World Sleep Day 2021: શું આઠ કલાક ઊંઘની માન્યતા ભ્રામક છે? કોને કેટલી ઊંઘ જરૂરી?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

વ્યક્તિની ઊંઘની જરૂરિયાત તેની એક્ટિવિટી, આરોગ્યની સ્થિતિ સહિતના પાસાઓ ઉપર આધારીત છે. જે વધ ઘટ પણ થઈ શકે છે.

  • Share this:
    નવી દિલ્હી: એવી માન્યતા છે કે દરેક વ્યક્તિને ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘની જરૂર હોય છે. જેમ દરેકને 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે તેવી ભ્રામક માન્યતા છે, તેમ ઊંઘ અંગે પણ અનેક ભ્રામક માન્યતાઓ જોવા મળે છે. હકીકતમાં વ્યક્તિની ઉંમર, વજન, પ્રવૃત્તિ વગેરે ઊંઘના સમય ઉપર આધાર રાખે છે.

    કોને કેટલી ઊંઘ લેવી જોઈએ?

    સ્લીપ ફાઉન્ડેશનના મત મુજબ પુખ્ત વ્યક્તિને 9 કલાક, 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને 7થી 8 કલાક, તરુણોને 9થી 11 કલાક, કિશોરોને 11થી 13 કલાક અને 7 વર્ષથી નીચેના બાળકને 17 કલાકની ઊંઘ જરૂર છે. આ તો સાધારણ આંકડા છે. વ્યક્તિની ઊંઘની જરૂરિયાત તેની એક્ટિવિટી, આરોગ્યની સ્થિતિ સહિતના પાસાઓ ઉપર આધારીત છે. જે વધ ઘટ પણ થઈ શકે છે.

    આ પણ વાંચો:અદાણી ગ્રુપની વધુ એક કંપની લિસ્ટ થશે, રૂ. 5,000 કરોડનો IPO લાવવાની તૈયારીમાં Adani Wilmar 

    સુવાના સમય ઉપર કયા પરિબળો અસર કરે છે?

    સુવાના સમયની ગણતરી કરતી વખતે તમારી ઉત્પાદકતા શું? બીમારી, નોકરી કે વ્યવસાય, પ્રવૃત્તિ, રમતગમત, ચા કોફી પીવાની આદત, રજાઓ સહિતના પાસાઓ ઊંઘ ઉપર અસર કરે છે. જો કોઈ એમ કહે કે મારે ઓછી ઊંઘની જરૂર છે, મેં મારી જાતને ઓછી ઊંઘ માટે ટ્રેન કરી છે, તો આ વાત નિષ્ણાતોના મતે તદ્દન ખોટી છે. આ મામલે સીન્થિયા લાજાન્બે કહ્યું છે કે, કેટલાક લોકોને એવું લાગે છે કે તેઓ વધુ જાગૃત રહી શકે છે, પરંતુ ખરેખર તેઓ નીચલા લેવલે પર્ફોમ કરી રહ્યા છે. તેમને તેનો ખ્યાલ નથી હોતો કારણ કે તેમની ક્ષમતા તબક્કાવાર ઘટે છે.

    આ પણ વાંચો: ગાડી નવી હોય કે જૂની, ફિટનેસ ટેસ્ટ વગર રસ્તા પર નહીં દોડી શકે, જાણો આખો મામલો

    પૂરતી ઊંઘ ન લેવાય તો શું થાય?

    દરેક વ્યક્તિ માટે ઊંઘ ખૂબ જરૂરી છે. ઊંઘવાથી દિવસ દરમિયાન શરીરના સ્નાયુઓ હળવા થઈ જાય છે. મગજ રિચાર્જ થાય છે. યોગ્ય સર્જનાત્મક અને વર્તૂણક માટે યોગ્ય ઊંઘ જરૂરી છે. જો તમે યોગ્ય ઊંઘ લેતા નથી તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર કેટલીક ગંભીર અસરો પડી શકે છે.

    ઊંઘ યોગ્ય ન લેવાથી ડાયાબિટીસનું જોખમ વધે છે, હૃદય અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, અસ્વસ્થતા, કરચલીઓ, આંખ નીચે બ્લેક સર્કલ અને વિકારનો ભોગ બની શકો છો.
    First published: