Home /News /lifestyle /

Video: આલિયા અને કેટરિનાની ટ્રેનર યાસ્મિન કરાચીવાલાએ શેર કર્યુ ઇન્ટેન્સ ફેટ બર્નિંગ Workout

Video: આલિયા અને કેટરિનાની ટ્રેનર યાસ્મિન કરાચીવાલાએ શેર કર્યુ ઇન્ટેન્સ ફેટ બર્નિંગ Workout

યાસ્મિીન કરાચીવાલા

ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરેલા લેટેસ્ટ વિડીયોમાં યાસ્મિને ચરબી ઉતારવા અને પાતળા થવા માટે એક ઈન્ટેન્સિવ HIIT(High-intensity interval training) વર્કઆઉટ પ્લાન શેર કર્યો છે.

આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, અને દીપિકા પાદુકોણ જેવી સેલિબ્રિટીઝ (Bollywood Celebrities) ને આકર્ષક ફીઝીક (physique) મેળવવામાં મદદ કરનાર ફિટનેસ ટ્રેનર યાસ્મિન કરાંચીવાલા (fitness trainer Yasmin Karachiwala) એ તેના ઓનલાઇન ફોલોઅર્સ માટે અમુક વર્કઆઉટ ટિપ્સ (Work Out Tips) શેર કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરેલા લેટેસ્ટ વિડીયોમાં યાસ્મિને ચરબી ઉતારવા અને પાતળા થવા માટે એક ઈન્ટેન્સિવ HIIT(High-intensity interval training) વર્કઆઉટ પ્લાન શેર કર્યો છે. તેણે કેપ્શન આપ્યું છે કે, “બેક વીથ અ ફેટ બર્ન HIIT.”

આ વિડીયોમાં યાસ્મિન ટક્સ અને એલ્ટરનેટ કિક્સના કોમ્બિનેશન સાથે ઇન્ટેન્સ ફેટ-બર્નિંગ વર્કઆઉટ કરતી નજરે આવે છે. યાસ્મિન હાઇ એનર્જી સાથે ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરતી દેખાય છે. પછીની કસરતમાં યાસ્મિન તેના લેગ મસલ્સ અને કોર પર અલ્ટરનેટ જમ્પ લંગ્સની કરે છે. લંગ્સ તમારા ક્વાડ્રિસેપ્સ અને પગના અન્ય સ્નાયુઓ જેવા કે ગ્લુટ્સ, હેમસ્ટ્રિંગ્સ અને કેલ્વ્સને ટોનિંગ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે, જે તમારા શરીરને મજબૂત બનાવે છે.

ત્યાર પછીની એક્સરસાઇઝમાં યાસ્મિન હાઇ પ્લેન્ક કરતી નજરે આવે છે. પ્લેન્ક તમારા કોર અને અબ્ડોમીનલ મસલ્સ માટે બેસ્ટ વર્કઆઉટ છે. જેમાં હાઇ પ્લેન્ક રોલ્સ તમારા મસલ્સ માટે થોડા વધુ ચેલેન્જીંગ હોય છે. ત્યાર બાદ તે ડમ્બલ્સ સાથે લેટરલ નેરો સ્ક્વોટ કરે છે. સ્ક્વોટ્સ તમારા પગ પરની વધારાની ચરબીને દૂર કરવા માટે બેસ્ટ એક્સરસાઇઝ છે. છેલ્લે યાસ્મિન યોગા મેટ પર ક્રન્ચ એક્સટેન્સન કરે છે. ક્રન્ચિસ તમારા એબ્ડોમિનલ મસલ્સ પર અસર કરે છે.




વિડીયોની સાથે એક નોટ શેર કરી વર્કઆઉટ પ્લાનની વિગતો આપતા યાસ્મિને લખ્યું છે કે, આ HIIT વર્કઆઉટ ગમે ત્યાં અને કોઇ પણ વ્યક્તિ કરી શકે છે. તેણે શેર કર્યું હતું કે, બિગનર્સ 30 સેકન્ડની કસરત પછી 30 સેકન્ડનો આરામ લઈ શકે છે.

આ પણ વાંચો - Holi Holidays: હોળીની રજાઓમાં ફરવા જવાનું વિચારો છો? આ 5 શહેરોમાં છે હોળી રમવાની અનોખી રીત




 

 

 


View this post on Instagram


 

 

 


A post shared by Yasmin Karachiwala | Fitness (@yasminkarachiwala)






જ્યારે ઇન્ટરમીડીએટ 40 સેકન્ડની કસરત પછી 20 સેકન્ડનો આરામ લઈ શકે છે. જ્યારે કે એડવાન્સ લેવલના લોકો 50 સેકન્ડ કસરત બાદ 10 સેકન્ડનો આરામ લઇ શકે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Exercise Tips, Good Health, Lifestyle, Weight lose

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन