધી રહી છે.

આ પણ વાંચો :  LRD તાલીમાર્થીઓનો દિક્ષાંત સમારોહ;629 પૈકીના 8 એન્જિનિયર, 248 સ્નાતક

ખેડૂત જગતનો તાત કહેવાય છે, પરંતુ આઝાદીના પાંચ દાયકાઓ દરમિયાન ભૂતકાળના શાસકોએ ખેડૂત અને ખેતીની ઉપેક્ષા કરી હતી, જેથી ખેડૂત બાપડો બિચારો અને દેવાદાર બન્યો હતો તેમ જણાવતા રૂપાણીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્ધષ્ટિવંત નેતૃત્વમાં કૃષિ અને કૃષિકારોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેને પરિણામે ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે.

રૂપાણીએ ઉમેર્યું કે, રાજયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 28 લાખ ખેડૂતોને રૂ.1100/- કરોડની ઇનપુટ્સ સહાય સીધે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકારે મગફળી, તુવેર, મગ, અડદ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી કરી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.9700/- કરોડની ખેડૂતોને ચૂકવણી કરી છે. તેમ રૂપાણી ઉમેર્યું હતું.

મુંખ્યમંત્રીએ રાજયમાં સિંચાઇનો વ્યાપ વધારવા નર્મદા-પાનમ-કડાણા-ઉકાઇ અને દાંતીવાડા ડેમનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડ્યું છે. મુંખ્યમંત્રીએ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવવા ડ્રીપ ઇરીગેશન અપનાવી વન ડ્રોપ – મોર ક્રોપ નો સંકલ્પ સાકાર કરવા જણાવ્યું હતું.
Loading...

આ પણ વાંચો : રોહિત શર્માની 34 બોલમાં અડધી સદી

મુખ્યમંત્રીએ ખેડૂતોને સમયસર સારાયણિક ખાતર, જંતુનાશક દવાઓ તેમજ ગુણવત્તાયુક્ત બિયારણો મળી રહે તે માટે રાજય સરકારે કરેલ આગોતરા આયોજનની માહિતી આપી હતી. મુંખ્યમંત્રીએ ઉમેર્યું કે, ખેડૂતોને રૂપિયા ત્રણ લાખ સુધીની કૃષિ લોન શૂન્ય ટકા વ્યાજે આપવામાં આવી રહી છે. મુંખ્યમંત્રીએ જણાવ્યું કે, કૃષિ મહોત્સવની સાથે પશુ આરોગ્ય મેળાના આયોજનથી પશુઓના જટીલ ગંભીર રોગોની સ્થળ પર તપાસ નિદાન સારવાર સાથે પશુઆરોગ્ય મેળા યોજવામાં આવી રહયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું વિવિધ સંસ્થા, સંગઠનો દ્વારા પરંપરાગત આદિવાસી કોટી, તલવાર, સાફો, ચાંદીનું કડુ અર્પણ કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...