6000 રૂપિયાનું કેશ બેક: દિવાળી પર અહીંથી ખરીદી શકો છો સોનું

News18 Gujarati
Updated: October 30, 2018, 5:02 PM IST
6000 રૂપિયાનું કેશ બેક: દિવાળી પર અહીંથી ખરીદી શકો છો સોનું

  • Share this:
હિંદુઓમાં ધનતેરસના દિવસે સોના-ચાંદી ખરીદવું ખુબ જ શુભ મનાય છે. જો આપ આ દિવાળી પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. સોનાની શુધ્ધતા બાબતે શંકા છે તો હવે આપ સોનું ઓનલાઈન ખરદી શકો છો. ઘણી એપ્સ ઓનલાઈન સોનું વેચે છે.

PhonePe પર ગોલ્ડ ખરદવા પર ઘણી બધી ઑફર્સ છે. PhonePeના દ્વારા 99.9 પ્યોરીટી ગોલ્ડ અને 99.5 પ્યોરીટી ગોલ્ડ ખરીદી શકો છો. જો આપ ઓનલાઈન સોનું ખરીદો છો તો તમને મળી શકે છે 6000 રૂપિયા સુધીનું કેશબેક. આવો તમને આ ઑફર વિશે જણાવીએ.

આ ઑફર 29 ઓક્ટોબરે સાંજે 4 કલાકે શરૂ થશે જે 5 નવેમ્બરે રાત્રે 11.59 સુધી ચાલશે. PhonePe દ્વારા ગોલ્ડ ખરીદવા પર 5% કેશબેક જે અધિકતમ 6000 રૂપિયા જેટલું હશે.એક ટ્રાંઝેકશનમાં અધિકતમ 2000 રૂપિયા કેશબેક મળશે. યુઝર વધુમાં વધુ 3 વખત ટ્રાંઝેક્શન કરી 6000 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે. UPI, Credit Card, Debit Card દ્વારા પેમેન્ટ કરવા પર જ ગ્રાહક કેશબેકના હકદાર થશે. આ ધનતેરસ ધમાકા ઑફર દરમિયાન 100 લકી ગ્રાહકોને Gold chain જીતવાનો મોકો છે. આ ઈનામ માટે ગ્રાહકે ઓછામાં ઓછી રૂપિયા 300ની ખરીદી કરવી પડશે. PhonePeની સાથે Paytm અને Mobikwik પર પણ ઓનલાઈન ગોલ્ડની ખરીદી પર ઑફર્સ છે.

સૂચનાઃ ઓનલાઈન ગમે ત્યાંથી ખરીદતી વખતે ઑફર્સ સંબંધિત શર્તો અને નિયમો ધ્યાનપુર્વક વાંચો..
Published by: Sanjay Vaghela
First published: October 30, 2018, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading