Home /News /lifestyle /World Rose Day: શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ રોઝ ડે? કેન્સરના દર્દીઓ સાથે શું છે લેવાદેવા

World Rose Day: શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ રોઝ ડે? કેન્સરના દર્દીઓ સાથે શું છે લેવાદેવા

World Rose Day કેન્સરના દર્દીઓને આશા જગાડવા માટે ઉજવવામાં આવે છે,

World Rose Day 2021: દર વર્ષે 22 સપ્ટેમ્બરે મનાવવામાં આવતો વર્લ્ડ રોઝ ડે કેન્સરના દર્દીઓને સમર્પિત છે. જાણો તે શા માટે મનાવવામાં આવે છે અને તેનું શું મહત્વ છે? વાંચો કેટલાક સુંદર સંદેશ

  World Rose Day 2021:  રોઝ ડે’ સાંભળીને (Rose Day) ઘણાંને વેલેન્ટાઈન વીકની યાદ આવી ગઈ હશે, પણ ના, સપ્ટેમ્બરમાં આવતો આ ‘વર્લ્ડ રોઝ ડે’ (World Rose Day) અત્યંત સ્પેશ્યલ છે કેમ કે તે કેન્સરના (Cancer Patient) દર્દીઓને સમર્પિત છે. કેન્સર જેવી ઘાતક બીમારીથી લડવાની શક્તિ મળે અને કેન્સર પેશન્ટ હતોત્સાહ ન થાય એ હેતુથી દર વર્ષે 22 સપ્ટેમ્બરે ‘વર્લ્ડ રોઝ ડે’ (22 September World Rose Day) સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસ 12 વર્ષની મેલિન્ડા રોઝની (Melinda Rose) યાદમાં મનાવવામાં આવે છે. કેનેડાની મેલિન્ડાને બ્લડ કેન્સર હતું અને ડોક્ટરોએ કહ્યું હતું કે તે ફક્ત બે અઠવાડિયા સુધી જ જીવિત રહી શકશે, પણ તે છ મહિના સુધી જીવી અને એ દરમ્યાન તેણે અન્ય પીડિતો માટે કવિતા, પત્રો લખી તેમનામાં હકારાત્મકતા જગાડી. વર્લ્ડ રોઝ ડેના કેન્સર પેશન્ટ્સને અપાતું ગુલાબ એ તેમનું મનોબળ મજબૂત કરવાનું પ્રતિક છે.

  વર્લ્ડ રોઝ ડે’ના કેન્સર પીડિતોનું દુઃખ ઓછું કરવા માટેના ક્વોટ્સ અને મેસેજિઝ અહીં રજૂ કરવામાં આવ્યા છે: World Rose day Quotes 

  World Rose Day quotes: વર્લ્ડ રોઝ ડેના સુવાક્યો

  • “કેન્સર એક યાત્રા છે, પણ તમે એ રસ્તે એકલા ચાલો છો. રસ્તામાં ઘણાં એવા સ્થળો છે જ્યાં ઊભા રહીને પોષણ લેવાનું હોય- એ લેવા માટે ફક્ત તમારી તૈયારી હોવી જોઈએ.” – એમિલી હોલનબર્ગ, કેન્સર સર્વાઇવર

  • “યાદ રાખો: તમે કેન્સરથી મરતા નથી. તમે તેની સાથે જીવી રહ્યા છો.” – અજ્ઞાત

  • “સાજા થવાની ઈચ્છા હંમેશા સ્વાસ્થ્યથી અડધી રહી છે.” – લુસિયસ એનાયસ સેનેકા

  • “જ્યારે તમે દોરડાના છેડે પહોંચી જાઓ, ત્યારે ગાંઠ વાળો અને ટકી રહો.” – ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ

  • “ડર સાથે નહીં, પણ હિંમત અને આત્મવિશ્વાસથી જીવવું એ આશા છે.” – પેની બોલ્ડ્રી, કેન્સર સર્વાઇવર

  • “આશા જેવી કોઈ દવા નથી, કોઈ પ્રોત્સાહન એટલું મહાન નથી, અને આવતી કાલની અપેક્ષા જેટલું શક્તિશાળી કોઈ ટોનિક નથી.” – ઓરિસન સ્વેટ માર્ડન

  • કેન્સર જીવનમાં ઘણી બાબતોને અસર કરી શકે છે, પરંતુ તમારા હૃદયમાં જે પ્રેમ છે તેને અપંગ નથી કરી શક્તું. તમામ સર્વાઇવર્સને હેપ્પી રોઝ ડે અને સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ.

  • વર્લ્ડ રોઝ ડે કેન્સર સામે લડનારા લોકોના મનમાં આશા, આત્મવિશ્વાસ અને આનંદ પેદા કરવા માટે ઉજવવામાં આવે છે. ચાલો, આજે તેમની સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરીએ અને તેમના જીવનમાં ખુશીઓ લાવીએ.

  • હસવું એ સૌથી સારો ઉપાય છે લોકોને એ કહેવાનો કે, તમે ગઈ કાલ કરતા આજે વધારે મજબૂત છો. તમને દિલથી રોઝ ડેના અભિનંદન.

  • જો તમે બાળક જે નજર (દ્રષ્ટિકોણ)થી દુનિયાને જુએ છે એ રીતે જોશો તો આખી દુનિયા ચમત્કાર જેવી જ લાગશે. આ રોઝ ડે પર તમામ સર્વાઈવર્સને શુભેચ્છાઓ.

  • કેન્સરને તમે માત્ર એક શબ્દ તરીકે લેશો તો તમારી અડધી ચિંતા અન્ય દિશામાં વળી જશે. વર્લ્ડ રોઝ ડેની શુભેચ્છાઓ.

  • મહત્વનું એ છે કે તમારે યાદ રાખવાનું છે કે, તમને કેન્સર થયું છે, પરંતુ કેન્સર પાસે હજુ તમે પહોંચ્યા નથી

  World Rose Day messages: વર્લ્ડ રોઝ ડેના કેટલાક સંદેશ

  World Rose Day messages:• કેન્સર જીવનમાં ઘણી બાબતોને અસર કરી શકે છે, પરંતુ તમારા હૃદયમાં જે પ્રેમ છે તેને અપંગ નથી કરી શક્તું. તમામ સર્વાઇવર્સને હેપ્પી રોઝ ડે અને સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ.

  • વર્લ્ડ રોઝ ડે કેન્સર સામે લડનારા લોકોના મનમાં આશા, આત્મવિશ્વાસ અને આનંદ પેદા કરવા માટે ઉજવવામાં આવે છે. ચાલો, આજે તેમની સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરીએ અને તેમના જીવનમાં ખુશીઓ લાવીએ.

  • હસવું એ સૌથી સારો ઉપાય છે લોકોને એ કહેવાનો કે, તમે ગઈ કાલ કરતા આજે વધારે મજબૂત છો. તમને દિલથી રોઝ ડેના અભિનંદન.

  • જો તમે બાળક જે નજર (દ્રષ્ટિકોણ)થી દુનિયાને જુએ છે એ રીતે જોશો તો આખી દુનિયા ચમત્કાર જેવી જ લાગશે. આ રોઝ ડે પર તમામ સર્વાઈવર્સને શુભેચ્છાઓ.

  • કેન્સરને તમે માત્ર એક શબ્દ તરીકે લેશો તો તમારી અડધી ચિંતા અન્ય દિશામાં વળી જશે. વર્લ્ડ રોઝ ડેની શુભેચ્છાઓ.

  • મહત્વનું એ છે કે તમારે યાદ રાખવાનું છે કે, તમને કેન્સર થયું છે, પરંતુ કેન્સર પાસે હજુ તમે પહોંચ્યા નથી. આજના દિવસે હું તમને શુભેચ્છા આપું છું કે તમને લડવાની અને જીતવાની સંપૂર્ણ શક્તિ મળે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cancer, Life style, World Rose Day

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन