સાઉથ ઈન્ડીયન નહીં, હકીકતમાં મરાઠાઓની ડિશ છે સાંભર!

News18 Gujarati
Updated: October 18, 2018, 7:40 AM IST
સાઉથ ઈન્ડીયન નહીં, હકીકતમાં મરાઠાઓની ડિશ છે સાંભર!
જે સાંભરને આપણે દક્ષિણ ભારતીય વ્યંજન તરીકે ઓળખીએ છીએ. હકીકતમાં તે મરાઠાઓની દેન છે.

જે સાંભરને આપણે દક્ષિણ ભારતીય વ્યંજન તરીકે ઓળખીએ છીએ. હકીકતમાં તે મરાઠાઓની દેન છે.

  • Share this:
દક્ષિણ ભારતીય વ્યંજનોમાં સામાન્ય રીતે ઓળખ બની ગયેલી ઈડલી-સાંભરને તમે દક્ષિણ ભારતની વાનગી સમજતા હોય તો, એ તમારી ભૂલ છે. વાસ્તવમાં આ વાનગી દક્ષિણ ભારતની દેન નથી. તમને જણાવી દઈએ કે, દુનિયાભરમાં વ્યંજનો વિશે પોતાની સમજ માટે પ્રખ્યાત અને કેટલાએ ટ્રાવેલ ફૂડ શોના હોસ્ટ શેફ કુનાલ કપૂરે સાંભરની ઉત્પત્તીની કહાની બતાવી છે.

માસ્ટરશેફ ઈન્ડીયાના જજ રહી ચુકેલા કુનાલ કપૂરનો નવો ટીવી શો આવી રહ્યો છે. એલએફ ચેનલ પર આવનારો આ કાર્યક્રમ કરીઝ ઓફ ઈન્ડીયામાં તે ભારતના તમામ વ્યંજનોની ઉત્પત્તી વિશે જણાવી રહ્યા છે.

આ કડીમાં તેમણે જણાવ્યું કે, તુવેરની દાળમાંથી બનેલા જે સાંભરને આપણે દક્ષિણ ભારતીય વ્યંજન તરીકે ઓળખીએ છીએ. હકીકતમાં તે મરાઠાઓની દેન છે, અને તેનું નામ તે સમયે મરાઠાઓના રાજા રહેલા સાંભાજીના નામ પર રાખવામાં આવ્યું છે. તે સમયે દક્ષિણ ભારતમાં મરાઠાઓનું શાસન હતું.

કપૂરનું કહેવું છે કે, આને લઈ સાક્ષી પણ મળી આવેલા છે. સાંભર પહેલી વખત શિવાજીના પુત્ર સાંભાજી માટે બનાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, જે સાંભાર આજે સામાન્ય રીતે તુવેર અને ચણાની દાળથી બનાવવામાં આવે છે, તે સમયે અડધની દાળથી બનાવવામાં આવતો હતો. કપૂરે કહ્યું કે, તો જ્યારે પણ તમે દક્ષિણ ભારતીય રેસ્ટોરન્ટમાં સાંભર ખાઈ રહ્યા હોવ તો યાદ રાખો તમે એક મરાઠી વ્યંજન ખાઈ રહ્યા છો.
First published: October 17, 2018
વધુ વાંચો
अगली ख़बर