કોરોના બાદ ઝીકા વાયરસનું જોખમ, જાણો શું છે તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

તસવીર- shutterstock

સમગ્ર વિશ્વ લગભગ દોઢ વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના હજુ સુધી ગયો નથી અને અન્ય બીજા વાયરસનું જોખમ આવી રહ્યું છે. કેરળમાં ઝીકા વાયરસ (Zika Virus) નો પહેલો મામલો સામે આવ્યો છે. 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે.

  • Share this:
Zika Virus:સમગ્ર વિશ્વ લગભગ દોઢ વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના હજુ સુધી ગયો નથી અને અન્ય બીજા વાયરસનું જોખમ આવી રહ્યું છે. કેરળમાં ઝીકા વાયરસ (Zika Virus) નો પહેલો મામલો સામે આવ્યો છે. 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે. 13 અન્ય લોકોમાં ઝીકા વાયરસ (Zika Virus)નું સંક્રમણ થયું હોવાની આશંકા કરવામાં આવી રહી છે. આ વાયરસ ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાની જેમ મચ્છરોથી ફેલાય છે. આ મચ્છરો દિવસના સમયે વધુ સક્રિય રહે છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક છે કારણ કે સંક્રમિત વ્યક્તિને મચ્છર કરડ્યા બાદ આ મચ્છર અન્ય વ્યક્તિને કરડવાથી ઝીકા વાયરસ ફેલાઈ શકે છે. અસુરક્ષિત શારીરિક સંબંધ અને સંક્રમિત લોહીના કારણે ઝીકા વાયરસ ફેલાઈ શકે છે.

એડીઝ મચ્છરના કરડવાથી આ વાયરસ મનુષ્યમાં ફેલાય છે. આ મચ્છર દિવસે વધુ સક્રિય હોય છે. ગર્ભવતી મહિલાઓ પર આ વાયરસનું વધુ જોખમ છે. ઝીકા વાયરસથી માઈક્રોકેફેલી બીમારી થાય છે જેના કારણે બાળક નાના આકાર સાથે જન્મે છે અને તેના મગજનો યોગ્ય વિકાસ થતો નથી. જેના કારણે ગ્યૂલેન-બૈરે સિન્ડ્રોમ શરીરની તંત્રિકા તંત્ર પર હુમલો કરે છે જેના કારણે શારીરિક સમસ્યા સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: World Population Day: કોન્ડોમ સિવાય આટલી ગર્ભનિરોધક પદ્ધતિઓનો વિશ્વમાં થાય છે ઉપયોગ

ઝીકા વાયરસના લક્ષણ

ઝીકા વાયરસના લક્ષણ ડેન્ગ્યૂ અને વાયરલના લક્ષણો જેવા જ હોય છે જેમ કે, તાવ, સાંધાનો દુખાવો, શરીર પર લાલ ચકામા, માથામાં દુખાવો અને આંખો લાલ થઈ જવી. ઝીકા વાયરસના સંક્રમણને રોકવા માટે વેક્સીનનું સંશોધન કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: એક અઠવાડિયામાં જ ઘટવા લાગશે વજન, ડાયટમાં ફોલો કરો આ છ વાત

ઝીકા વાયરસથી કેવી રીતે બચવું?

ઝીકા વાયરસથી બચવા માટે મચ્છરો ના કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ. શરીર ઢંકાયેલું રહે તેવા કપડા પહેરો. ખુલ્લામાં સૂવું નહીં અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી. મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે પાણી ભરાય નહીં તેનું ધ્યાન રાખવું. તાવ, ગળામાં ખરાશ, સાંધાનો દુખાવો, આંખ લાલ થઈ જવી. આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો. આ પરિસ્થિતિમાં આરામ કરવો અને લિક્વિડ પદાર્થોનું વધુ સેવન કરવું. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:kuldipsinh barot
First published: