Home /News /lifestyle /Cheating In Relationship: લાઈવ શોમાં યુવાનનો ભાંડો ફૂટ્યો, ગિર્લફ્રેંડે ચિટિંગ કરતા બોયફ્રેન્ડને પકડવા લગાવ્યું ભેજું

Cheating In Relationship: લાઈવ શોમાં યુવાનનો ભાંડો ફૂટ્યો, ગિર્લફ્રેંડે ચિટિંગ કરતા બોયફ્રેન્ડને પકડવા લગાવ્યું ભેજું

યુવતીને શંકા છે કે બોયફ્રેન્ડના કોઈ સહકર્મી સાથે અફેર છે. (PIC: Youtube)

યુવતીએ જણાવ્યું કે, તેને શંકા છે કે બોયફ્રેન્ડના કોઈ સહકર્મી સાથે અફેર છે. હોસ્ટે બોયફ્રેન્ડ પાસેથી સત્યને બહાર કાઢવા માટે એક રસપ્રદ યુક્તિ અપનાવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

    ઘણા સંબંધો ચિટિંગ (Cheating in relationship)ના કારણે પૂર્ણ થઈ જતા હોય છે. આવા કિસ્સામાં પીડિત પાર્ટનરને ખૂબ દુઃખ પહોંચે છે. ઘણા કિસ્સા એવા છે જેમાં વર્ષો સુધી પાર્ટનર ચિટિંગ (cheating) કરતું હોવાનો ખ્યાલ નથી આવતો. આવા વ્યક્તિને પકડવા માટે ખાસ તૈયારીઓ રાખવી પડે છે. આવું જ એક યુવતી સાથે બન્યું છે. જેમાં તેણે બોયફ્રેન્ડની ચિટિંગ (Cheating Boyfriend) પકડવા માટે અનોખો રસ્તો અખત્યાર કર્યો હતો.

    યુવતી 5 વર્ષથી રિલેશનશિપમાં હતી. તેને તેના બોયફ્રેન્ડ પર શંકા હતી. આવી સ્થિતિમાં ગર્લફ્રેન્ડે લાઇવ પ્રોગ્રામમાં બોયફ્રેન્ડની ચિટિંગનો ભાંડો ફોડવાનું પ્લાનિંગ કર્યું હતું. આ માટે યુવતીએ રેડિયો પર આવતા લાઇવ પ્રોગ્રામમાં કોલ કર્યો હતો. તેણે હોસ્ટને તેના બોયફ્રેન્ડને કોલ કરવા કહ્યું હતું.

    યુવતીએ જણાવ્યું કે, તેને શંકા છે કે બોયફ્રેન્ડના કોઈ સહકર્મી સાથે અફેર છે. હોસ્ટે બોયફ્રેન્ડ પાસેથી સત્યને બહાર કાઢવા માટે એક રસપ્રદ યુક્તિ અપનાવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

    આ પણ વાંચો- વાલીઓ સાવધાન! યુવાધન હવે દારૂ હુક્કા નહીં પણ આ વસ્તુના બન્યા વ્યસની

    રેડિયોની હોસ્ટે વર્જિનિયા નામની યુવતી તરીકે ઓળખાણ આપી તેના બોયફ્રેન્ડને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે તેના સહકર્મીની મિત્ર સાથે વાત કરી રહ્યો છે. વર્જિનિયાએ કહ્યું કે તે તેના મિત્ર માટે સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરી રહી છે અને તેના માટે તેના નજીકના મિત્રોને આમંત્રણ આપવા માંગે છે. બોયફ્રેન્ડને સહકર્મીની પાર્ટીમાં જવાનું આમંત્રણ મળતાં તે ખુશ હતો.

    https://www.youtube.com/watch?v=0lTRwsMFRqk&t=1s

    જ્યારે હોસ્ટ (વર્જીનિયા)એ બોયફ્રેન્ડને કહ્યું કે પાર્ટી પહેલા તેને એક સહકર્મી સાથે ડેટ પર જવાનું છે તો તે તરત જ માની ગયો. હોસ્ટે ફોન પર કહ્યું કે, બની શકે કે તમે બંને ક્લોઝ, બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોવ, એટલે ડેટ પર જવામાં કોઈ તકલીફ ન થવી જોઈએ. જેના જવાબમાં બોયફ્રેન્ડે કહ્યું કે, હા તમે એમ કહી શકો છો.

    આ પણ વાંચો- ગુજરાતમાં SBI બેંકના ATM માંથી પૈસા કપાઈ ગયા પણ વિડ્રોલ નથી થયા તો ચેતી જજો?

    આ સાંભળતા જ મામલો સ્પષ્ટ થઈ ગયો કે બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડ સાથે છેતરપિંડી કરી રહ્યો છે અને તેની સહકર્મી સાથે અફેર છે.

    અહીં નોંધનીય વાત એ છે કે, લાઇવ પ્રોગ્રામમાં બોયફ્રેન્ડની બધી વાતો બધા જ સાંભળી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેની ચિટિંગ બધાની સામે ખુલ્લી પડી ગઈ હતી. આખરે ફોન કાપતી વખતે જ્યારે હોસ્ટે કહ્યું કે, તમારી ગર્લફ્રેન્ડ પણ બધી વાતો સાંભળી રહી છે તો બોયફ્રેન્ડ ચોંકી ગયો અને બહાનાબાજી કરવા લાગ્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Love and Cheating, Online cheating, Relationship, Relationship tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन