Yoga for health: ગર્ભવસ્થામાં આવી રીતે ઉપયોગી નીવડી શકે યોગ, વંધ્યત્વતા નિવારવામાં પણ કરશે મદદ

પ્રતિકાત્મક તસવીર

yoga help for Infertility: ગર્ભધારણ (Fertility) કરવા ઇચ્છનારે તંદુરસ્ત જીવનશૈલી (Healthy lifestyle) જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તંદુરસ્ત જીવનશૈલી અનુસરવાથી સ્ટેમીન રિસ્ટોર થાય છે અને ઊર્જાના સ્તરને વધારવામાં મદદ મળે છે. ગર્ભવતી (pregnant) થવાનો પ્રયાસ કરવાની પ્રક્રિયામાં કસરત મદદરૂપ થઈ શકે છે.

  • Share this:
yoga help for Infertility: માતૃત્વ (Motherhood) ધારણ કરવાનો અનુભવ જીવનનો શ્રેષ્ઠ અનુભવ છે. પણ બધા જ લોકો આ અનુભવ મેળવી શકતા નથી. તણાવગ્રસ્ત જીવન, ખાવા પીવામાં બેદરકારી, (liveing style) કામ કરવાનું પ્રેશર સહિતની બાબતોથી આરોગ્ય પર ગંભીર અસર (Serious effect on health) થાય છે. જેના પરિણામે લોકોમાં વંધ્યત્વનું (Infertility) પ્રમાણ વધી રહ્યું છે.

સંશોધન અનુસાર, ગર્ભધારણ કરવા ઇચ્છનારે તંદુરસ્ત જીવનશૈલી જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તંદુરસ્ત જીવનશૈલી અનુસરવાથી સ્ટેમીન રિસ્ટોર થાય છે અને ઊર્જાના સ્તરને વધારવામાં મદદ મળે છે. ગર્ભવતી થવાનો પ્રયાસ કરવાની પ્રક્રિયામાં કસરત મદદરૂપ થઈ શકે છે. તમારું વજન વધારે હોય ત્યારે નક્કી કરેલા આહાર સાથે યોગ્ય કસરત તમને ગર્ભધારણ કરવામાં મદદ કરી શકે છે. યોગાસન તમારા શરીરને પ્રસૂતિ માટે તૈયાર કરે છે. તેમજ વંધ્યત્વની તકલીફ સામે લડતી વખતે યોગની પ્રેક્ટિસ સકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે.

યોગના કારણે ફળદ્રુપતા કઈ રીતે વધે છે?
યોગાસનના ઘણા ફાયદા છે. યોગ ફિટનેસ કોચ અને સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ હસ્તી સિંઘના મત મુજબ ફળદ્રુપતા વધારવા યોગ આવી રીતે કામ કરે છે.

- યોગ કરવાથી ગર્ભાશય અને અંડાશય ઉત્તેજીત થાય છે.
- સ્નાયુઓની કસરત થાય છે અને તેમને મજબૂત બનાવે છે.
- શરીરમાંથી ઝેર બહાર કાઢે છે.
- ગ્રોઇન અને હિપ્સને ફલેક્સિબલ કરે છે.
- ગરદનના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને કરોડરજ્જુ વધુ ફલેક્સિબલ બનાવે છે.
- પ્રજનન અંગોને વધુ લોહી પૂરું પાડવામાં મદદ કરે છે.
- મૂડ સુધારે છે. ડિપ્રેશન, ટેન્શન અને મૂડ સ્વિંગ્સને ઘટાડે છે.
- ડિલિવરી સરળ થાય તેવા ફાયદા કરે છે.

આ પણ વાંચોઃ-Health Tips: પેટના દુઃખાવા અને પાચન સાથે આ સમસ્યાઓમાં પણ હિંગ આપે છે રાહત

વંધ્યત્વ નિવારવા આ યોગ કરો
પશ્ચિમોત્તનાસન: આ આસનમાં પીઠના નીચેના ભાગ, નિતંબ અને હેમસ્ટ્રિંગ્સ માટે ખેંચાણ થાય છે. ગર્ભાશય અને અંડાશયના કાર્યોને વધારે છે અને શરીરને આરામ આપે છે.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિના જાતકો માટે સપ્તાહ છે આકરી મહેનતવાળું, જાણો રાશિફળ

વિપરિત કારની: આ આસન પીઠના દુ:ખાવાને દૂર કરે છે અને પેલ્વિસમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે. આ આસન કરવા માટે દીવાલથી 3 ઈંચ દૂર આસન પાથરી પગને દીવાલ તરફ રાખી બેસો. આસન પર પીઠના ભાગે સૂઈ જાઓ અને પગને દીવાલ પર ઊંચા કરો. તમારે તમારા નિતંબ અને નીચી પીઠ નીચે ટેકો મૂકવો જોઈએ. હાથને શરીરથી દૂર જમીન પર રાખો અને હથેળીને ઉપરની તરફ રાખો. આ પોઝમાં ઓછામાં ઓછી 5 મિનિટ વિતાવો. જ્યારે તમે ઉતરો ત્યારે ધીરે ધીરે શ્વાસ છોડો. શવાસનામાં ઊંડો શ્વાસ લો અને આરામ કરો.
Published by:ankit patel
First published: