Home /News /lifestyle /Year Ender 2022: બાબા વેંગાની આ ભવિષ્યવાણી પડી હતી સાચી, શું 2023માં ખરેખર આવી ઉથલ-પાથલ થશે?
Year Ender 2022: બાબા વેંગાની આ ભવિષ્યવાણી પડી હતી સાચી, શું 2023માં ખરેખર આવી ઉથલ-પાથલ થશે?
બાબા વેંગાની ભવિષ્યવાણી
Year Ender 2022: વર્ષ 2022 પૂરું થવામાં હવે થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો ચિંતામાં મુકાયા છે. બાબા વેંગાએ 2022માં કરેલી અનેક ભવિષ્યવાણી સાચી પડી હતી. જો આ વખતે એટલે કે વર્ષ 2023માં કરેલી ભવિષ્યવાણી સાચી પડશે તો શું થશે એ પણ એક મોટો પ્રશ્ન છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: થોડા દિવસો પછી વર્ષ 2022 પૂરું થશે. નવી આશાઓ સાથે લોકો વર્ષ 2023ની રાહ જોઇ રહ્યા છે. વર્ષ 2022 ઘણાં લોકોનું ખરાબ ગયુ તો ઘણાં લોકોનું આ વર્ષ બહુ સારું રહ્યું. અમે આ આર્ટિકલમાં તમને પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાની કેટલીક એવી ભવિષ્યવાણી વિશે જણાવીશું જે સાચી સાબિત થઇ છે. 2022માં એમની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઇ છે. જો કે આ વાતથી અનેક લોકો ગભરાયા છે કે બાબા વેંગાએ 2023માં કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઇ તો શું થશે...
બલ્ગેરિયામાં બાબા વેંગા એક મહિલા ફકીર હતા. 12 વર્ષની ઉંમરમાં આંખોની રોશની ગુમાવી દીધી હતી, ત્યારપછી ભવિષ્યવાણી કરવાની શરૂઆત કરી હતી. એમનું મોત 11 ઓગસ્ટ, 1996ના રોજ થયુ હતુ, પરંતુ એમને સન 5079 સુધી ભવિષ્યવાણી કરી છે.
2022ની ભવિષ્યવાણી
બાબા વેંગાએ વર્ષ 2020માં વાયરસના હુમલા, એલિયનના હુમલાની સાથે ભુખમરાની ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી. તમને જણાવી દઇએ ડિસેમ્બર 2019માં ચીનના વુહાનથી કોરોના વાયરસની શરૂઆત થઇ હતી જેનો પ્રકોપ આજે પણ છે. કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ સાથે જ અનેક પરિવાર વિખૂટો પડી ગયો છે. આ સાથે જ રિસર્ચમાં એ પણ વાત સામે આવી હતી કે એલિયન પૃથ્વી પર હુમલાની તૈયારીઓ કરે છે. ભારતમાં ભુખમરાનું સ્તર વર્ષ 2020માં 107 દેશોમાં 94માં સ્થાન પર હતું. હવે 116 દેશોમાં આ 101માં સ્થાન પર આવી ગયુ છે.
બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2021માં દુનિયાનું તાપમાન નીચું આવશે જેના કારણે તીડનો હુમલો વધી જશે. ભારતમાં દુકાળની સ્થિતિ થઇ જશે અને ભૂખમરો આવશે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી પણ સાચી પડી.
વર્ષ 2023
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2023માં બાળકો લેબમાં વિકસીત થશે. આ સાથે જ માતા-પિતા જ એમના બાળકોને જેન્ડર અને રંગ નક્કી કરી શકશે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે કોઇ દેશ જૈવિક હથિયારથી લોકો પર હુમલો કરી શકે છે. આ હુમલામાં હજારો લોકો મૃત્યુ થઇ શકે છે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2023માં એશિયા મહાદ્રીપમાં કોઇ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં ધડાકો થઇ શકે છે. આ ધડાકાની અસર ભારત પર પણ થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર