Home /News /lifestyle /

Surya Namaskar: દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી શરીર થાય છે મજબૂત, આ રીતે કરો યોગાભ્યાસ

Surya Namaskar: દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી શરીર થાય છે મજબૂત, આ રીતે કરો યોગાભ્યાસ

યોગ પ્રશિક્ષક સવિતા યાદવ.

જો તમારા ઘરમાં 8 વર્ષથી વધુ વય ધરાવતા બાળકો હોય તો તેમને પણ સૂર્ય નમસ્કાર જરૂરથી કરાવવા જોઈએ. સૂર્ય નમસ્કાર કરવાથી બાળકનો સંપૂર્ણ વિકાસ થાય છે. જો તમે સ્વાસ્થ્યપ્રદ રહેવા ઈચ્છતા હોવ તો તમારી લાઈફ સ્ટાઈલમાં સૂર્ય નમસ્કારની સાથે સાથે અન્ય બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. યોગ્ય આહાર, એક્ટીવ રહેવું અને આરામ કરવો જરૂરી છે.

વધુ જુઓ ...
  સૂર્ય નમસ્કાર (Surya Namaskar) એક એવો યોગ અભ્યાસ છે, જેનાથી શરીરનું સંવર્ધન થાય છે અને શરીર સંપૂર્ણ રીતે શક્તિશાળી બને છે. સૂર્ય નમસ્કાર કરવાથી કમર, ખભા, પગ, હાથ, ગરદન, ફેંફસા તમામ અંગોની કસરત થાય છે તથા મજબૂત પણ બને છે. દૈનિક સૂર્ય નમસ્કાર (Surya Namaskar)ના ઓછામાં ઓછા 10થી 12 ચક્ર જરૂરથી કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર બાળકો માટે ખૂબ જ લાભકારી હોય છે. જો તમારા ઘરમાં 8 વર્ષથી વધુ વય ધરાવતા બાળકો હોય તો તેમને પણ સૂર્ય નમસ્કાર જરૂરથી કરાવવા જોઈએ. સૂર્ય નમસ્કાર કરવાથી બાળકનો સંપૂર્ણ વિકાસ થાય છે. જો તમે સ્વાસ્થ્યપ્રદ રહેવા ઈચ્છતા હોવ તો તમારી લાઈફ સ્ટાઈલમાં સૂર્ય નમસ્કારની સાથે સાથે અન્ય બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. યોગ્ય આહાર, એક્ટીવ રહેવું અને આરામ કરવો જરૂરી છે. જો આ ત્રણ બાબતો પર ધ્યાન આપવામાં ના આવે તો તણાવ, અશાંતિ તથા અન્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. ન્યૂઝ 18 હિન્દીના ફેસબુક લાઈવ સેશન દરમિયાન યોગ પ્રશિક્ષિકા સવિતા યાદવે (Savita Yadav) સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરાવ્યો અને તેનાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે પણ જાણકારી આપી હતી.

  આ પ્રકારે શરૂઆત કરો

  મેટ પર કમર અને ગરદનને સીધી રાખો અને ધ્યાનની મુદ્રામાં બેસો. આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો અને યોગ્ય રીતે શ્વાસોચ્છશ્વાસની પ્રક્રિયા કરો. ત્યારબાદ ‘ઓમ’નું ઉચ્ચારણ કરો અને પ્રાર્થના કરો.

  તાડાસન

  હવે તમે મેટ પર ઊભા થઈ જાવ અને બંને હાથને ઈન્ટરલોક કરો. ત્યારબાદ ઉપરની તરફ ખેંચો. પેટ અને છાતીને અંદરની તરફ ખેંચો તથા 20 સુધી ગણતરી કરો. આ પ્રકારે કરવાથી શરીર ખેંચાણ અનુભવશે અને કબજિયાતની સમસ્યા દૂર થશે.

  આ પણ વાંચો- સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી

  વોર્મઅપ

  હવે મેટ પર ઊભા થઈ જાવ. પગને મજબૂત કરવા માટે પહેલા એડીને ઉપરની તરફ લાવો અને પંજો ઊભો કરો. આ પ્રોસેસ 30 ચક્ર સુધી કરો. ત્યારબાદ પંજાના બળથી ચાલો અને એડીથી પાછળની તરફ ચાલો.

  હવે કદમ તાલ કરો અને યોગ્ય રીતે શ્વાસોચ્છશ્વાસની પ્રક્રિયા કરો. ત્યારબાદ થાક દૂર કરવા માટે ઊભા થઈને ઊંડા શ્વાસ લો અને બહાર ફેંકો. શરીરને ખેંચવા માટે તાડાસનની મુદ્રામાં ઊભા થઈ જાવ અને જમણી તથા ડાબી બાજુ વળો. આ પ્રકારે 20 ચક્ર સુધી કરો.

  સૂર્ય નમસ્કાર કરવાની રીત

  સૂર્ય નમસ્કાર કરવાના અનેક ફાયદા છે. જો તમે કોઈપણ પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા કોરોનામાંથી રિકવર કરી રહ્યા છો, તો ડૉકટરની સલાહ વગર આ પ્રકારે ના કરવું. સૂર્ય નમસ્કારની મદદથી વધતા વજનને ઓછું કરી શકાય છે તથા વધારી પણ શકાય છે.

  આ પણ વાંચો- આણંદના વલ્લભવિદ્યાનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન થતો ડ્રગ્સનો કારોબાર

  પ્રણામાસન (Pranamasana)

  મેટ પર સીધા ઊભા થઈ જાવ, ત્યારબાદ બંને હાથથી પ્રણામની મુદ્રામાં ઊભા રહો. પ્રણામની મુદ્રામાં ઊગતા સૂર્યનું ધ્યાન ધરો અને પ્રાર્થના કરો.

  હસ્તઉત્તનાસન (Hasta Uttanasana)

  ઊંડા શ્વાસ લો અને બંને હાથને ઊપરની તરફ લઈ જાવ. ત્યાર બાદ બંને હાથથી પ્રણામ કરવાની મુદ્રામાં પાછળની તરફ વળો. જો તમને કમરમાં દુખાવો થતો હોય તો 90 ડિગ્રી સુધી વળો.

  પાદહસ્તાસન (Padahastasana)

  ધીરે ધીરે શ્વાસ છોડો અને આગળની તરફ વળો. હવે હાથથી પગની આંગળીઓને પકડવાની કોશિશ કરો. આ મુદ્રામાં તમારા માથાને ઘુંટણ સાથે અડાડવાની કોશિશ કરો.

  અશ્વ સંચાલનાસન (Ashwa Sanchalanasana)

  શ્વાસ લઈને જમણી બાજુ પાછળની તરફ વળો. હવે આ જ મુદ્રામાં ઘુંટણને જમીન સાથે અડાડવાની કોશિશ કરો. આ જ પ્રકારે બીજા પગને પણ વાળો. હવે હથળીઓ જમીન પર સીધી રાખો અને માથાની ઉપર રાખીને સામેની તરફ જોવો.

  દંડાસન (Dandasana)

  શ્વાસ છોડીને બંને હાથ અને પગને એક સીધી લાઈનમાં રાખો. ત્યાર બાદ પુશ અપ્સ કરવાની પોઝિશન પર આવી જાવ.

  અષ્ટાંગ નમસ્કાર

  શ્વાસ લઈને બંને હથેળીઓ, છાતી, ઘુંટણ અને પગને જમીન સાથે અડાડી લો. હવે થોડી વાર આ જ પોઝિશનમાં રહો.

  ભુજંગાસન (Bhujangasana)

  ભુજંગાસન માટે શ્વાસ છોડીને પોતાની હથેળીઓને જમીન પર રાખો અને નાભિ સુધી શરીરના આગળના ભાગને ઉંચકવાની કોશિશ કરો. હવે પેટને જમીન સાથે જ અડાડીને રાખો અને ગરદનને પાછળની તરફ વાળો.

  પર્વતાસન અથવા અધોમુખ શવાસન (Adho Mukha Svanasana)

  અધોમુખ શવાસન માટે પગને જમીન પર સીધા રાખો. ત્યારબાદ કુલ્લાને ઉપરની તરફ ઉઠાવો. હવે ખભાને સીધા રાખો અને મોંઢાને અંદરની તરફ રાખો. ત્યાર બાદ અશ્વ સંચાલનાસન, પાદહસ્તાસન, હસ્તઉત્તનાસન અને પ્રણામાસન કરો. સૂર્ય નમસ્કાર પોતાની ક્ષમતા અનુસાર જ કરો. આ દરમિયાન શ્વાસોચ્છશ્વાસ અને વ્યાયામ સાથે જોડાયેલ વિશેષ નિયમોનું પાલન જરૂરથી કરો. હંમેશા ધીમી ગતિથી યોગ અભ્યાસ શરૂ કરો અને ધીરે ધીરે યોગની કરવાની ગતિ વધારો.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Yoga Pose, Yoga. મહિલા, Yogasan

  આગામી સમાચાર