તમારું 15 મિનિટનું વૉક વૈશ્વિક આર્થીક મંદી દૂર કરી શકે છે: અભ્યાસ

News18 Gujarati
Updated: November 8, 2019, 9:29 PM IST
તમારું 15 મિનિટનું વૉક વૈશ્વિક આર્થીક મંદી દૂર કરી શકે છે: અભ્યાસ
પ્રતિકાત્મક તસવીર

ડબ્લ્યૂએચઓની સલાહ છે કે વયસ્ક સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટનો મધ્યમ વ્યાયામ કે 75 મિનિટનું ભારે વ્યાયામ કરવો જોઈએ

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ કર્મચારીઓનું સારું સ્વાસ્થ્યને (Better Heath ) આર્થીક ઉન્નતી (Economic Prosperity) સાથે સીધો સંબંધ છે. એક રિસર્ચમાં (Research) આ વાતની પુષ્ટી થઇ છે કે, જો કંપનીઓ પોતાના કર્મચારીઓને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની (World Health Organisation) ગાઇડ લાઇન પ્રમાણે કસરત કરવા માટે પ્રોત્સાહિત કરે તો દુનિયાની અર્થવ્યસ્થામાં વાર્ષીક 7 લાખ કરોડના દરથી વૃદ્ધિ થશે.

રોજ 15 મિનિટ વધારે ચાલવું અથવા ઓછામાં ઓછું એક કિલોમિટર જૉગિંગ કામમાં તમારી ક્ષમતા વધારે છે. આ સાથે તમારી ઉંમરમાં પણ સારી અસર પડે છે. હેલ્થ ઇન્શ્યોરન્સ આપનારી કંપની વાયેટેલિટી અને યુરોપની થિંક ટેક RANDના એક અધ્યયનમાં આ બાબતની પુષ્ટી થઈ છે.

અધ્યયન કરનારાઓ જણાવ્યું હતું કે કસરત કરવાથી લોકો ઓછા બીમાર પડે છે. જેના લીધે મૃત્યુદરમાં ઘટાડો થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વધારે ઉંમર સુધી જીવતા રહે છે. આવા લોકોની કામ કરવાની ક્ષમતા વધે છે. અને તેમનું અર્થવ્યવસ્થામાં યોગદાન વધે છે.

આ પણ વાંચોઃ-અનુપમ ખેરએ ગરીબ બાળકોને 5 સ્ટાર હોટલમાં ખવડાવ્યું, જ્યારે બીલ આવ્યું તો...

રેન્ડ યુરોપના અધ્યક્ષ હૈંસ પુંગના જણાવ્યા પ્રમાણે અધ્યયનમાં નિષ્ક્રિયતા અને ઉત્પાદકતામાં ઘટાડા વચ્ચે મહત્વપૂર્ણ સંબંધ ઉપર પ્રકાશ પાડ્યો છે. નીતિ નિર્માતાઓ અને નિયોક્તાઓને પોતાની આબાદીની ઉત્પાદકતા વધારવા માટે નવો દષ્ટિકોણ અપનાવવો જોઇએ. નિયમિત શારીરિક વ્યાયામ અને સ્વાસ્થ્ય લાભ એક બીજાના પૂરક છે. આનાથી બ્લડ પ્રેશર, હૃદય રોગ, માનસિક સ્વાસ્થ્ય સારું રહેવાની સાથે સાથે ચિંતાનું જોખમ પણ ઘટી જાય છે.

આ પણ વાંચોઃ-માત્ર 5 મિનિટ આ 5 એક્સરસાઇઝ કરો, ફટાફટ ઓગળી જશે શરીરની ચરબીડબ્લ્યૂએચઓની સલાહ છે કે વયસ્ક સપ્તાહમાં ઓછામાં ઓછી 150 મિનિટનો મધ્યમ વ્યાયામ કે 75 મિનિટનો ભારે વ્યાયામ કરવી જોઇએ. ગત વર્ષે એક અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે અમેરિકામાં લગભગ 40 ટકા વયસ્કો, બ્રિટેનમાં 36 ટકા અને ચીનમાં 14 ટાકા લોકોને સ્વસ્થ્ય રહેવાના હિસાબથી ઓછો વ્યાયામ કર્યો છે. વર્તમાન વૈશ્વિક વસ્તીના 30 ટકા શારીરિક રૂપથી નિષ્ક્રિય માનવામાં આવે છે. નિષ્ક્રિયતા સાથે જોડાયેલી બીમારીઓના પગલે 50 લાખ લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ-Bigg Boss-13:પરિણીત ખેસારી લાલે શહનાઝને પત્ની બનાવી દીધી!, video viral

સાત દેશોમાં એક લાખ વીસ હજાર લોકો ઉપર કરવામાં આવેલા અધ્યનના આધાર ઉપર વ્યાયામના સંભવિત આર્થીક લાભનો નમૂનો તૈયાર કર્યો છે. આ નમૂના 23 દેશોની અર્થવ્યવસ્થાના હિસાબથી લેવાયા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, જો 18થી 64 વર્ષની ઉંમરના બધા વયસ્કો પ્રતિદિન 15 મિનિટ વૉક કરે તો વિશ્વભરમાં પ્રતિવર્ષ 100 બિલિયન ડૉલર એટલે કે સાત લાખ કરોડ રૂપિયાથી વધારે આર્થીક ઉત્પાદન વધી શકે છે.
First published: November 8, 2019, 9:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading