ઉનાળાની ઋતુમાં વાળની ખાસ કાળજી (Haircare in Summers) લેવા છતાં મોટાભાગના લોકોમાં વાળની કેટલીક સમસ્યાઓ (Hair Problems) સામાન્ય બની જાય છે. તડકો, ધૂળ અને પરસેવો થવાને કારણે સ્કેલ્પની ઉપરનું મોઇશ્ચર ઓછું થઇ જાય છે. જેના કારણે તમારા વાળ ડ્રાઇ (Dry Hair) થવાની સાથે બેજાન દેખાવા લાગે છે. વાળને ફરી ચમકદાર અને મુલાયમ બનાવવા માટે તમે ઘરે બનાવેલા હોમ મેડ શેમ્પૂનો (Homemade Shampoo for Shiny-soft Hair) ઉપયોગ કરી શકો છો.
વાળને સોફ્ટ અને શાઇની બનાવવા માટે મોટાભાગે લોકો માર્કેટ બેઝ્ડ મોંઘા હેર શેમ્પૂ અને કંડિશ્નરનો ઉપયોગ કરે છે. જેમાં રહેલા કેમિકલ વાળને સીધી જ અસર કરે છે. તેની અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ અમુક અસરકારક શેમ્પૂ બનાવવાની રીતો વિશ જેને અજમાવીને તમે તમારા વાળને નેચરલી મુલાયમ અને ચમકદાર બનાવી શકો છો.
નારીયેલના દૂધમાંથી શેમ્પૂ
નારીયેલમાં દૂધમાંથી નેચરલ શેમ્પૂ બનાવવા માટે 1 કપ નારીયેલના દૂધમાં અડધી ચમચી વિટામિન ઇ ઓઇલ અને અડધો કપ લિક્વિડ સાબુ મિક્સ કરીને શીશીમાં ભરી દો. હવે નિયમિત રીતે આ શેમ્પૂ દ્વારા વાળ ધોઇ લો. તેમાં હાજર નાળિયેર તેલ જ્યાં તે વાળને પોષણ આપીને નરમ બનાવવાનું કામ કરે છે. સાથે જ વિટામિન ઇ વાળને ચમકદાર બનાવે છે.
ગુંચવાયેલા અને ફ્રિઝી વાળને રેશમી બનાવવા માટે જોજોબા તેલના શેમ્પૂનો ઉપયોગ કરવો એ વધુ સારો વિકલ્પ છે. આ માટે 1 ટીસ્પૂન ગ્લિસરીન, 1/2 ટીસ્પૂન જોજોબા ઓઇલ, 1/2 ટીસ્પૂન નારિયેળ તેલ અને 1 ટીસ્પૂન ડિસ્ટિલ્ડ પાણી 1 ટીસ્પૂન માઇલ્ડ શેમ્પૂમાં મિક્સ કરીને શેમ્પૂ બનાવો. હવે તેને હેર વોશ કરતી વખતે વાળ પર લગાવો.
એલોવેરા શેમ્પૂનો ઉપયોગ
એલોવેરા વાળને હાઇડ્રેટેડ રાખીને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. જેથી ગરમીમાં પણ વાળ સોફ્ટ અને સિલ્કી રહે છે. તેને બનાવવા માટે અડધા કપ એલોવેરા જેલની અંદર લિક્વિડ સોપ, ગ્લિસરીન અને 1/2 ચમચી વિટામિન ઇ ઓઇલ મિક્સ કરી શેમ્પૂ બનાવી લો. જ્યારે તમે આ શેમ્પૂથી વાળ ધોઓ છો, ત્યારે વાળ નરમ તેમજ લાંબા અને ગાઢ બને છે.
વાળ અને ખોપરી ઉપરની ચામડીને મોઇશ્ચરાઇઝ્ડ રાખવા માટે તમે મધના શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો છો. તેને બનાવવા માટે, 1 ચમચી ઓર્ગેનિક મધમાં 1 કપ લિક્વિડ સાબુ અને થોડા ટીપાં તેલના મિક્સ કરો. હવે તેને બરણીમાં ભરીને રાખી દો અને વાળ ધોવા માટે આ શેમ્પૂનો ઉપયોગ કરો. તે તમારા વાળને નરમ, ચમકદાર અને હેલ્થી રાખશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર