World Pulses Day 2021: રોજ દાળ ખાવાથી પાચન રહે છે તંદુરસ્ત, જાણો તેના 5 ફાયદા

પ્રતીકાત્મક તસવીર

World Pulses Day 2021: દાળ ખાવાના ઘણા ફાયદા છે, દાળ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ રાખે છે.

 • Share this:
  નવી દિલ્હી: દાળ (Pulses) સ્વાદથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ કારણ છે કે ભારતીય ઘરોમાં દાળ ચોક્કસપણે બનાવવામાં આવે છે. તેમાં મોટા પ્રમાણમાં પ્રોટીન (Protein) હોય છે. દાળમાં ભરપૂર પોષક તત્વો હોય છે. જેથી તેને તમારા આહારમાં શામેલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ વગેરે પોષક તત્ત્વોનો ઉત્તમ સ્રોત છે. કેટલાક લોકો જુદી-જુદી દાળ બનાવીને ખાય છે, જ્યારે કેટલાકને મિકસની દાળ બનાવીને ખાવાનું ગમે છે. દાળ ખાવાના ઘણા ફાયદા છે, દાળ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ રાખે છે.

  હૃદયના સ્વાસ્થ્ય માટે દાળ સારી છે

  રીફ્રેશયોરલાઈફના એક રિપોર્ટ મુજબ, દાળ એવા સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જેને તમે નિયમિતપણે ખાઈ શકો છો. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદગાર છે. તે હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે.

  દાળમાંથી મળે છે આ પોષક તત્વો

  દાળ ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોલેટનો એક મહાન સ્રોત છે. આ ઉપરાંત દાળમાં પ્રોટીન, આયર્ન, વિટામિન બી, મેગ્નેશિયમ અને જસત જેવા પોષક તત્વો પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં કઠોળ શરીરમાં અનેક પોષક તત્ત્વોની ઉણપને ભરે છે.

  વધતા બાળકો માટે ફાયદાકારક

  પ્રોટીન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મેળવવા માટે દાળનું નિયમિત સેવન સારી રીત છે. બાળકો અને કિશોરોને સંતુલિત આહારની જરૂર હોય છે, જેથી તેઓને ઉર્જા મળે અને તેમનું શરીર અને મન સારી રીતે વિકસે. જેથી તેમના દૈનિક આહારમાં દાળનો સમાવેશ કરવો જોઇએ.

  આ પણ વાંચો: જંગલનો રાજા શહેરમાં: જૂનાગઢની હોટલમાં સિંહના આંટાફેરા, બનાવ સીસીટીવીમાં કેદ

  આયર્નની ઉણપ

  દાળ પ્રોટીનનો સારો સ્રોત છે. આવી સ્થિતિમાં શરીરમાં શક્તિનો અભાવ હોય તો દાળના સેવનથી ફાયદો થાય છે. દાળમાં ફાઈબર અને આયર્ન હોય છે, જે શરીરને શક્તિ પ્રદાન કરે છે. આયર્ન એ શરીર માટે એક આવશ્યક તત્વ છે. દરરોજ દાળનું સેવન કરવાથી શરીરમાં આયર્નની ઉણપ ઓછી થાય છે. તેથી, તમારા આહારમાં દાળનો સમાવેશ કરો.

  પાચન માટે દાળ ખૂબ સારી છે

  પાચન માટે દાળને ખૂબ સારી માનવામાં આવે છે. તેમાં ડાયેટરી રેસા જોવા મળે છે, જે પાચનમાં સુધારો કરે છે. જેમને કબજિયાતની સમસ્યા છે, તેમના માટે દાળ ફાયદાકારક છે. ઉપરાંત દાળનું સેવન પેટની ઘણી સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો, કબજિયાત વગેરે દૂર કરવામાં પણ મદદગાર છે.
  Published by:Vinod Zankhaliya
  First published: