'હું વર્જિન મહિલા છું (Virgin) સેક્સ વિશે માહિતી નથી, સંભોગથી ડર લાગે છે, યોગ્ય ઉપાય જણાવશો'

'હું વર્જિન મહિલા છું (Virgin) સેક્સ વિશે માહિતી નથી, સંભોગથી ડર લાગે છે, યોગ્ય ઉપાય જણાવશો'
પ્રતિકાત્મક તસવીર

પ્રથમવાર સંભોગ કરતા પહેલાં તિક્રિડાના 50 જુદા જુદા આસનો વિશે માહિતી હોય, મનમાં કોઈ પણ ધારણા બાંધવી નહીં કે ખોટો ડર રાખવો નહીં'

 • Share this:
  તમે પહેલી એવી મહિલા નથી જેને આ વાતનો ડર છે. અમે સૌ આમાંથી પસાર થઈ ચુક્યા છે. સૌને પ્રથમ વાર બંધાતા સંબંધો અંગે ચિંતા હોય છે. સંભોગનો કોઈ પણ માર્ગ ખોટો નથી હોતો. તમે બે વ્યક્તિને જંગલમાં છોડી દેશો તો તેઓ પણ જ્યારે વયસ્ક થશે ત્યારે આનંદ માણવાનો રસ્તો શોધી લેશે. શરીર અન્ય ક્રિયાઓની જેમ યૌન સંબંધોમાં પણ તેને કઈ બાબતમાંથી આનંદ મળે છે તે શોધી લે છે. શું કરવાનું છે અને કેવી રીતે કરવું છે તે તેને ખબર પડી જાય છે. સેક્સની કોઈ થિયરી નથી ન તો કોઈ નિયમ છે કે ન કોઈ નિર્દેશિકા છે. જોકે, કેટલીક બાબતો જાણી લેવાથી ડર અને અસુરક્ષાથી મુક્તિ મળી શકે છે.

  1 પોર્ન ખોટું છે : આપણામાંથી મોટા ભાગના લોકોને સેક્સ એજ્યુકેશન પોર્ન દ્વારા મળ્યું હોય છે એટલે સૌથી પહેલાં એ સ્પષ્ટતા જરૂરી છે કે પોર્ન વીડિયોમાં જે પ્રકારની ક્રિયા જોવામળે છે તે પ્રશિક્ષિત હોય છે. તેઓ એ ક્રિયામાં પારંગત હોય છે. તેઓ સ્ક્રિપ્ટ પ્રમાણે ક્રિયાઓ કરે છે. પોતાની મરજીથી નથી કરતા.જેવી રીતે ફિલ્મના શૂટિંગમાં કેટલાક અનવૉન્ટેડ દૃશ્યોને કટ કરી નાખવામાં આવે છે અને તેને ફરીથી શૂટ કરવામાં આવે છે તેમ પોર્ન ફિલ્મોમાં પણ બ્રેક હોય છે. કેટલાક દૃશ્યો સ્પેશિયલ ઇફેક્ટ સાથે ફરીથી શૂટ કરીને દર્શાવવામાં આવે છે. પોર્ન વાસ્તવિક સેક્સ જેવું નથી હોતું. તમારે સેક્સના જુદા જુદા 50 આસનો જાણવા જરૂરી નથી. જરૂરી નથી કે તમે તમારા પગને માથા સુધી ઊંચા કરી શકો. જરૂરી નથી કે તમારા પુરૂષ પાર્ટરનનું લિંગ એવું હોય કે ઉત્તેજના ક્યારેય સમાપ્ત જ ન થાય. તમારા પાર્ટનર પાસેથી આ પ્રકારની અપેક્ષાઓ પણ ન રાખશળો. કારણ કે તમારું પાર્ટનર પ્રોફેશનલ પોર્નસ્ટાર નથી. તે તમારી જેમ એક સામાન્ય વ્યક્તિ છે. એટલે પ્રથમવાર શારીરિક સંબંધ બાંધતા પહેલા આ માન્યતાઓ કાઢી નાખો.  આ પણ વાચો :    'હું ગોરો છું પણ મારૂં ગુપ્તાંગ કાળું છે, શું બધા પુરૂષોનાં ગુપ્તાંગ શરીરનાં અન્ય ભાગ કરતા વધુ કાળા હોય છે?'

  (2) જરૂરી નથી કે તમારું પ્રથમ સેક્સ કષઅટદાયક હોય કે લોહિ નીકળે. કૌમાર્ય સિદ્ધ કરવા માટે લોહી નિકળવું જરૂરી નથી. અનેક મહિલાઓના હાયમન કે યોનીપટલ કસરત અથવા તો અન્ય પ્રકારની પ્રવૃતિઓના કારણે તૂટી ચુક્યા હોય છે. એટલા માટે અનેક મહિલાઓને પ્રથમ વાર સેક્સ દરમિયાન લોહી નીકળતું નથી. શક્ય છે કે એકાદું નાકડું ટીપું પણ નીકળે. જ્યાં સુધી કષ્ટનો સવાલ છે ત્યાંસુધી penetration દરમિયાન એટલે કે લિંગના યોની પ્રવેશ દરમિયાન થોડો કષ્ટ થઈ શકે છે. પરંતુ તેનાથી આસાનીથી બચી શકાય છે. તમે સેક્સ કરતાં પહેલાં સારી રીતે ફોરપ્લે કરો. આવું કરવાથી યોનીનો તણાવ સમાપ્ત થઈ જશે. યોનીનો સંકોચ ઓછો થઈ જશે. અને વધુ પડતી ઉત્તેજનાના કારમે તેમાંથી સ્ત્રાવ નીકળશે. એવી જ રીતે ગુદા મૈથુન માટે સારી ક્વૉલિટીના લ્યૂબનો ઉપયોગ કરો જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જશે. અથવા તો ઓનલાઇન પણ મળી જશે. તમારા પાર્ટનરને કહો કે તે તમને યોનીમાં લિંગ પ્રવેશ કરાવતા પહેલાં ખૂબ જ ઉત્તેજીત કરે અને ધીમે ધીમે લિંગ પ્રવેશ કરાવે. ત્યારબાદ ગતિમાં વધારો કરે. આ સાથે યોનીમાં લિંગ પ્રવેશ પહેલાં એકબીજાના મદમસ્તીથી kiss કરો. બીજા અન્ય યૌન ગતિવિધિઓ કરવી જેથી તમને કષ્ટ નહીં અનુભવાય

  (3) સુરક્ષિત રહો : પ્રથમ વાર કે વારંવાર સેક્સ કરતા દરમિયાન સુરક્ષા ખૂબ જ જરૂરી છે. સુરક્ષિત યૌન સંબંધ માટે ઉચિત નિરોધકોનો ઉપયોગ કરવો. કોન્ડમ સૌથી શ્રેષ્ઠ છે કારણ કે પ્રથમ વાર સંબંધો બાંધતા વખતે લોકો એક ભૂલકરી બેસે છે અને બે કૉન્ડમનો પ્રયોગ કરે છે. આ બંને કૉન્ડમનો પ્રયોગ થવાના કારણે તે ફાટી જવાની શક્યતા રહે છે. જો તમે કોઈ તૈલી પદાર્થનો ઉપયોગ કરવાનું વિચારતા હોવ તો મેડિકલ સ્ટોરમાં મળતા લ્યૂબનો ઉપયોગ જ કરવો. અન્ય કોઈ ચીજોનો પ્રયોગ કરવાથી કૉન્ડમ ફાટી જવાની શક્યતા રહેલી છે.

  (4) શક્ય છે કે તમે લાંબા સમય માટે ઉત્તેજિત ન પણ રહો. આમાં કોઈ લક્ષ્ય નથી હોતું જેને સિદ્ધ કરવા માટે તમે નીકળ્યા અને સિદ્ધ ન થઈ શક્યું. તમારે પ્રથમ સમાગમમાં કઈ સાબિત કરવાનં છે તેવો ભાવ મનમાંથી કાઢી નાખવો. જો મન પર કોઈ ભાર રાખશો તો આનંદ મરી જશે. એટલે કોઈ પણ પ્રકારની ઉતાવલળ કર્યા વગર ધીમે ધીમે સરળતાથી એકબીજાની સાથે રતિક્રિડાનો આનંદ માણો. પાર્ટનરને કોઈ પણ વાત જણાવવામાં શરમ કે સંકોચ ન અનુભવવી જોઈએ.

  અતમાં : અંતમાં એટલું યાદ રાખવું કે સુરક્ષાત્મક રીતે શારિરીક સંબંધનો આનંદ માણવાનો છે. તમારે આ પ્રથમ મોકા માટે ડરવાની કોઈ જરૂર નથી. સારા સેક્સ માટે ભરાવદાર સ્તન કે કે પછી મોટા લિંગનું હોવું જરૂરી નથી. સેક્સ એક ટીમ ગેમ છે કોઈ એક પાર્ટનરની રેસ નથી
  Published by:Jay Mishra
  First published:January 12, 2021, 18:19 pm

  ટૉપ ન્યૂઝ