Interesting Facts About Condom : કોન્ડોમ વિશે જાણવી જોઈએ આ મહત્વપૂર્ણ બાબતો ...
કોન્ડોમ શું છે:
કોન્ડોમ એ એક અત્યંત પાતળો રબરનો શેલ છે. તેનો ઉપયોગ ગર્ભાવસ્થા ટાળવા માટે થાય છે. ફીઝિકલ રિલેશન દરમિયાન, પુરુષ પાર્ટનરે તેના પ્રાઈવેટ પાર્ટ પર કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ, જેથી સ્ત્રીના ગર્ભાશયમાં વીર્ય પ્રવેશતા અટકાવી શકાય. મોટાભાગના કોન્ડોમ લેટેક્સથી બનેલા છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ગર્ભાવસ્થાના જોખમને 85 ટકાથી 98 ટકા ઘટાડી શકે છે. જોકે આ 100 ટકા સલામત નથી. કેટલાક લોકોને લેટેક્સની એલર્જી હોય છે, તેમના માટે પોલિયુરેથીનથી બનેલા કોન્ડોમનો ઉપયોગ કરવો વધુ સારું છે. ચાલો આપણે તેને લગતી કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણીએ:
કોન્ડોમના ઉપયોગથી એસટીડી (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ) નું જોખમ ઓછું રહે છે. તેનાથી HIV પોઝિટિવ જેવી ખતરનાક બીમારીઓનું જોખમ પણ ઘણી હદ સુધી ઘટાડે છે.
કદાચ તમે કોન્ડોમ વિશે આ વાતની ખબર નહીં હોય કે તે ખૂબ જ નાજુક હોય છે અને ખોટી રીતે પ્રયોગ કરવાથી, આંગળીના નખોથી, રિંગ્સ(વીંટી) અને કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓના ઉપયોગથી તે સરળતાથી ફાટી શકે છે. ફાટેલા કોન્ડોમનો ઉપયોગ ન કરવો જોઇએ.
જીવનસાથી સાથે સંબંધ સ્થાપિત કરતી વખતે જો કોન્ડોમ ફાટી જાય છે, તો ગર્ભનિરોધક ગોળીઓ તરત જ લેવી જોઈએ. આ કરવાથી ગર્ભાવસ્થાની સંભાવના નહીં રહે.
ફીઝિકલ રિલેશન સ્થાપિત કરતી વખતે હંમેશા સારી ક્વોલિટીના કોન્ડોમનો ઉપયોગ કરો. કોન્ડોમ ખરીદતા પહેલા, તપાસ કરો કે તે એક્સપાયર કે ફાટી તો નથી ગયા ને?
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ અને ધારણાઓ પર આધારિત છે. Gujarati news18 તેની પુષ્ટિ નથી કરતું. અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર