Home /News /lifestyle /પ્રેગ્નન્સીમાં આ સમયે ખાઓ મકાઇ, ગર્ભમાં રહેલા બાળકની આંખોની રોશની થશે તેજ

પ્રેગ્નન્સીમાં આ સમયે ખાઓ મકાઇ, ગર્ભમાં રહેલા બાળકની આંખોની રોશની થશે તેજ

મકાઇ ખાવાના ફાયદા

pregnancy period: પ્રેગ્નન્સી સમયે મકાઇ ખાવી જોઇએ કે નહિં એ વિશે અનેક મહિલાઓ અજાણ હોય છે. આમ તમને પણ પ્રેગ્નન્સી સમયે મકાઇ ખાવાનું મન થાય છે તો ખાસ જાણી લો આ વિશે.

    મુંબઈ: લાઇફસ્ટાઇલ ડેસ્ક: દરેક સ્ત્રી માટે પ્રેગ્નન્સીનો સમય ખાસ હોય છે. પ્રેગ્નન્સી સમયે મહિલાઓ પોતાનું ખૂબ જ ધ્યાન રાખતી હોય છે. આ સમયગાળો એવો છે જેમાં ગર્ભમાં રહેલા શિશુને કોઇ તકલીફ ના પડે એ ખૂબ જરૂરી છે. આ માટે ગર્ભાવસ્થામાં ખાસ કરીને ડોક્ટરો અનેક વાનગીઓ એવી હોય છે જે ખાવા માટે ના પાડતા હોય છે. પ્રેગ્નન્સી સમયે મહિલાઓએ એવી વસ્તુઓ ખાવી જોઇએ જેનાથી ગર્ભમાં રહેલા બાળકને ફાયદો થાય. આમ, જો મકાઇની વાત કરીએ તો પ્રેગ્નન્સી દરમિયાન અનેક લોકો મકાઇ ખાવાની સલાહ આપતા હોય છે. પરંતુ પ્રેગ્નન્સી સમયે મકાઇ ખાવી જોઇએ ખરી? તો જાણો આ વિશે શું કહેવું છે એક્સપર્ટનું...

    શું પ્રેગ્નન્સી સમયમાં મકાઇ ખાવી જોઇએ?


    હેલ્થ એક્સપર્ટ ગર્ભવતી મહિલાઓને મકાઇ ખાવાની સલાહ આપતા હોય છે, પરંતુ જો કોઇ મહિલાને પ્રેગ્નન્સી સમયમાં કોઇ બીજી તકલીફ હોય તો મકાઇ એવોઇડ કરવી જોઇએ. મકાઇ અનેક નામોથી જાણીતી છે. મકાઇમાં ખનીજ, વિટામીન સી, વિટામીન બી1, વિટામીન બી5, ફાઇબર, મેગ્નેશીયમ જેવા અનેક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. પ્રેગ્નન્સી સમયમાં ક્રેવિંગ થાય છે ત્યારે તમે મકાઇ ખાઓ છો તો આ સમસ્યામાંથી રાહત મળે છે.

    આ પણ વાંચો: આ ઘરેલૂ ઉપાયો પિરીયડ્સના દુ:ખાવામાંથી અપાવે છે રાહત

    જાણો મકાઇ ક્યારે ખાવી જોઇએ


    પ્રેગ્નન્સી સમયમાં મકાઇ તમે કોઇ પણ સમયે ખાઇ શકો છો. આ ગર્ભાવસ્થામાં એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ ખાસ વાત એ છે કે તમને કોઇ બીમારી છે અને તમે પ્રેગ્નન્ટ છો તો એકવાર ખાસ કરીને ડોક્ટરની સલાહ લીધા પછી મકાઇનું સેવન કરવું એ ખૂબ જરૂરી છે. મકાઇમાં મળતા કેટલાક વિટામીન્સ દવાઓ સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે માટે અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવાના ચાન્સિસ વધી જાય છે.

    આ પણ વાંચો:  દૂધને વધુ પોષક બનાવવા જાણો તેને પીવાની સાચી રીત

    પ્રેગ્નન્સીમાં મકાઇ ખાવાથી થાય છે આ ફાયદાઓ


    પ્રેગ્નન્સીમાં મકાઇ ખાવાથી કબજીયાત જેવી સમસ્યામાંથી રાહત મળે છે. મકાઇમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, મેગ્નેશીયમ, કોપર, ફોસ્ફરસ જેવા ગુણ હોય છે જે તમારા હાડકાંના મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સમયમાં મકાઇ ખાવાથી ગર્ભમાં રહેલા બાળકની આંખોનો વિકાસ સારો થાય છે. મકાઇમાં રહેલું લ્યૂટિન બાળકોની આંખોની રોશની વધારવામાં મદદરૂપ બને છે. આ માટે પ્રેગ્નન્સી સમયમાં દરેક મહિલાએ અઠવાડિયામાં બે થી ત્રણ વાર મકાઇ ખાવી જોઇએ.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Corn Health Benefits, Pregnant, Pregnant woman, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन