કોવિડ-19, ડેન્ગ્યુ, ઝીકા વાયરસ માટેના વિવિધ ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિશે મેળવો માહિતી

ઝિકા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની તપાસ માટે કયા ટેસ્ટ કરવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)

મોલેક્યુલર ટેસ્ટિંગ અથવા RT-PCR ટેક્નોલોજી હેઠળ, લોહીની, અથવા નાક અથવા ગળાના સ્વેબમાંથી સેમ્પલ લેવામાં આવે છે. વાયરસના જીનોમ સિકવન્સને શરીરની બહાર મલ્ટીપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવે છે.

 • Share this:
  તહેવાર બાદ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. આ પરિસ્થિતિમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટેનું સૂચન કરવામાં આવી રહ્યું છે. પરંતુ શું આ RT-PCR ટેસ્ટ કોરોનાની તપાસ માટે નથી? રિવર્સ ટ્રાન્સક્રીપ્શન પોલિમર્સ ચેઈન રિએક્શન (RT-PCR) ટેસ્ટનો ટેસ્ટનો ઉપયોગ ઝિકા, ડેન્ગ્યુ તથા અન્ય બિમારીઓ વિશે જાણવા માટે થાય છે.

  કોવિડ રોગચાળો ફાટી નીકળ્યા બાદ લેબોરેટરીઝની સંખ્યામાં વધારો થયો છે. ખૂબ જ ઓછા સમયમાં આ ટેસ્ટ મળી પણ જાય છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે, કોવિડ પહેલાના સમયમાં RT-PCR ટેસ્ટ કરતી માત્ર 200 લેબોરેટરીઝ હતી, લેબોરેટરીઝની સંખ્યા વધીને હવે 3,000 થઈ ગઈ છે.

  ઝિકા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની તપાસ માટે કયા ટેસ્ટ કરવામાં આવે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે, તે જાણવા અને સમજવાના હેતુસર News18.com એ કેટલાક તબીબી નિષ્ણાંતો સાથે વાતચીત કરી છે. જેની અહીં જાણકારી આપવામાં આવી છે.

  RT-PCR ટેસ્ટ

  મોલેક્યુલર ટેસ્ટિંગ અથવા RT-PCR ટેક્નોલોજી હેઠળ, લોહીની, અથવા નાક અથવા ગળાના સ્વેબમાંથી સેમ્પલ લેવામાં આવે છે. વાયરસના જીનોમ સિકવન્સને શરીરની બહાર મલ્ટીપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવે છે. શરીરમાં જો વાયરસની થોડી માત્રા પણ હોય તો તેને આ ટેક્નોલોજી હેઠળ શોધી કાઢવામાં આવે છે. આ કારણોસર આ ટેક્નોલોજીને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. જેનાથી સમયસર સારવાર મેળવી શકાય છે. 2-4 કલાકમાં આ રિપોર્ટ મળી જાય છે.

  આ પણ વાંચો: આ 5 વસ્તુને બીજી વખત ગરમ કરીને ખાવાથી બચો, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે

  જો શરીરમાં કોઈપણ વાયરસ પ્રવેશ કરે તો, તેના લક્ષણો ડેવલપ થતા થોડો વધારે સમય લાગે છે. જ્યારે આ વાયરસ દર કલાકે મલ્ટીપ્લાય કરે છે, 5થી 7 દિવસમાં આ વાયરસના લક્ષણો ડેવલપ થવા લાગે છે.

  ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના લેબ સર્વિસના ચીફ ડૉ. અમૃતા સિંઘે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લગભગ તમામ વાયરસને શોધવા માટેની યોગ્ય ટેકનિક RT-PCR ટેસ્ટ છે. આ ટેસ્ટને મોલેક્યુલર ટેસ્ટીંગ પણ કહે છે. આ ટેસ્ટને કન્ફર્મ માનવામાં આવે છે અને 2થી 4 કલાકમાં રિપોર્ટ જનરેટ કરે છે. ઝીકા જેવા વાયરસને ઓળખવા માટે આ ટેસ્ટ કરાવવા માટેનું સૂચન કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં આ ટેસ્ટની કિંમતમાં વધારો થયો છે. TrueNat અને CBNAAT ટેસ્ટીંગ એકદમ સમાન ટેકનિક છે. ટેસ્ટના પરિણામ જનરેટ થવામાં 1.5 કલાક જેટલો સમય લાગે છે પરંતુ મશીન એક જ વારમાં માત્ર બે સેમ્પલ લોડ કરી શકે છે, જ્યારે RT-PCRમાં મશીન એક રાઉન્ડમાં 40થી 400 સેમ્પલ પર પ્રક્રિયા કરે છે.

  પૂણે સ્થિત મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક્સ ફર્મ માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના મેડિકલ અફેર્સના ડિરેક્ટર ડૉ. ગૌતમ વાનખેડેએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છે કે, “કોવિડ-19 ચેપી વાયરસ છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ કારણોસર તેની વહેલી જાણ મેળવવી જરૂરી છે. જેથી કોવિડ-19ને ડિટેક્ટ કરવા માટે RT-PCR ટેસ્ટ યોગ્ય છે.”

  આ પણ વાંચો: જીભ ખાય છે સ્વાસ્થ્યની ચાડી, જીભનાં રંગથી જાણો કેવું છે તમારું શારિરીક સ્વાસ્થ્ય

  “ઝીકા વાયરસની તપાસ માટે, RT-PCR એક યોગ્ય ટેકનિક છે. જ્યારે ઝિકાનું સેરોલોજીકલ ડાયગ્નોસિસ થોડું મુશ્કેલ છે, ત્યારે પીસીઆર-આધારિત ન્યુક્લિક એસિડ ડિટેક્શન એ સજેસ્ટેડ મેથડ છે. એન્ટિબોડી ટેસ્ટ પણ વિશ્વાસપાત્ર રિઝલ્ટ આપતા નથી. તે ડેન્ગ્યુ જેવા સેમ ફેમિલીના અન્ય વાયરસ સાથે ક્રોસ-રિએક્ટ કરે છે. અગાઉ ખર્ચની મર્યાદાઓને કારણે અનેક લેબોરેટરીઝ આ ટેસ્ટ કરતી ન હતી. હવે ભારતમાં 3,000થી વધુ લેબ્સ છે, જે આ ટેસ્ટ કરે છે.

  આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, RT PCR ટેસ્ટનો ઉપયોગ ચિકનગુનિયાની તપાસ કરવા માટે પણ થાય છે.

  રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT)

  રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT) માં, માનવસર્જિત અથવા સિન્થેટીક એન્ટિબોડીનો ઉપયોગ કરીને માનવ શરીરના ટીસ્યૂનું ટેસ્ટીંગ કરવામાં આવે છે.

  વાનખેડેએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, “ઉદાહરણ તરીકે જોઈએ તો કોવિડ -19 સિન્થેટિક એન્ટિબોડીનો ઉપયોગ કોવિડ -19 સેમ્પલ પર કરવામાં આવશે. લીધેલ સેમ્પલમાં કોવિડ-19 વાયરસ છે કે નહીં, તે તપાસ કરવામાં આવશે. આ ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટીવ આવે તે માટે વાયરસના ચોક્કસ પાર્ટિકલ્સ હોવા જરૂરી છે.

  આ પણ વાંચો: શિયાળામાં ઘરે રહેલા મની પ્લાન્ટને આ રીતે રાખો ગ્રીન

  ગવર્નમેન્ટ પ્રોટોકોલ અનુસાર RAT નેગેટીવ આવે તો RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર રહે છે. આ ટેસ્ટનું પરિણામ ખૂબ જ ઝડપથી મળી જાય છે, ક્યારેક એક કલાકમાં રિઝલ્ટ આપે છે, ક્યારેક 15 મિનિટમાં રિઝલ્ટ આપે છે.

  ડેન્ગ્યુને ડિટેક્ટ કરવા માટે ELISA મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ELISA એન્ઝાઇમ-લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે છે. આ ટેસ્ટ હેઠળ એન્ટીજન અને એન્ટીબોડી ડિટેક્ટ કરવામાં આવે છે.

  “ડેન્ગ્યુમાં, NS1 એન્ટિજેન ELISA એ પ્રિફર્ડ મેથડ છે, જે હેઠળ ડેન્ગ્યુનું નોન-સ્ટ્રક્ચરલ પ્રોટીન NS1 ડિટેક્ટ થાય આવે છે. બ્લડ સેમ્પલમાં આ વાયરસ વિશેની જાણ થાય છે.

  એન્ટીબોડી ટેસ્ટ

  કોઈપણ પેથોજેન માનવ શરીરમાં પ્રવેશ કરે તો સૌથી પહેલા તે એન્ટીબોડીના સંપર્કમાં આવે છે. બ્લડ સેમ્પલમાં અગાઉના અને અત્યારના ચેપ વિશેની જાણકારી મળે છે. આ એન્ટીબોડી તાત્કાલિક ના બનતી હોવાથી, આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી.

  આ પણ વાંચો: શિયાળામાં ત્વચાની દેખભાળ માટે કરો માખણનો ઉપયોગ, આ ગુણકારી તત્વોથી થશે અઢળક ફાયદા

  કોવિડ -19 અથવા ડેન્ગ્યુ જેવી બિમારીઓ જીવલેણ સાબિત થઈ શકે છે, આ પરિસ્થિતિમાં એન્ટીબોડી ટેસ્ટનું કોઈ મહત્વ નથી. નિદાન હેતુસર એન્ટીબોડી ટેસ્ટ કરાવવા માટે ક્યારેય પણ કહેવામાં આવતું નથી. આ તમામ બિમારીઓને ડિટેક્ટ કરવા માટે મોલેક્યુલર ટેસ્ટ વધુ પ્રચલિત બની ગયા છે.

  એન્ટિબોડી ELISA થી ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જાણ થાય છે, પરંતુ નિદાન કરવા માટે આ ટેસ્ટને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. બિમારીના 5-7 દિવસ બાદ તેનું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. વેક્સીન લીધા બાદ આ ટેસ્ટ કરવાથી તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  Published by:kuldipsinh barot
  First published: