World Spine Day 2021: કરોડરજ્જૂનું ધ્યાન રાખજો, આવી તકલીફના કારણે શરીર અને મન પર થાય છે અસર

દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્પાઈન ડે (World Spine Day) ઊજવવામાં આવે છે.

કરોડરજ્જૂના (Spinal cord) રોગ વિશે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. વિકલાંગતા (Handicap) પાછળના મુખ્ય કારણોમાંથી એક કરોડરજ્જૂના રોગ છે. આ વર્ષે વર્લ્ડ સ્પાઈન ડે 2021ની થીમ ‘બેક ટૂ બેક (Back To Back)’ છે.

  • Share this:
World Spine Day 2021 : દર વર્ષે 16 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્પાઈન ડે (World Spine Day) ઊજવવામાં આવે છે. કરોડરજ્જૂના (Spinal cord) રોગ વિશે જાગૃતતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. વિકલાંગતા (Handicap) પાછળના મુખ્ય કારણોમાંથી એક કરોડરજ્જૂના રોગ છે. આ વર્ષે વર્લ્ડ સ્પાઈન ડે 2021ની થીમ ‘બેક ટૂ બેક (Back To Back)’ છે. વર્ષ 2021ની થીમ કરોડરજ્જૂના હાડકાંમાં દુખાવો અને અક્ષમતાને દૂર કરવામાં અને ફરીથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાતને રજૂ કરે છે.

સમગ્ર વિશ્વમાં અંદાજિત 54 કરોડ (540 મિલિયન) લોકો લો બેક પેઈન (પીઠની નીચેના ભાગમાં થતો દુ:ખાવો)થી પીડાઈ રહ્યા છે. દૈનિક ભાસ્કરમાં છપાયેલ ન્યૂઝ રિપોર્ટમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલના સ્પાઈન સર્જન ડૉ.વિનોદ અગ્રવાલે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, કરોડરજ્જૂને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો, તેના કારણે બ્લડ સરક્યુલેશન અને શ્વસન પર અસર થાય છે. માંસપેશીઓમાં નબળાઈ, શરીરના કેટલાક ભાગોમાં દુ:ખાવો થાય છે. અમુક લોકો તો તણાવનો સામનો પણ કરી રહ્યા છે.

ડૉ.અગ્રવાલે જણાવ્યું કે, નેશનલ ઈનસ્ટિટ્યુટ ઓફ હેલ્થના રિસર્ચ રિપોર્ટ અનુસાર, સ્પાઈનમાં દુખાવો થાય તો તેની અસર શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. કરોડરજ્જૂને થયેલ નુકસાનને કારણે શરીર અને મન પર 5 મોટી અસર થાય છે.

પીઠમાં દુ:ખાવો

સતત વાંકા વળીને બેસવાથી સ્પાઈન ડિસ્ક કમ્પેક્ટ થવા લાગે છે. ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાને કારણે સ્પાઈનની આસપાસ લિગામેન્ટ ટાઈટ થવા લાગે છે, જેનાથી સ્પાઈનની ફ્લેક્સિબિલિટી ઓછી થઈ જાય છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી પીઠમાં દુ:ખાવો થવા લાગે છે.

મસલ્સ નબળા પડી જાય છે

સ્પાઈન આર્ક (spine arch) ના અપ્રાકૃતિક ફેલાવાને કારણે પેટ અને તેની આસપાસની માંસપેશીઓ નબળી પડવા લાગે છે. લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે આ સમસ્યા થાય છે.

ગરદન અને ખભામાં દુ:ખાવો

સ્પાઈનને માથા સાથે જોડનાર સર્વાઈકલ વર્ટેબ્રા (cervical vertebrae) પર તણાવ પડવાને કારણે ગરદનમાં દુ:ખાવો થવા લાગે છે અને ખભા તથા પીઠની માંસપેશીઓને પણ નુકસાન થાય છે.

આ પણ વાંચો: Kidney Health: આ કુટેવો ખરાબ કરી શકે છે તમારી કિડની, જો તમને પણ હોય તો ઝડપથી સુધારો

બ્રેઈન ફોગની સમસ્યા

મૂવમેન્ટ ના થવાને કારણે બ્રેઈનમાં પહોંચતા લોહી અને ઓક્સિજનની માત્રા ઓછી થવા લાગે છે. જેના કારણે વિચારવાની ક્ષમતા પર પણ અસર થાય છે. જેને બ્રેઈન ફોગ કહે છે. આ કારણોસર તેઓ કામકાજ અને પોતાના વ્યક્તિગત જીવન પર ધ્યાન આપી શકતા નથી. ક્યારેક ક્યારેક વ્યક્તિ મૂર્ખતાભર્યું વર્તન કરવા લાગે છે.

વર્તન પર અસર

વધુ સમય સુધી બેસી રહેવાથી ન્યૂરોપ્લાસ્ટિસિટી (Neuroplasticity) પર અસર થાય છે. ન્યૂરોન્સ (Neurons) ઈન્ફોર્મેશન મેસેન્જર્સની એક્ટિવિટી પણ નબળી પડવા લાગે છે. જેના કારણે વ્યક્તિ માનસિક રીતે નબળી પડવા લાગે છે અને તણાવમાં વધારો થતો જાય છે.
Published by:kuldipsinh barot
First published: