આજે છે ઈન્ટરનેશનલ રેડ ક્રોસ ડે, જાણો તેનું મહત્વ, ઇતિહાસ અને થીમ

(Image: Shutterstock)

રેડ ક્રિસેન્ટ સોસાયટીઝ એન્ડ ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ધ રેડ ક્રોસે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી જણાવ્યું છે કે, રેડ ક્રોસના કર્મચારીઓ અને વોલન્ટીયર આ મહામારી વચ્ચે કામ કરે છે, આપણે તેઓને પ્રોત્સાહન આપીને આ દિવસની ઉજવણી કરવી જોઈએ

  • Share this:
દર વર્ષે 8 મેના રોજ ઈન્ટરનેશનલ રેડ ક્રોસ ડે ઊજવવામાં આવે છે. જે પણ વોલન્ટીયર જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે, આ દિવસે તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવે છે. આ વર્ષે ઈન્ટરનેશનલ રેડ ક્રોસ ડેની થીમ છે, ‘આપણે બધા એક સાથે છીએ #unstoppable!’

ઈતિહાસ- ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ(ICRC)ના ફાઉન્ડર હેન્રી ડૂનન્ટનો જન્મદિવસ 8 મે 1928ના રોજ થયો હતો, જેને ઈન્ટરનેશનલ રેડ ક્રોસ ડે તરીકે ઊજવવામાં આવે છે. 1901માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉઈલ્લેખનીય છે કે, પ્રથમ ઈન્ટરનેશનલ રેડ ક્રોસ ડે 8 મે 1948ના રોજ ઊજવવામાં આવ્યો હતો.

પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ 1919માં પેરિસ ખાતે ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ ક્રિસેન્ટ સોસાયટી (IFRC)ની સ્થાપના કરવામાં આવી હતી. IFRCની સ્થાપના બ્રિટન, ફ્રાંસ, ઈટલી, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સ આ પાંચ સંસ્થાપક દેશ દ્વારા કરવામાં આવી છે. જેમ સમય સાથે હવે આ સંસ્થામાં 190 નેશનલ સોસાયટીઝ જોડાઈ ચુકી છે.

વિશ્વ સ્તરે રેડ ક્રોસ એન્ડ રેડ ક્રિસેન્ટમાં ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ, ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ તથા રેડ ક્રિસેન્ટ સોસાયટીઝ એન્ડ નેશનલ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રિસેન્ટ સોસાયટીઝ શામેલ છે.

મહત્વ- સૌથી પહેલા આ દિવસની ઊજવણી કરવા માટે વિશ્વભરમાં અનેક વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું. જોકે, આ વર્ષે કોરોના મહામારીને કારણે કોઈપણ પ્રકારના કેમ્પેઈન ચલાવવામાં આવ્યા નથી.

રેડ ક્રિસેન્ટ સોસાયટીઝ એન્ડ ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ધ રેડ ક્રોસે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી જણાવ્યું છે કે, રેડ ક્રોસના કર્મચારીઓ અને વોલન્ટીયર આ મહામારી વચ્ચે કામ કરે છે, આપણે તેઓને પ્રોત્સાહન આપીને આ દિવસની ઉજવણી કરવી જોઈએ.

યુનાઈટેડ સ્ટેટ્સના વોશિંગ્ટન DCમાં રેડ ક્રોસનું હેડક્વાર્ટર આવેલ છે.

લોકોને તકલીફ ન વેઠવી પડે તે માટે તેમજ માનવીય જવાબદારીઓ પૂર્ણ કરવા અને પ્રેરણા પૂરી [પાડવા માટે રેડ ક્રોસ સોસાયટી પ્રયત્નો કરે છે.

રેડ ક્રોસ ચાર પ્રકારના મહત્વપૂર્ણ કાર્ય કરે છે. જેમાં આપત્તિઓમાં પ્રતિક્રિયા આપવી, માનવ મૂલ્યના સિદ્ધાંતોને સમર્થન, આપત્તિમાં તાત્કાલિક મદદ કરવી અને આપત્તિમાં હેલ્થ કેર માટે હંમેશા તૈયાર રહેવું.

રેડ ક્રોસ સોસાયટીના 7 સિદ્ધાંત છે. જેમાં સ્વતંત્રતા, વોલન્ટીયરી, નિષ્પક્ષતા, તટસ્થતા, માનવતા, એકતા અને સાર્વભૌમિકતા શામેલ છે.
First published: