તમને ખબર છે! રૂ. 8,990માં મળી રહ્યો છે રૂ. 46,000નો આ ફોન

જો તમે તમારા જુના ફોનથી કંટાળી ગયા હોય અને નવો ફોન ખરીદવા માંગતા હોય તો ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ તમારા માટે શાનદાર ઓફર્સ લઈને આવી છે...

જો તમે તમારા જુના ફોનથી કંટાળી ગયા હોય અને નવો ફોન ખરીદવા માંગતા હોય તો ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ તમારા માટે શાનદાર ઓફર્સ લઈને આવી છે...

  • Share this:
જો તમે તમારા જુના ફોનથી કંટાળી ગયા હોય અને નવો ફોન ખરીદવા માંગતા હોય તો ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ તમારા માટે શાનદાર ઓફર્સ લઈને આવી છે. ફ્લિપકાર્ટ પોપ્યુલર સેમસંગ ગંલેક્સી S7 પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટના આ ઓફર્સમાં 46000 રૂપિયાના આ ફોન પર 19010 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેનાથી આ ફોનની કિંમત ઘટીને 26900 રૂપિયા રહે છે. ફ્લિપકાર્ટની આ ઓફર અહીં ખત્મ નથી થતી. તમે તમારો જૂના સ્માર્ટફોન પર 18000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. તેનો મતલબ છે કે તમે માત્ર રૂ. 8990માં ફ્લિપકાર્ટ પર ગેલેક્સી S7 ખરીદી શકો છો.

લઈ શકો છો તમારી પસંદના કલરનો ફોન
ડિસ્કાઉન્ટ સાથે કસ્ટમર્સને પોતાની પસંદગીના કલરનો ફોન લેવાની છૂટ છે. તમે બ્લેક ઓક્સ, ગોલ્ડ પ્લેટિનમ અને સિલ્વર ટાઈટેનિયમ કલરમાં આ ફોનને આટલા ઓછા ભાવમાં ખરીદી શકશો. સેમસંગનો ગેલેક્સી S7 ફેબ્રુઆરી 2016માં લોન્ચ થયો હતો. આ ફોનમાં 5.1 ઈંચનું ડિસપ્લે આપવામાં આવ્યું છે. સેમસંગ ગેલેક્સી S7 1.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર પ્રોસેસરથી પાવર્ડ છે અને 4GBની રેમ છે.

ફોનમાં 32GBની ઈન્ટરનલ મેમરી
સેમસંગના આ ફોનમાં 32જીબીનું ઈન્ટરનલ સ્ટોરેજ છે, જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા 200 જીબી સુધી વધારી શકો છો. જો કેમેરાની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી S7માં 12 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને સેલ્ફી માટે 5 મેગાપિક્સલ કેમેરા છે. સેમસંગ ગેલેક્સી એસ7 એન્ડ્રોયડ 6.0 પર ચાલે છે અને આ 3000 mAhની બેટરી પાવર્ડ છે. આની બેટરીને હટાવી નથી શકાતી.
First published: