કરચલી રહિત ત્વચા જોઇએ તો પોતાની થાળીમાં ઉમેરો આ 6 વસ્તુ

 • Share this:
  દરેકની એક ઈચ્છા તો હોય છે કે તની ઉંમર કેટલી પણ વધે પરંતુ તેની ત્વચા તો એમની એમ જ રહે યુવાન અને કરચલી રહિત. આ ઇચ્છામાં તો સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે. તો આજે આપણે જોઇએ કરચલી રહિત ત્વચા જોઈતી હોય તો કયા આહારને પોતાની ડાયટમાં ઉમેરવા જોઇએ.

  1. ઓલિવ ઓઈલ
  ઓલિવ ઓઈલમાં રહેલાં મોનોસેચ્યુરેટેડ ફેટથી હૃદયરોગ અને કેન્સરના રોગ થવાની શક્યતાઓ ઘટી જાય છે. તેમાં પોલિફીનોલ જેવા એંટિઓક્સિડેંટ હોય છે, જે ઉંમર સંબંધી ડિસઓર્ડરને દૂર કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. એટલા માટે દરરોજ આપના ભોજનમાં આ તેલને સામેલ કરો. રોજ એક ટી સ્પૂન ઓલિવના તેલનું સેવન જરૂરથી કરો.

  2. દહીં
  દહીંનું નિયમિત સેવન કરવાથી ઉંમર લાંબી થાય છે, અને ચહેરા પર કરચલીઓ જલ્દી પડતી નથી. દહીંમાં કેલ્શિયમ વધારે માત્રામાં હોય છે. આના નિયમિત સેવનથી ઓસ્ટિયો- પોરોસિસનો ભય ઓછો રહે છે. એટલા માટે એ સ્ત્રીઓ માટે બહુ જ ફાયદાકારક છે. દહીંમાં એ બેકટેરિયા હોય છે. જે પાચનમાં સહયોગી બને છે. ખાસ કરીને અમુક ઉંમર પછી પાચનની બીમારીઓ શરૂ થવા લાગે છે, એવે વખતે દહીંનું સેવન લાભકારક બને છે.

  3. ચોકલેટ
  કોકોમાં ફ્લેવેનોલ અધિક માત્રામાં હોય છે, જેમાં બ્લડ વેસલ્સ યોગ્ય રીતે કામ કરે છે. જો આપની બ્લડ વેસલ્સ યોગ્ય રીતે કામ કરતી હોય તો હાઈ બી.પી., ટાઈપ ટુ ડાયાબિટીસ અને કિડનીના રોગ થવાની શક્યતા ઘટી જાય છે.

  4. દાડમ
  દાડમમાં વિટામિન સીની અધિકતા હોય છે, જે ત્વચાને સૂર્યના કિરણોથી નુકસાન થતી બચાવે છે. એ ઉપરાંત જીન ટિશ્યૂથી ત્વચામાં કસાવ આવે છે અને ત્વચામાં તાજગી લાગે છે, દાડમ તેની ક્ષમતાને વિકસીત કરે છે. એટલા માટે સપ્તાહમાં ઓછામાં ઓછું એકાદ દાડમ તો જરૂર ખાવું જોઈએ.

  5. પાલક
  પાલકમાં બીટા કેરોટિન અને લ્યૂટીન બહુ જ વધુ માત્રામાં હોય છે. આ બંને ત્વચાની કમનીયતા વધારે છે. એનિમિક લોકો માટે આ રામ બાણ છે. સપ્તાહમાં ત્રણ કપ પાલકના રસનું સેવન અવશ્ય કરો. તમારા દરરોજના ભોજનમાં પાલકને સામેલ કરવાથી ત્વચા પર કાંતિ આવે છે.

  6. તડબૂચ
  તડબૂચમાં એંટિઓક્સીડેન્ટ, વિટામિન-સી, લાયકોપીન અને પોટેશિયમ હોય છે. જે કોશિકાઓ પાણી અને અન્ય તત્ત્વોનું સંતુલન જાળવી રાખે છે. સપ્તાહમાં ત્રણેક કપ તડબુચનો જ્યૂસ અવશ્ય પીઓ.
  Published by:Kaushal Pancholi
  First published: