Home /News /lifestyle /Heart Health: યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સોઓ વધ્યા, જીમ અને ડાયટિંગ છતાં શા માટે વધી રહ્યા છે કેસ?
Heart Health: યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સોઓ વધ્યા, જીમ અને ડાયટિંગ છતાં શા માટે વધી રહ્યા છે કેસ?
યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.
Heart Health: હાર્ટ એટેક (Heart attack)ના કારણે મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. યુવા વર્ગમાં પણ આ બીમારી (Heart attack in youngsters)નો ખતરો વધ્યો છે. એક સમયે ચિંતા અને અસફળતા સાથે હાર્ટ એટેકની બીમારી સંકળાયેલ હતી,
Heart Health: હાર્ટ એટેક (Heart attack)ના કારણે મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. યુવા વર્ગમાં પણ આ બીમારી (Heart attack in youngsters)નો ખતરો વધ્યો છે. એક સમયે ચિંતા અને અસફળતા સાથે હાર્ટ એટેકની બીમારી સંકળાયેલ હતી, પરંતુ હવે તો પૈસાદાર, નામાંકિત, નિયમિત જીમ જનાર લોકો પણ તેનો શિકાર થવા લાગ્યા છે. ફિલ્મ અને ટીવી પડદે રહેલા અમુક સેલિબ્રિટી (Heart Attack in celebrity)ના દાખલા લોકો સામે છે. ત્યારે ગંભીર પ્રશ્નએ છે કે, શરીરનું ધ્યાન રાખવા અને કોઈ ચિંતા ન હોવા છતાં યુવાનોમાં હૃદય રોગના હુમલાનું પ્રમાણ શા માટે વધી રહ્યું છે?
આ બાબતે News18 સાથેની વાતચીતમાં એન્ડોક્રાઇન સોસાયટી ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને કરનાલની ભારતી હોસ્પિટલના જાણીતા એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. સંજય કાલરા કહે છે કે, આજકાલના રૂટિન અને લાઈફસ્ટાઈલને કારણે હાર્ટ એટેકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. પહેલા આ રોગ પુરુષો પૂરતો મર્યાદિત માનવામાં આવતો હતો, પરંતુ હવે તે મહિલાઓમાં પણ દેખાય છે.
તેઓ વધુમાં કહે છે કે, લોકો હૃદયરોગથી બચવા ખાનપાનમાં નિયંત્રણ રાખવા, કસરત કરવી, જીમમાં જવું અને યોગ્ય સમયે દવાઓ લેવી સહિતના પ્રયાસો કરે છે. છતાં પણ હાર્ટ એટેક આવે છે. જે લોકો તેમના કેરિયરમાં ખૂબ સફળ અને ટોચ પર હોય. તેમજ તેમની પાસે પૈસા, ખ્યાતિ, વૈભવ હોય છતાં તેઓ હાર્ટ એટેકનો શિકાર બને છે. તેના પાછળ ઘણા મોટા કારણો છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે બોડી બિલ્ડિંગના કારણે યુવાનો ડાયટ લેવામાં ભૂલો કરે છે. જેની અસર હૃદય પર પડે છે.
આ કારણોસર નાની ઉંમરે હાર્ટ એટેકથી પીડાઈ રહ્યા છે યુવાનો
યુવાનોમાં હાર્ટ એટેક બાબતે ડો. સંજય કહે છે કે, ઘણા કારણોથી યુવાનો નાની ઉંમરે હાર્ટ એટેકથી પીડાઈ રહ્યા છે. આજકાલ યુવાનો શરીરનું ખૂબ ધ્યાન રાખે છે, પૌષ્ટિક આહાર લે છે, પરંતુ તેમ છતાં અજાણતા થયેલી ભૂલોની અસર હાર્ટ પર થાય છે.
જીમ જનાર યુવાનોમાં સૌપ્રથમ ભૂલ એક્સ્ટ્રીમ ડાયટની જોવા મળે છે. પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો હોય તેવો સંતુલિત આહાર લેવો જોઈએ. મેક્રો પોષકના કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીન જેવા ત્રણ પ્રકાર છે. શરીરને ફિટ રાખવા આ ત્રણેયની જુદી જુદી ભૂમિકાઓ છે. વિટામિન અને ખનિજો સૂક્ષ્મ પોષક તત્વો છે. દરેક વિટામિન અને ખનિજની આરોગ્યમાં અલગ ભૂમિકા છે. જોકે યુવાનો એક્સ્ટ્રીમ ડાયટ અને ફેડ ડાયટ કરવા લાગે છે. જેના કારણે મેક્રો કે માઈક્રો ન્યુટ્રીએન્ટ મળતા નથી. કિટો ડાયટમાં યુવાનોને લાગે છે કે તેઓ સુંદર થઈ રહ્યા છે, વજન ઘટી રહ્યું છે, પણ આવી ડાયટ હૃદય માટે હાનિકારક હોય છે.
કીટો ડાયેટના પગલે એરેડામિયા થવાની દહેશત છે. એટલે કે હૃદયના કંડક્શનમાં અચાનક પરિવર્તન આવે છે. જે અચાનક હાર્ટ ફેલ થવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની ડાયટ શરૂ કરતા પહેલા પ્રોફેશનલ માર્ગદર્શન જરૂરી છે.
થોડા દિવસો પહેલા બોલિવૂડ સ્ટાર અને મોડલ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.
કસરત પાછળ ઘેલછા
પ્રોફેશનલ માર્ગદર્શન કે વાર્મઅપ વગર કસરત કરવી અથવા ખૂબ જલ્દી પરિણામ મેળવવાની ઈચ્છા રાખવાના પ્રયાસ પણ જોખમી રહે છે. ઉદાહરણ તરીકે, અગાઉ ક્યારે કસરત કરી ન હોય, પરંતુ અચાનક પહેલા દિવસે 100 બેઠક કરી નાખે અથવા 10 કિમી ચાલે તો તેના સ્નાયુઓ, સાંધા અને હાડકાંને અસર થાય છે અને હૃદય અને લોહીની નસો પર પણ ભાર આવે છે.
યુવાનો પર હાર્ટ એટેકના જોખમનું ત્રીજું કારણ તાણ છે. અમુક લોકો કસરતને જીવનનો હિસ્સો માને છે. તેઓ કસરત કરતી વખતે આનંદ માણે છે. જેથી તેમના માટે કસરત સ્ટ્રેસ રિલીફનું કામ કરે છે, પરંતુ કેટલાક લોકો બધી જ વાતમાં તાણ અનુભવે છે. કસરત પણ તણાવ સાથે કરે છે. તેઓ તેને તકલીફ માને છે અથવા હરીફાઈ માને છે. જેના કારણે શરીરમાં સ્ટ્રેસ હાર્મોન વધી જાય છે. આવું જ એક હાર્મોન કાર્ટીસોલના કારણે હાર્ટ પર ખરાબ અસર થાય છે.
ઊંઘમાં બેદરકારી
ઘણા લોકો સ્લીપ હાઇજિનથી પીડાય છે. તેઓ કામ અને કસરત વધુ કરે છે, પરંતુ ઊંઘ પર ધ્યાન આપતા નથી. ડો. કાલરા કહે છે કે, આપણા શરીર માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો તમે 6 કલાકથી પણ ઓછા સમય માટે સૂતા હોવ, તો શરીર પોતાને રિકવર કરી શકતું નથી. આપણે જાગીએ ત્યારે હૃદય ઝડપથી કામ કરતું હોય છે અને સૂઈએ ત્યારે હૃદય રિલેક્સ હોય છે. જો આપણે હૃદયને આરામનો સમય ન આપીએ તો તે હૃદયને અસર કરે છે. જે લોકોની સ્લીપ પેટર્ન અલગ હોય તેમનામાં પણ હાર્ટ એટેકની દહેશત વધુ હોય છે. જેથી હૃદય માટે નિયમિત પૂરતી ઊંઘ જરૂરી છે
નશો કરવો
નશો પણ હૃદયનો શત્રુ છે. નશાકારક પદાર્થોની હૃદય પર વધુ અસર થાય છે. કેટલાક લોકો વધુ પ્રોડક્ટીવીટી માટે નશો કરે છે, પરંતુ તે થોડી વાર માટે રહે છે. આવી સ્થિતિમાં નશાથી દુર રહેવું જોઈએ. તમાકુ, વધારે આલ્કોહોલ, સોપારી અને અફીણની હૃદય પર ખરાબ અસર પડે છે.
એથ્લીટમાં ટેસ્ટોસ્ટેરોન ટુ કોર્ટીસોલ રેશિયો નામનો ટેસ્ટ કરવામાં આવે છે. જો એથ્લીટમાં કોર્ટીસોલનું પ્રમાણ વધુ હોય તો તે તણાવમાં હોય શકે છે. જેથી તેની કસરત કે ટ્રેનિંગ ઓછી કરી દેવાય છે. બીજી તરફ જો કોઈ એથ્લીટમાં ટેસ્ટોસ્ટેરોન ટુ કોર્ટીસોલ રેશિયો સારો હોય તો તે સારો દેખાવ કરી રહ્યો છે અને મેડલ લાવે તેવી શક્યતા છે.
બાયોલોજીકલ કારણ
કાર્ડિયો માયોપેથી
કાર્ડિયો માયોપેથીમાં હૃદયના સ્નાયુ યોગ્ય હોતા નથી. જો કાર્ડિયો માયોપેથીનો દર્દી વધુ કસરત કરે તો તેને હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે.
કોરોનરી આર્ટરી FH કોલેસ્ટ્રોલ એમિયા
કોરોનરી આર્ટરી FH કોલેસ્ટ્રોલ એમિયા લીવરની સમસ્યાઓનું કારણ બને છે. જેમાં કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ ઊંચું થઈ છે અને કોરોનરી આર્ટરી બ્લોક થવાનું શરૂ થાય છે. આવી સ્થિતિમાં પણ ઓછી ઉંમરે હાર્ટ એટેક આવે છે.
વાલ્વુલર હાર્ટ ડિસીઝ
વાલ્વુલર હાર્ટ ડિસીઝના કારણે સીધો હાર્ટ એટેક આવતો નથી. પરંતુ જો હાર્ટ વાલ્વને નુકસાન થાય તો તે પલ્મોનરી હાઇપરટેન્શનનું કારણ બને છે. જેમાં ફેફસાંની અંદર લોહીની નસોમાં દબાણ વધી જાય છે અને દર્દીનું મોત થઈ શકે છે. વાલ્વુલર હૃદયરોગના ઘણા પ્રકારોમાં રીયુમેટિક હાર્ટ એટેક પણ શામેલ છે. જોકે ભારતમાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વાલ્વુલર હૃદયરોગના બીજા પ્રકારમાં કોન્જેનેટલ હાર્ટ એટેક શામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર