World Thalassemia Day: થેલેસેમિયા અંગે મેળવો જાણકારી, આજના દિવસ અંગેનું જાણો મહત્ત્વ

World Thalassemia Day: થેલેસેમિયા અંગે મેળવો જાણકારી, આજના દિવસ અંગેનું જાણો મહત્ત્વ
આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં જાગરૂકતા લાવવા અને રોગની ગંભીરતા તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો છે.

આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં જાગરૂકતા લાવવા અને રોગની ગંભીરતા તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો છે.

  • Share this:
દર વર્ષે 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવાય છે. વિશ્વ થેલેસેમિયા દિવસ આનુવંશિક વિકારથી પીડાતા દર્દીઓના સંઘર્ષને યાદ કરે છે અને રોગ તથા તેના લક્ષણો વિશે જાગૃતિ લાવે છે. થેલેસેમિયાના દર્દીઓને ભારે સંઘર્ષ કરવો પડે છે. આવા દર્દીઓના જીવન બચાવવા તબીબો સહિતના મેડિકલ સ્ટાફનો ફાળો ખૂબ મોટો છે. ત્યારે આ દિવસ દર્દીઓના જીવનને સારું બનાવવા માટે સમર્પિત ડોકટરો અને અન્ય તબીબી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનું પણ સન્માન કરે છે.

વિશ્વ થેલેસેમિયા દિવસ 2021



વર્ષ 1994માં થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા 8 મેના રોજ આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ ઉજવવાનું નક્કી કરાયું હતું. આ દિવસ ખાસ જ્યોર્જ ઇંગ્લેઝોસની સાથે એવા દર્દીઓને માન આપવા ઉજવવાનું નક્કી થયું, જેઓ થેલેસેમિયા સામે લડ્યા હતા તેમજ આ રોગ સાથે જોડાયેલા સામાજિક કલંકનો સામનો કરીને જીવનમાં વ્યક્તિગત તથા વ્યાવસાયિક સફળતા મેળવી હતી. જ્યોર્જ થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફેડરેશન (TIF)ના પ્રમુખ અને સ્થાપક પેનોસ એન્ગલેઝોસના પુત્ર હોવાની સાથે વૈજ્ઞાનિક તરીકે પણ કાર્યરત હતા.

સાપુતારા: નામાંકિત હોટલ આવી વિવાદમાં, મૂળ જમીન માલિકે નોંધાવી ફરિયાદ

થેલેસેમિયા શું છે?

થેલેસેમિયા એ આનુવંશિક રક્ત વિકાર છે. જે માતાપિતામાંથી બાળકો સુધી પહોંચે છે. થેલેસેમિયાના કારણે હિમોગ્લોબીનના કાઉન્ટ ઘટી જાય છે. જેની અસર લાલ રક્તકણોના સર્જન પર પણ પડે છે. આ રોગની ગંભીરતા થેલેસેમિયાના પ્રકાર પર આધાર રાખે છે.

જો બીમારી ધરાવતા દંપતીને બાળક હોય તો બાળકમાં આ રોગ ગંભીર સ્વરૂપ લઇ શકે છે. જેથી થેલેસેમીયા, તેના લક્ષણો અને કારણો સહિતની બાબતોમાં જાગૃતિ લાવવા આ દિવસ મનાવવામાં આવે છે.

ન્યૂડ Photosના ઓનલાઇન વેપારમાં એક જ વર્ષમાં કરોડપતિ બની આ મહિલા, છોકરીઓ મોકલતી હતી તેમના ફોટા

બાળકના જન્મનું પ્લાનિંગ કરતા પહેલા યુવાનો ડોક્ટર પાસે જઈ પરામર્શ કરે તે જરૂરી છે. આ માટે આ અભિયાનનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવાનો છે. જેથી થેલેસેમિયાના વ્યાપ ઉપર અંકુશ મૂકી શકાય. આ અભિયાનનો ઉદ્દેશ્ય થેલેસેમિયા સાથે સંકળાયેલી ગેરમાન્યતા અને ગેરસમજને દૂર કરવી તેમજ રસીકરણના મહત્વ પર ભારણ આપવાનો પણ છે.

થીમ શું છે?

વર્ષ 1994થી દર વર્ષે થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફેડરેશન(TIF) દ્વારા આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસની થીમ નક્કી કરવામાં આવે છે. આ દિવસે ચોક્કસ થીમ પર આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. આ વર્ષની થીમ "વૈશ્વિક થેલેસેમિયા સમુદાયમાં આરોગ્યની અસમાનતાઓને ધ્યાનમાં લેવી" છે.



આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં જાગરૂકતા લાવવા અને રોગની ગંભીરતા તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો છે. જેનાથી થેલેસેમિયાના નિવારણ, સંચાલન અને સારવારથી સંબંધિત યોજનાઓને અમલમાં મૂકવા અંગેની ચર્ચાઓને વેગ મળશે.
Published by:News18 Gujarati
First published:May 08, 2021, 11:45 am

ટૉપ ન્યૂઝ