World Vegetarian Day 2021: માંસાહારથી થઈ શકે છે અનેક સમસ્યા, આ કારણોસર લેવો જોઈએ પ્લાન્ટ બેઝ્ડ આહાર

માંસનું વધુ સેવન હૃદયની સમસ્યાઓ પેદા કરી શકે છે, કારણ કે તેમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. તેથી માંસનો વપરાશ ઓછો કરવો અને પ્લાન્ટ આધારિત ખોરાકનું સેવન કરવું તમારા હૃદયની તંદુરસ્તીમાં વધારો કરી શકે છે. Shutterstock

Five Benefits of a Plant-based Diet : પ્લાન્ટ આધારિત આહાર તમારા બ્લડ પ્રેશરને (Blood Pressure) ઘટાડે છે: ઘણા અભ્યાસોથી જાણવા મળ્યું છે કે પ્લાન્ટ આધારિત આહાર (Plant Based Food) લેવાથી માત્ર હાયપરટેન્શનનું (Hyper Tension) જોખમ જ નહીં, પરંતુ બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે.

  • Share this:
    World Vegetarian Day 2021:  દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ World Vegetarian Day ઉજવવામાં આવે છે. જેથી લોકોને શાકાહારી (Vegetarian Food) આહારના લાભ અને તેના બાદના સ્વાસ્થ્ય લાભો (Benefits of Vegetarian Food)  વિશે જાગૃત કરવામાં આવે. કોરોનાકાળમાં દરેક વ્યક્તિ તેમના સ્વાસ્થ્યની   (Health Care in Corona times) સારી રીતે કાળજી લે છે અને પોતાની રોગપ્રતિકારક શક્તિ (Immunity Boosted Vegetarian Food) વધારવાની દિશામાં કામ કરે છે. ત્યારે તમને જણાવી દઈએ કે, આ માટે પ્લાન્ટ બેઝડ ફૂડ (Plant Based Food)  સારો રસ્તો છે.

    વર્ષ 1977માં નોર્થ અમેરિકન વેજિટેરિયન સોસાયટી (NAVS) દ્વારા વિશ્વ શાકાહારી દિવસની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘે 1978માં વિશ્વ શાકાહારી દિવસને સમર્થન આપ્યું હતું. હકીકતમાં સમગ્ર ઓક્ટોબર મહિનો 'શાકાહારી આહારનો મહિનો' છે.

    વિશ્વ શાકાહારી દિવસે પ્લાન્ટ આધારિત આહાર લેવાના 5 ફાયદા

    પ્લાન્ટ આધારિત આહાર તમારા બ્લડ પ્રેશરને ઘટાડે છે: ઘણા અભ્યાસોથી જાણવા મળ્યું છે કે પ્લાન્ટ આધારિત આહાર લેવાથી માત્ર હાયપરટેન્શનનું જોખમ જ નહીં, પરંતુ બ્લડ પ્રેશર પણ ઓછું થાય છે.

    સ્વસ્થ હૃદય : માંસનું વધુ સેવન હૃદયની સમસ્યાઓ પેદા કરી શકે છે, કારણ કે તેમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. તેથી માંસનો વપરાશ ઓછો કરવો અને પ્લાન્ટ આધારિત ખોરાકનું સેવન કરવું તમારા હૃદયની તંદુરસ્તીમાં વધારો કરી શકે છે.

    વજન ઘટાડવામાં પણ મદદ : જ્યારે વ્યક્તિ પ્લાન્ટ આધારિત આહાર શરુ કરીને માંસ ખાવાનું બંધ કરે, ત્યારે સ્થૂળતાનું જોખમ ઘટે છે. એવું પણ જોવા મળ્યું છે કે છોડ આધારિત આહાર લેનારાઓનું વજન ઓછું હોય છે. તેથી, તંદુરસ્ત આહાર જાળવવો મહત્વપૂર્ણ છે.

    કોલેસ્ટ્રોલમાં સુધારો : કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાઓ દૂર રાખવા માટે સ્વસ્થ આહાર જરૂરી છે. પ્લાન્ટ આધારિત આહારમાં પરિવર્તન તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે, જે હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા હૃદય રોગની શક્યતાઓને ઘટાડી શકે છે.

    ડાયાબિટીસ નિવારણ :

    છોડ આધારિત આહાર બે રીતે ડાયાબિટીસને અટકાવે છે અને તેનો સામનો કરે છે: ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરીને અને ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડીને. જે લોકો શાકાહારી ખોરાક લે છે, જેમાં ડેરી પ્રોડક્ટ અને ઇંડાનો સમાવેશ થાય છે. તેમને માંસ ખાનારા કરતા ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું હોય છે.
    First published: