Home /News /lifestyle /Yoga and meditation: ઊંઘની સમસ્યાથી પીડાવ છો? યોગ અને મેડિટેશનની આ ટેક્નિકથી આવશે મીઠી નિંદ્રા

Yoga and meditation: ઊંઘની સમસ્યાથી પીડાવ છો? યોગ અને મેડિટેશનની આ ટેક્નિકથી આવશે મીઠી નિંદ્રા

Yoga and meditation

શું તમે જાણો છો કે યોગ અને ધ્યાન તમને રાત્રે સારી ઊંઘ મેળવવામાં પણ મદદ કરી શકે છે? તણાવ અને ચિંતાના વ્યાપને કારણે કાર્યસ્થળ પર આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અતિશય દબાણ હેઠળ રહે છે. તણાવ અને અસ્વસ્થતા પાચન, રક્ત પ્રવાહ, હૃદયના ધબકારા અને શ્વાસોચ્છવાસ જેવા મૂળભૂત શારીરિક કાર્યોને અસર કરે છે, એટલું જ નહીં તે ઊંઘમાં પણ દખલ કરે છે અને ધ્યાન, સર્જનાત્મકતા, સ્પષ્ટતા અને એકાગ્રતાને નબળી પાડે છે.

વધુ જુઓ ...
  યોગ અને ધ્યાન (Yoga and meditation) શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રાખે છે અને શાંત રાખીને સુખાકારીમાં મદદરૂપ થાય છે. યોગ અને ધ્યાન ભારતની સૌથી જૂની તબીબી પદ્ધતિઓમાંની એક છે. યોગ અને મેડિટેશનના ઘણા સ્વાસ્થ્ય ફાયદાઓ તો જાણીતા છે. પણ શું તમે જાણો છો કે યોગ અને ધ્યાન તમને રાત્રે સારી ઊંઘ મેળવવામાં પણ મદદ કરી શકે છે? આ બાબતે indianexpressના અહેવાલના અંશો અહીં આપવામાં આવ્યા છે.

  યોગ અને મેડિટેશનના ફાયદા અંગે ક્ષેમાવનના ચીફ વેલનેસ ઓફિસર ડો. નરેન્દ્ર શેટ્ટીના મત મુજબ યોગ મનને સ્થિર કરવામાં અને શરીરને આરામ આપવામાં મદદ કરે છે.

  sleepassociation.org જણાવ્યા અનુસાર BMC સાઇકિયાટ્રી જર્નલના અધ્યયનમાં યોગ ક્લાસમાં વિતાવેલા સમય અને ઉંઘની ગુણવત્તામાં સુધારો થવા વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. યોગને દૈનિક દિનચર્યામાં સામેલ કરનાર મોટી ઉંમરના પુખ્ત વયના લોકો પણ ટૂંકા અને લાંબાગાળે સારી ઉંઘ અને જીવનની ગુણવત્તાનો અનુભવ કરે છે.

  આ પણ વાંચો: Best Time for Dinner: શું તમે પણ મોડી રાત્રે ભોજન કરો છો? જાણો સૂર્યાસ્ત પહેલા ડીનર કરવાના ફાયદા

  ડો. શેટ્ટીએ ઉમેર્યું હતું કે, દિવસના અંતે વિચારોમાં ફસાઈ જવાનું માનવ મનનું વલણ હોય છે. બાહ્ય ક્રિયાપ્રતિક્રિયાઓ અને ભાવનાત્મક પરિસ્થિતિઓ વિશેના આ સતત વિચારો ઉંઘને ગંભીર અસર કરે છે.

  જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના ચીફ યોગ ઓફિસર ડો. રાજીવ રાજેશે જણાવ્યું હતું કે તણાવ અને ચિંતાના વ્યાપને કારણે કાર્યસ્થળ પર આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અતિશય દબાણ હેઠળ રહે છે. તણાવ અને અસ્વસ્થતા પાચન, રક્ત પ્રવાહ, હૃદયના ધબકારા અને શ્વાસોચ્છવાસ જેવા મૂળભૂત શારીરિક કાર્યોને અસર કરે છે, એટલું જ નહીં તે ઊંઘમાં પણ દખલ કરે છે અને ધ્યાન, સર્જનાત્મકતા, સ્પષ્ટતા અને એકાગ્રતાને નબળી પાડે છે. આ દરેક સમસ્યાથી ઉત્પાદકતા પર પ્રત્યક્ષ કે પરોક્ષ એમ બંને રીતે અસર થાય છે. આવી સ્થિતિમાં યોગ અને ધ્યાન બ્લડ પ્રેશર, પાચન, તણાવના સ્તર અને રોગપ્રતિકારક શક્તિના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરિણામે શાંતિથી ઊંઘ આવે છે.

  વધુમાં ડો. શેટ્ટીએ સ્પષ્ટ કર્યું કે ધ્યાન ખાસ કરીને વ્યક્તિને વધુ સારી રીતે સૂવામાં કેવી રીતે મદદ કરે છે. જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણે ધીમે ધીમે તે દિવસના અનુભવોને પાછળ છોડી દઈએ છીએ અને આપણા મનમાંની તેમની ભાવનાત્મક છાપથી પોતાને અલગ કરીએ છીએ.

  તેઓ ઉમેરે છે કે, પ્રેક્ટિશનરને વાસ્તવિક અનુભવોથી અલગ કરવાની આ પ્રક્રિયા આંતરિક સંવાદિતા બનાવવામાં મદદ કરે છે. મેડિટેશન મગજના એવા ભાગોને સક્રિય કરે છે જે ઉંઘને પ્રેરિત કરે છે અને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને ઘટાડે છે. તે ઊંઘના હોર્મોન, મેલાટોનિનનું ઉત્પાદન વધારે છે, જેથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે.

  યોગ નિંદ્રા


  ડો. મિત્તલ કહે છે કે, ઘણા આસનો ઊંઘને પ્રેરિત કરે છે, પરંતુ યોગ નિદ્રા એક ખાસ ઉપચારાત્મક પદ્ધતિ છે, જેમાં ઊંઘનો ઉપચારના હેતુસર ધ્યાનની પ્રક્રિયા તરીકે ઉપયોગ થાય છે. તેને યોગિક ઊંઘ તરીકે પણ ઓળખાય છે, આ ગાઈડેડ પ્રક્રિયા છે, જેમાં નિષ્ણાતો પ્રેક્ટિશનરોને આરામની ઊંડી સ્થિતિમાં લઈ જાય છે, જેમાં વ્યક્તિ જાગવા અને સૂવાની ધાર હોય છે અને નર્વસ સિસ્ટમને શાંત કરવામાં પરિણમે છે.

  ઊંઘ પર યોગ નિદ્રાની અસરો પરના એક અભ્યાસમાં સવારે આ યોગ કરવાથી રાત્રે પેરાસિમ્પેટિક ડ્રાઇવમાં વધારો થતો હોવાનું જણાયું છે, જેના કારણે ઊંઘ વધુ ગાઢ થાય છે, જે ઊંઘની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો નોંધાવી શકે છે.

  તેઓ વધુમાં કહે છે કે, યોગની અન્ય પ્રવૃત્તિઓની જેમ તેમાં આસનો કરવાનો સમાવેશ થતો નથી. તેના બદલે તેમાં આરામ કરવાની, મનની ધ્યાનની સ્થિતિમાં પ્રવેશવાની અને સભાન નિંદ્રાનો સમાવેશ થાય છે. ધ્યાનમાં વ્યક્તિ જાગ્રત હોય છે, ત્યારે યોગિક નિદ્રાની સ્થિતિમાં પ્રવેશવું શક્ય છે જે ખૂબ જ ફાયદાકારક છે. ચેતના જાગ્રત હોય ત્યારે મન અને શરીર હળવાં થઈ જાય છે.

  યોગ નિંદ્રાના ફાયદાઓ


  *જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં વધારો
  *સ્વાભિમાન અને આત્મવિશ્વાસમાં વધારો
  *ધ્યાન અને મનની સ્પષ્ટતા તેમજ માઇન્ડફુલનેસને વધારે
  *ઊંઘની ગુણવત્તા અને આરોગ્યમાં સુધારો કરે
  * તણાવ, ચિંતા, હતાશા, પીડા અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)ના લક્ષણોને ઘટાડે

  માઇન્ડફુલનેસ મેડિટેશન અને ઊંઘ


  ડો. શેટ્ટીએ જણાવ્યું હતું કે, વિશિષ્ટ પ્રકારનું ધ્યાન માઇન્ડફુલનેસ મેડિટેશન રુમિનેટિવ વિચારોને ઘટાડવા, ભાવનાત્મક પ્રતિક્રિયાશીલતામાં ઘટાડો કરવા અને અનુભવોના ઉદ્દેશ્ય પુનઃમૂલ્યાંકનને પ્રોત્સાહન આપવા માટે પણ ફાયદાકારક છે, આ બધું ઊંઘમાં મદદ કરી શકે છે.

  કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, માઇન્ડફુલનેસ મેડિટેશન ઉંઘની તકલીફોના પીડિતમાં વિવિધ ક્લિનિકલ વસ્તીમાં ઉંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. જામા ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત સંશોધન અનુસાર, માઇન્ડફુલનેસ મેડિટેશનની પ્રેક્ટિસ કરનારા લોકોને છ સેશન અંતે અનિદ્રા, થાક અને હતાશા ઓછી હતી.

  આ પણ વાંચો: શું તમે જાણો છો તમારી સ્માઈલ કેટલી પાવરફુલ છે?

  માઇન્ડફુલનેસનો અભ્યાસ કરતી વખતે તમે સંપૂર્ણપણે સજાગ રહો છો, તમે ક્યાં છો અને તમે શું કરી રહ્યા છો તેનાથી વાકેફ રહો છો. તે લગભગ દિવસભરની દરેક પ્રવૃત્તિમાં કરી શકાય છે. તમે કરતી વખતે, ખાવાનું હોય કે મુસાફરી કરવાની હોય ત્યારે પણ આવું કરી શકો છો.

  નિષ્ણાંતના સૂચન મુજબ કે 5-10 મિનિટની જાગૃતિ પ્રેક્ટિસથી શરૂઆત કરવી.

  વધુ સારી ઊંઘ આવે તે માટે કેટલાક યોગ આસનો  • વિપરિતા કરણી અથવા લેગ્સ-અપ-ધ-વોલ

  • સુપ્તા બડ્ધા કોણાસન અથવા રેકલાઈનેડ બટરફ્લાય

  • બાળાસન અથવા બાળકોનો પોઝ

  • શવાસન અથવા શબ મુદ્રા

  • ભ્રામરી પ્રાણાયામ

  • અધમ પ્રાણાયામ

  • સહીતા પ્રાણાયામ

  • ઉત્થાનાસન અથવા સ્ટેન્ડિંગ ફોરવર્ડ બેન્ડ

  First published:

  Tags: Benefits of Yogasan, Lifestyle, યોગ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन