tનવી દિલ્હી: લૉકડાઉન (Lockdown)ના કારણે મોટાભાગના નાનામોટા ઘણા વ્યવસાયો (Business) બંધ છે. સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર પણ બંધ રાખવામાં આવ્યા છે. કેટલાક રાજ્યોમાં કોરોના કેસ હળવા થતા અનલોકિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, લોકો કોરોના વાયરસના ડરના કારણે સલૂન, સ્પા અને બ્યુટી પાર્લરમાં જવાનું ટાળે છે.
બીજી તરફ ત્વચાની સાંભળ (Skin care) પણ જરૂરી છે. જેથી લોકડાઉન કે અન્ય પડકારોને હાંસિયામાં ધકેલી તમે ઘરબેઠા જ તમારું બ્યુટી પાર્લર (Home remedies for skin care)શરૂ કરી શકો છો. જેના માટે તમારે માત્ર સરળ પદ્ધતિ અનુસારવાની જરૂર પડશે. આ સરળ ટિપ્સ અનુસારવાથી તમારી ત્વચા સારી રહેશે. ફ્રેશ દેખાશો.
ઘરબેઠા બ્યુટી પાર્લર જેવી માવજત લેવા આ પગલાંને અનુસરો
1. તમારી સ્કિનને ફ્રેશ અને ચમકતી રાખવા માટે યોગ્ય સમયે સૂવું અને ખોરાક લેવો સૌથી પ્રાથમિક અને મહત્વની વસ્તુ છે. રાત્રે મીઠી ઊંઘ, યોગ્ય ખોરાક અને કસરત તમારી સ્કિનને હેલ્ધી રાખશે.
2. આ ઉપરાંત પ્રોપર સ્કિનકેર ટ્રીટમેન્ટ રૂટિન પણ તમને ખૂબ મદદ કરશે. સ્કિનને ડ્રાય થતી રોકવા માટે ફેસ વોશ કર્યા બાદ દરરોજ મોશ્ચરાઈઝર લગાવો. ડ્રાય સ્કિનમાં સામાન્ય રીતે ખીલ અને ડાઘનું વધુ જોખમ રહે છે. ફેસ સ્ક્રબનો ઉપયોગ ડેડ સેલ્સને દૂર કરવા માટે થઈ શકે. સ્ક્રબ તમારી સ્કિનને અનુકૂળ હોય તેવું વાપરો.
5. લાંબા સમય સુધી યુવાન દેખાવા માટે તમારૂ માનસિક આરોગ્ય પણ સારું હોવું જરૂરી છે. કામ દરમિયાન નાનકડી બ્રેક લઈ મેડિટેશન કરો. જે તમારી માનસિક શાંતિ માટે જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર