Home /News /lifestyle /આ રીતે કેળાની છાલથી પીળા દાંત ચમકાવો, મસ્ત મોતી જેવા થઇ જશે

આ રીતે કેળાની છાલથી પીળા દાંત ચમકાવો, મસ્ત મોતી જેવા થઇ જશે

પીળા દાંત ચમકાવો

Teeth Whitening Home Remedies: નાના બાળકોથી લઇને મોટા..ઘણાં બધા લોકોના દાંત પીળા હોય છે. પીળા દાંત તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. આમ, જો તમારા દાંત પીળા છે તો ચમકાવવા ફોલો કરો આ ઘરેલું ટિપ્સ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં અનેક લોકોના દાંત પીળા હોય છે. પીળા દાંત હોવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો કે પીળા દાંત તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. આ માટે દાંત પરની પીળાશ દૂર કરવી ખૂબ જરૂરી છે. અનેક લોકો ઇચ્છતા હોય છે પોતાના દાંત મોતી જેવા ચમકે. આ માટે લોકો અનેક પ્રકારની ટ્રિટમેન્ટ પણ કરાવતા હોય છે. પીળા દાંત તમારા ચહેરા પરની રોનકને બગાડવાનું કામ કરે છે. ઘણાં લોકો આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે જે દાંતને લાંબેગાળે નુકસાન કરે છે. પરંતુ તમને જણાવી દઇએ કે તમે આ ઘરેલું ઉપાયોથી દાંત પરની ચમક પાછી લાવી શકો છો.

    આ પણ વાંચો: વર્કઆઉટ પહેલાં આ 5 હેલ્ધી નાસ્તા કરો

    જાણો પીળા દાંત થવા પાછળના કારણો


    દાંત પીળા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. દાંત પીળા થવા પાછળ સ્મોકિંગ, ઓરલ હાઇઝીન, જેનેટિક અને ખોટી લાઇફ સ્ટાઇલ જવાબદાર હોય છે.

    લીંબુનો રસ અને બેકિંગ સોડા


    બેકિંગ સોડા અને લીંબુનો રસ દાંતની પીળાશ દૂર કરવાનું કામ કરે છે. આ માટે તમે એક ચમચી બેકિંગ સોડામાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ આ પેસ્ટને ટુથબ્રશની મદદથી દાંતમાં હળવા હાથે ઘસો અને 2 થી 3 મિનિટ માટે રહેવા દો. આ ઉપાય તમારે અઠવાડિયામાં બે વાર કરવાનો રહેશે.

    આ પણ વાંચો: તેલની જૂની બોટલોમાંથી આ ડેકોરિટવ વસ્તુઓ બનાવો

    કેળાની છાલ


    કેળાની છાલમાં પોટેશિયમ, મેગ્નીઝ અને મેગ્નેશિયમ જેવા મિનરલ હોય છે જે દાંતને ચમકાવવાનું કામ કરે છે. કેળાની છાલ પીળા દાંત માટે સૌથી વધારે ફાયદાકારક છે. આ માટે તમે કેળાની છાલમાંથી સફેદ ભાગ કાઢી લો અને દાંત પર એક મિનિટ માટે ઘસો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી સાફ કરી લો. આમ કરવાથી જલદી જ દાંત પરની પીળાશ ઓછી થઇ જશે.


    લીમડાનું દાંતણ


    દાંત પરની પીળાશ દૂર કરવા માટે તમે લીમડાનું દાંતણ યુઝ કરો. લીમડાનું દાંતણ કરવાથી દાંતની બીજી સમસ્યાઓ પણ દૂર થાય છે. લીમડામાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે જે દાંત અને સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાનું ગુણ ધરાવે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Damaged Teeth, Health care tips, Life style

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन